માણસાઈનું જીવતું જાગતું ઉદાહરણ સાબિત થયો આ વીડિયો, ચાર લોકોએ ભેગા મળીને બચાવ્યો પાણીમાં તણાઈ રહેલી ગાયનો જીવ, લોકો બોલ્યા.. “માનવતાનો કોઈ ધર્મ નથી હોતો..” જુઓ વીડિયો
Humanity Still Alive Video : હાલ ચોમાસાના કારણે દેશભરમાં ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે દેશના ઘણા બધા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે અને સામાન્ય જીવન પણ અસ્તવ્યસ્ત બની રહ્યું છે. લોકોના વાહનો અને સામાન પાણીમાં તણાઈ રહ્યા છે, તો ઘણા અબોલા જીવ પણ પાણીમાં તણાતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ઘણા લોકો નાત, જાત અને જ્ઞાતિ ધર્મના ભેદભાવ ભૂલીને પણ મદદ માટે આગળ આવી રહ્યા છે.
પાણીમાં ડૂબી રહી હતી ગાય :
ત્યારે હાલ ગાયને બચાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને ઈન્ટરનેટ દ્વારા માનવતા અને એકતાનું સુંદર ઉદાહરણ ગણાવવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ગાય પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગઈ છે. આવી સ્થિતિમાં બે લોકો તેના શીંગડા પકડીને બચાવવાનો પ્રયાસ કરે છે. તેઓ ખૂબ પ્રયાસ કરે છે, પરંતુ તેઓ ગાયને જમીન પર ખેંચી શકતા નથી.
મદદ માટે આવ્યા લોકો :
ત્યારે જ ત્યાંથી પસાર થતા વધુ બે લોકો તેમની મદદે પહોંચી જાય છે અને ચારેય મળીને ગાયને પાણીમાંથી બહાર કાઢે છે. આ વીડિયો 21 જુલાઈના રોજ ઈન્સ્ટાગ્રામ પેજ GiDDa CoMpAnY પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું કે એક ક્લિપમાં બે સુંદર વસ્તુઓ. આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકો જોઈ ચુક્યા છે અને માણસાઈના વખાણ પણ કરી રહ્યા છે.
View this post on Instagram
એકતાના વખાણ કરતા જોવા મળ્યા સૌ :
સાથે જ ઘણા યુઝર્સે આ અંગે ફીડબેક પણ આપ્યા છે. એક યુઝરે લખ્યું- આ દેશની સુંદરતા છે…. બીજાએ લખ્યું- માનવતાનો કોઈ ધર્મ હોતો નથી. ત્યાં એક વ્યક્તિએ લખ્યું- ધર્મ એકબીજા સાથે દુશ્મની રાખવાનું શીખવતો નથી. આ ઉપરાંત પણ બીજા ઘણા લોકો આ વીડિયોને લઈને પોતાના પ્રતિભાવ આપતા જોવા મળી રહ્યા છે.