ફ્લોપ હોવા છત્તા પણ આ હિરોઇનો જીવે છે લગ્ઝરી લાઇફ, મોંઘા કપડા, કરોડોની ગાડીઓ અને ફેન્સી લાઇફસ્ટાઇલ જોઇ ઉડી જાય છે લોકોના હોંશ
બોલિવુડની દુનિયા જેટલી ચકાચોંધથી ભરેલી છે, તેમાં જગ્યા બનાવવા માટેે તેટલી જ મહેનત કરવી પડે છે. ઘણીવાર મોકા મળવા છત્તા પણ પોતાની શોહરત અને લોકપ્રિયતાને બરકરાર રાખવી આસાન નથી હોતી. આજે બોલિવુડની એવી જ કેટલીક અભિનેત્રી વિશે વાત કરવા જઇ રહ્યા છે જે હિન્દી ફિલ્મોમાં તો ફ્લોપ રહી પરંતુ આજે પણ તેઓ લગ્ઝરી લાઇફ જીવે છે.
1.મલાઇકા અરોરા : મલાઇકા અરોરા બોલિવુડની સુપર ડાંસર છે. ફિલ્મો ઉપરાંત તે કેટલાક શોમાં જજ તરીકે જોવા મળે છે. મલાઇકાનો એક સાઇડ બિઝનેસ છે જેનાથી તે ઘણા પૈસા કમાય છે.
2.અમૃતા અરોરા : “ધ કોન ઇઝ ઓન” અને “કમ્બખ્ત ઇસ્ક” જેવી ફિલ્મોમાં જોવા મળેલી અભિનેત્રી અમૃતા અરોરા મલાઇકા અરોરાની બહેન છે. ફિલ્મી હસ્તિ હોવા છત્તાં તે બોલિવુડમાં જગ્યા બનાવી શકી નહિ. અમૃતાએ કંસ્ટ્રક્શન કંપની રેડસ્ટોન ગ્રુપના ડાયરેક્ટર શકીલ સાથે લગ્ન કર્યા છે અને તે એક આલીશાન જીવન જીવે છે.
3.શિલ્પા શેટ્ટી : રીપોર્ટ અનુસાર બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનું નામ એવી અભિનેત્રીઓમાં સામેલ છે જેણે કેટલીક ફિલ્મો છોડી દીધી. તેણે પણ બોલિવુડમાં એવી ખાસ ફિલ્મો કરી નથી. શિલ્પાએ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા છે, લગ્ન બાદ તે શાનદાર લાઇફ જીવી રહી છે. તેનું ઘર મુંબઇના સૌથી મોંઘા ઘરોમાંનુુ એક છે.
4.શમિતા શેટ્ટી : શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટીએ ફિલ્મ “મોહબ્બતેં”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મ તો હિટ રહી પરંતુ શમિતાા શેટ્ટી તેની જગ્યા બનાવી શકી નહિ. શમિતા ઇંટિરિયર ડિઝાઇનર છે અને તેની પાસે કરોડોની પ્રોપર્ટી છે.
5.સુસ્મિતા સેન : મિસ યુનિવર્સ સુસ્મિતા સેન બોલિવુડમાં વધારે ચાલી શકી નહિ. પરંતુ આ દિવસોમાં તે ફિલ્મોમાં નાના રોલ કરતી રહે છે. એટલું જ નહિ તે દુંબઇમાં એક જ્વેલરી બ્રાંડ પણ ચલાવે છે.
6.ટ્વિંકલ ખન્ના : સુપરસ્ટાર રાજેશ ખન્નાની દીકરી ટ્વિંકલ ખન્ના ભલે બોલિવુડમાં પગ જમાવી ન શકી પરંતુ તેણે અક્ષય કુમાર સાથે લગ્ન કર્યા છે. જે સૌથી વધારે ટેક્સપેયર છે. ટ્વિંકલ નોવેલ અને કોલમ લખે છે જેને ઘણા પસંદ કરવામાં આવે છે.
7.આયશા ટાકિયા : આયશા ટાકિયાએ સમાજવાદી પાર્ટી નેતા અબૂ આઝમીના દીકરા ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા છે. ફરહાન એક મેગા હોટલ વ્યવસાયી છે. તેમની પાસે પૈસાની કોઇ કમી નથી.
8.સેલિના જેટલી : સેલિના જેટલીનું નામ હાલમાં જ રાજ કુંદ્રા કેસમાં ઉછળ્યુ હતુ. જો કે, બાદમાં તેના પ્રવક્તાએ સ્પષ્ટતા કર્યા બાદ મામલો શાંત પડી ગયો હતો. તેણે અમીર ઓસ્ટ્રેલિયાઇ પીટર હાગ સાથે લગ્ન કર્યા છે. પીટરની સિંગાપુર અને દુબઇમા ઘણી હોટલો છે.
9.ઉર્મિલા માંતોડકર : રંગીલા અભિનેત્રી ઉર્મિલા માંતોડકરે કશ્મીરી બિઝનેસમેન મોહસિન અખ્તર મીર સાથે લગ્ન કર્યા છે. તેમના પત્ની ઉંમર તેમના કરતા 10 વર્ષ ઓછી છે. પૈસાને મામલે તોએ બીજી હિરોઇન્સથી પાછળ નથી.
10.મનીષા કોઇરાલા : મનીષા કોઇરાલાએ બોલિવુડને ઘણી હિટ ફિલ્મો આપી છે. તેમણે 50થી વધારે ફિલ્મોમાં કામ કર્યુ છે, કેંસરની બીમારીથી બહાર આવ્યા બાદ આજ કાલ તેઓ જોવા મળતા નથી. પરંતુ તેમની લાઇફસ્ટાઇલ ઘણી લગ્ઝરી છે.