બે બે વાર લગ્ન તૂટવાનું દર્દ આ અભિનેત્રીએ બિગબોસમાં સંભળાવ્યું, પહેલાએ શોષણ કર્યું તો બીજાએ કર્યું ટોર્ચર, જાણો શું કહ્યું…..

બે-બે વાર ડિવોર્સ લઈ ચૂકેલી આ બોલ્ડ ટીવી એક્ટ્રેસને 11 વર્ષ નાના એક્ટર સાથે બંધાયા સંબંધ, કોના પર શોષણનો મૂકેલો આરોપ ? જુઓ

ફિલ્મી દુનિયામાંથી ઘણીવાર એવી એવી ખબરો આવે છે કે તે સાંભળીને આપણે પણ હેરાન રહી જઈએ. ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓ એકબીજાને ડેટ કરે છે, લગ્ન કરે છે અને થોડા  સમય બાદ છુટા પણ પડી જાય છે અને તેના બાદ બંને એકબીજા ઉપર આરોપો લગાવતા પણ જોવા મળે છે. ઘણી અભિનેત્રીઓએ તેમના ઉપર થયેલા ઘરેલુ અત્યાચારો વિશે જણાવ્યું છે.

ત્યારે હાલમાં જ એક અભિનેત્રી બિગબોસમાં પોતાના બે બે વાર લગ્ન તૂટવાનું દર્દ વ્યક્ત કર્યું છે. ધારાવાહિક “વીર કી અરદાસ વીરા” તો તમને યાદ જ હશે. આ ધારાવાહિકમાં અભિનેત્રી સ્નેહા વાઘ નજર આવી હતી. જેના બાદ તે ઘર ઘરમાં પ્રખ્યાત બની ગઈ હતી. તેવામાં હવે ફરી એકવાર તે ચર્ચામાં આવી છે. જેનું કારણ તેને તેના લગ્ન જીવન વિશે બિગબોસમાં કરેલો ખુલાસો છે.

સ્નેહા વાઘ આ સમયમાં બિગ બોસ મરાઠીના ત્રીજા સીઝનમાં ભાગ લેતી નજર આવી રહી છે. બિગબોસના ઘરની અંદર પહોંચીને તને જયારે તેના બે તૂટેલા લગ્ન વિશેની વાત કરી ત્યારે તે ચર્ચામાં આવી ગઈ.સ્નેહાએ બે વાર લગ્ન કર્યા, પરંતુ બંને લગ્ન અસફળ રહ્યા હતા. જ્યાં પહેલા લગ્નની અંદર તેના પતિએ તેનું શોષણ કર્યું તો બીજા લગ્નની અંદર તેને પ્રતાડિત કરવામાં આવી હતી.

વર્ષ 2018માં સ્નેહાએ પોતાના પહેલા લગ્ન તૂટવા વિશેની વાત કરી હતી, ત્યારે હવે બિગબોસમાં તેને બીજા લગ્ન તૂટવાને લઈને પણ વાત કરી છે. તેને જણાવ્યું હતું કે, “હું એમ નહિ કહું કે તે એક ખોટો છોકરો હતો પરંતુ હા, તે મારા માટે યોગ્ય નહોતો. બે અસફળ લગ્ન બાદ મેં અનુભવ્યું કે પુરુષોને હેડસ્ટ્રોન્ગ મહિલાઓ પસંદ નથી.

સ્નેહાએ આગળ જણાવ્યું કે, “આપણા સમાજની અંદર ધારણા છે કે ફક્ત પુરુષો જ પરિવારની દેખરેખ કરી શકે છે પરંતુ આ સાચું નથી. મને ખબર છે કે હું મારા પરિવારને ચલાવવામાં સક્ષમ છું. તેને આગળ એમ પણ જણાવ્યું કે, “પહેલા લગ્ન સમયે મારી ઉંમર ઓછી હતી. 7 વર્ષ બાદ મેં ફરીથી લગ્ન કર્યા. પરંતુ આ મારુ દુર્ભાગ્ય જ હતું કે ફરીથી મેં એક ખોટા માણસ ની પસંદગી કરી, હવે બે લગ્ન તૂટ્યા બાદ મારા જીવનમાં કોઈ પ્રેમ નથી, કોઈ લગ્ન નથી… હું હવે કોઈપણ વસ્તુ માટે તૈયાર છું.”

Niraj Patel