મનોરંજન

બોલિવૂડની આ 7 અભિનેત્રીઓએ પિતા-પુત્ર બંને સાથે ઇશ્ક મનાવી ચૂકી છે, નંબર 6 દરેકની ફેવરીટ છે

બોલીવુડમાં હીરો-હિરોઈનની કયારે અને કઈ જોડી હિટ થઇ જાય એની ખબર જ ના રહે. આજકાલ તો જોડીઓ હિટ અને ફ્લોપ થતી રહે છે. બોલીવુડની વાત કરવામાં આવે તો અહીં અભિનેતાઓની કારકિર્દી 50-60 વર્ષ સુધી તો ચાલે છે. પરંતુ અભિનેત્રીઓની કારકિર્દી 30-35 સુધીમાં તો ખતમ થઇ જાય છે.

હાલમાં તો 30-35ની ઉંમરની યુવતીઓ બોલીવુડમાં ધૂમ મચાવી રહી છે. પરંતુ પહેલાની અભિનેત્રીઓ 30ની ઉંમરમાં નિવૃત થઇ જતી હતી તો અભિનેતા 50ની ઉંમરમાં પણ લીડ રોલમાં હતા. આ કારણે ઘણા એવા મોકા આવ્યા કે એક્ટ્રેસે પિતા-પુત્ર સાથે અલગ-અલગ ફિલ્મોમાં રોમાન્સ કર્યો હતો.

આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું કે જેને પિતા-પુત્ર બન્ને સાથે રોલ નિભાવ્યા છે.

ડિમ્પલ કાપડિયા

Image Source

ડિમ્પલ કાપડિયાએ પિતા-પુત્ર બન્ને સાથે પડદા પર રોમાંસ કર્યું છે. ડિમ્પલ ધર્મેન્દ્ર-સની દેઓલ અને વિનોદ ખન્ના-અક્ષય ખન્નાની હિરોઈન બની ચુકી છે. ડિમ્પલે વિનોદ ખન્ના સાથે ખૂન કા કર્ઝ, ઇન્સાફ, બાંટવારા, આખિરી અદાલત અને દબંગ જેવી ફિલ્મો કરી છે. તો બીજી તરફ ડિમ્પલે ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ માં વિનોદ ખન્નાના પુત્ર અક્ષય ખન્ના સાથે લવ ઈન્ટરેસ્ટનો રોલ કર્યો હતો.

આ સિવાય ડિમ્પલે ધર્મેન્દ્ર સાથે શહઝાદે, મસ્ત કલંદર અને દુશ્મન દેવતા ફિલ્મમાં કામ કર્યું છે. ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલ સાથે નરસિમ્હા, 1984માં મંજિલ મંજિલ, અર્જુન, ગુનાહ, આગ કા ગોલા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. સની દેઓલ અને ડિમ્પલના પ્રેમપ્રકારણની ચર્ચા પણ થઇ હતી.

અમૃતા સિંહ:

Image Source

મોટા પડદા પર સની દેઓલ અને અમૃતા સિંહની જોડી ઘણી હિટ હતી. અમૃતાએ ફિલ્મ બેતાબથી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં સની દેઓલ અને અમૃતાની જોડીને લોકોએ ઘણી પસંદ કરી હતી. થોડા સમય બાદ અમૃતા સિંહ ધર્મેન્દ્રની પણ હિરોઈન બની હતી. અમૃતા સિંહ અને ધર્મેન્દ્રએ ‘સચ્ચાઈ કી તાકાત’માં સાથે કામ કર્યું હતું. આ રીતે અમૃતા સિંહે પણ બન્ને પિતા-પુત્ર સાથે પડદા પર ઇશ્ક કર્યો હતો.

જયા પ્રદા

Image Source

જયા પ્રદા પણ ધર્મેન્દ્ર અને સનીની હિરોઈન બની હતી. ધર્મેન્દ્ર સાથે જયા પ્રદાએ ફરીશ્તે, શહજાદે, ન્યાયદાતા, ગંગા તેરે દેશ મેં, કુંદન, એલાન-એ જંગ, મર્દો વાલી બાત, કયામત જેવી ફિલ્મ કરી હતી. તો સની દેઓલ સાથે વીરતા અને જબરદસ્તમાં કામ કર્યું હતું.

હેમા માલિની

Image Source

બોલીવુડની ડ્રિમ ગર્લ હેમા માલિનીએ પણ પિતા-પુત્ર સાથે પડદા પર રોમાન્સ કર્યો હતો. હેમા માલિનીએ તેની પહેલી હિંદી ફિલ્મ ‘સપનો કા સૌદાગર’માં રાજ કપૂર સાથે કામ કર્યું હતું. બાદમાં હેમા માલિનીએ રાજ કપુરના પુત્રો રણધીર કપૂર અને ઋષિ કપૂર સાથે કામ કર્યું હતું. હેમા ‘હાથ કી સફાઈ’માં રણધીર કપૂરની હિરોઈન બની હતી, તો ઋષિ કપૂર સાથે ‘એક ચાદર મૈલી સી’માં કામ કર્યું હતું.

માધુરી દીક્ષિત

Image Source

ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત પણ આ લિસ્ટમાં સામેલ છે. માધુરી દીક્ષિત તેના કરિયરની શરૂઆતમાં ફિલ્મ ‘દયાવાન’માં વિનોદ ખન્ના સાથેના રોમાન્સને લઈને ચર્ચામાં આવી હતી. તે સમયે વિનોદ ખન્ના મોટા સ્ટાર હતા. તે સમયે માધુરીની ઉંમર 20 વર્ષની જયારે વિનોદ ખન્નાની ઉંમર 42 વર્ષની હતી. માધુરી દીક્ષિતે ફિલ્મ ‘મોહબતે’માં વિનોદ ખન્નાના પુત્ર અક્ષય ખન્ના સાથે ઇશ્ક કર્યું હતું.માધુરીએ થોડા વર્ષો પહેલા આવેલી ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ માં રણબીર કપૂર સાથે આઈટમ સોન્ગ ‘ઘાઘરા’માં ઠુમકા લગાવ્યા હતા. તો આ પહેલા માધુરી રણબીર કપૂરના પિતા ઋષિ કપૂર સાથે ફિલ્મ ‘પ્રેમ ગ્રંથ’, યારાના અને સાહિબાનમાં કામ કરી ચુકી છે.

શ્રી દેવી

Image Source

શ્રી દેવી એક એવી એક્ટ્રેસ હતી જેની ફિલ્મ માટે લોકો દીવાના હતા. અભિનેતા પિતા-પુત્રની જોડી સાથે ઇશ્ક કરનારી હીરોઇનમાં શ્રીદેવીનું નામ પણ સામેલ છે. શ્રી દેવીએ ધર્મેન્દ્ર અને સની દેઓલ સાથે કામ કર્યું છે. શ્રીદેવી ફિલ્મ ‘નાકાબંધી’માં ધર્મેન્દ્રની હિરોઈન હતી, તો સની દેઓલ સાથે ‘ચાલબાઝ’, ‘નિગાહે’, રામ અવતાર’ જેવી ફિલ્મો કરી હતી.

રાની મુખર્જી

Image Source

રાની મુખર્જી અભિષેક બચ્ચન સાથે ‘બંટી ઔર બબલી’, ‘યુવા’ અને ‘કભી અલવિદા ના કહેના’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. તો ચોંકવનારી વાત એ છે કે, રાનીએ અમિતાભ સાથે પણ કામ કર્યું છે. રાની ફિલ્મ ‘બ્લેક’માં અમિતાભને પ્રેમ કરવા લાગી હતી. આ ફિલ્મમાં તેનો કિસિંગ સીન પણ હતો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.