ઇલિયાના ડિક્રૂઝ જ નહિ પણ આ અભિનેત્રીઓ પણ લગ્ન વગર બની ચૂકી છે માં, નામ કરી દેશે હેરાન
Bollywood Actress became mother without marriage : બોલિવૂડ સ્ટારની લાઈફ એવી હોય છે કે તે એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. લવ અફેર હોય કે લગ્ન, સેલિબ્રિટીઓના જીવન સાથે સંબંધિત દરેક અપડેટ તેમના ચાહકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને રસપ્રદ હોય છે. હવે બોલિવૂડમાં વધુ એક ફેરફાર ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે અને તે છે લગ્ન પહેલા માતા બનવાનો ટ્રેન્ડ. આવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે લગ્ન પહેલા જ બાળકોને જન્મ આપ્યો છે અથવા તો લગ્નના થોડા જ મહિનામાં બાળકને જન્મ આપ્યો છે. તો ચાલો જાણીએ આવી અભિનેત્રીઓ વિશે…
ઇલિયાના ડીક્રુઝઃ હાલમાં જ કેટલાક સમય પહેલા ઇલિયાના ડીક્રુઝે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી. પહેલી તસવીર ટી-શર્ટની હતી અને તેમાં લખ્યું હતુ- “ધ એડવેન્ચર બિગીન્સ.” બીજી તસવીરમાં એક પેન્ડન્ટ હતુ, જેમાં MAMA લખેલું હતુ. આ પોસ્ટના કેપ્શનમાં ઇલિયાનાએ લખ્યું છે કે, “બહુ જલ્દી. નાના પ્રિયતમને મળવા માટે રાહ નથી જોઈ શકતી.” આ ગુડ ન્યુઝ શેર કર્યા પછી ઇલિયાના ડીક્રુઝની સોશિયલ મીડિયા પોસ્ટ પર કમેન્ટનું પૂર આવી ગયું.
આલિયા-ભટ્ટઃ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે એપ્રિલ મહિનામાં લગ્ન કર્યા હતા અને બે મહિનામાં જ આલિયાએ તેની પ્રેગ્નેંસીનો ખુલાસો કર્યો. જેનાથી સ્પષ્ટ છે કે તે લગ્ન પહેલા જ માતા બની ગઈ હતી. તેણે નવેમ્બરમાં તેની દીકરી રાહા કપૂરનું આ દુનિયામાં સ્વાગત કર્યુ હતુ.
દિયા-મિર્ઝાઃ બોલિવૂડની જાણીતી અભિનેત્રી દિયા મિર્ઝાને કોઈ ઓળખની જરૂર નથી, લગ્ન પહેલા ગર્ભવતી થવાની યાદીમાં તેનું નામ પણ સામેલ છે. દિયા મિર્ઝા અને વૈભવ બંનેના આ બીજા લગ્ન છે. દિયા મિર્ઝાએ વૈભવ સાથે લગ્ન કર્યાના ચાર મહિનામાં જ પુત્રને જન્મ આપ્યો હતો. ચાહકોને એ જાણીને આશ્ચર્ય થયું કે દિયા મિર્ઝા લગ્ન પહેલા જ વૈભવ સાથે પ્રેગ્નેટ થઈ ગઈ હતી.
નતાશા સ્ટેનકોવિકઃ ફેમસ ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્ની અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકે કોરોના કાળ દરમિયાન હાર્દિક સાથે લગ્ન કર્યા હતા અને તેનું કારણ એ હતું કે તે માતા બનવાની હતી. કોરોનાને કારણે લગ્ન ધામધૂમથી ન થઈ શક્યા, પરંતુ થોડા સમય પહેલા જ ઉદયપુરમાં આ કપલે ધામધૂમથી લગ્ન કર્યા હતા. કપલ અગસ્ત્ય નામના પુત્રના માતા-પિતા છે.
નેહા ધૂપિયાઃ અંગદ બેદી સાથેના ઉતાવળા લગ્ન પહેલા જ નેહા પ્રેગ્નેટ થઇ ગઇ હતી અને આ સમાચાર અંગદે પોતે આપ્યા હતા. જણાવી દઈએ કે બંનેએ ગુરુદ્વારામાં ખૂબ જ સાદગીપૂર્ણ રીતે લગ્ન કર્યા હતા અને હવે આ કપલ બે બાળકોના માતા-પિતા છે.
ગેબ્રિએલા : અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા એક મોડેલ છે. અર્જુન રામપાલ પોતાના રિલેશનશિપને લઈને ઘણી હેડલાઈન્સમાં હતો, જ્યારે ગેબ્રિયલાએ 18 જુલાઈના રોજ પોતાના બાળકને જન્મ આપ્યો ત્યારે લોકોને આશ્ચર્ય થયું હતું અને હાલમાં આ કપલે આ સંબંધને લગ્નનું નામ આપ્યું નથી. આ ઉપરાંત ગેબ્રિએલા ફરી પ્રેગ્નેટ છે અને અર્જુનના બીજા બાળકની માતા બનવાની છે.
નીના ગુપ્તાઃ અભિનેત્રી નીના ગુપ્તાએ ઘણી ફિલ્મો કરી અને આજે પણ તે બોલિવૂડમાં સક્રિય છે. નીના ગુપ્તા અને ભૂતપૂર્વ ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ વચ્ચેના સંબંધોને દરેક વ્યક્તિ જાણે છે. જોકે નીના ગુપ્તાને ક્યારેય તેનો પ્રેમ મળ્યો નથી કારણ કે વિવિયન રિચર્ડ્સે ગર્ભવતી થયા પછી તેની પ્રથમ પત્નીને છોડવાની ના પાડી હતી. આ પછી નીનાએ તેની પુત્રી મસાબાને સિંગલ મધર તરીકે ઉછેરી. જો કે હવે નીના પરિણીત છે.
શ્રીદેવીઃ 80ના દાયકાની હિરોઈનનું નામ પણ આમાં સામેલ છે જે લગ્ન પહેલા ગર્ભવતી થઈ ગઈ હતી. શ્રીદેવી લગ્ન પહેલા જ પરિણીત બોની કપૂર સાથે ગર્ભવતી બની હતી. શ્રીદેવી પહેલી અભિનેત્રી હતી જેણે ખુલાસો કર્યો હતો કે તે લગ્ન પહેલા ગર્ભવતી હતી, તે બોની કપૂરની પત્ની બનતા પહેલા 7 મહિનાની ગર્ભવતી હતી. આ પછી બોની કપૂરે પહેલી પત્નીને છૂટાછેડા આપી શ્રીદેવી સાથે લગ્ન કર્યા હતા. બોની કપૂરને પહેલી પત્નીથી અર્જુન કપૂર અને અંશુલા કપૂર અને બીજી પત્ની શ્રીદેવીથી જાહ્નવી કપૂર અને ખુશી કપૂર એમ ચાર બાળકો છે.
કલ્કી કોચલીન: ફિલ્મ નિર્દેશક અનુરાગ બાસુ સાથે છૂટાછેડા પછી અભિનેત્રી કલ્કી કોચલીન સિંગલ મધર છે. અનુરાગ બાસુ સાથે છૂટાછેડા બાદ તે તેના ઈઝરાયેલ બોયફ્રેન્ડ હર્ષબર્ગને ડેટ કરી રહી છે. આ કપલ સાથે છે, પરંતુ બંનેએ હજુ સુધી લગ્ન કર્યા નથી, પરંતુ અભિનેત્રી તેના બાળકની માતા બની છે. બંનેને એક સુંદર પુત્રી છે.
એમી જેક્સનઃ બોલિવૂડ એક્ટ્રેસ એમી જેક્સનનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. તે લગ્ન વિના બોયફ્રેન્ડના બાળકની માતા પણ બની છે.