મનોરંજન

BIG BREAKING : પુનીત રાજકુમારની મોતનો ચાહકોને એટલો આઘાચ લાગ્યો કે, એકે આત્મહત્યા કરી તો બેને તો…

સાઉથ સિનેમાના સુપરસ્ટાર પુનીત રાજકુમારનું 46 વર્ષની વયે નિધન થઇ ગયું છે. શુક્રવારે સવારે જીમમાં કસરત કરતી વખતે તેમને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને બેંગ્લોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમનુ નિધન થઇ ગયુ હતુ. અભિનેતાના નિધનના સમાચારથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકની લહેર છવાઇ ગઈ છે. તેમના નિધનની માહિતી મળતાં ચાહકો આઘાતમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતાના નિધનના સમાચાર સામે આવતા જ એક ચાહકને એટલો આઘાત લાગ્યો કે તેણે આત્મહત્યા કરી લીધી. આ સિવાય અન્ય બે ચાહકોના હાર્ટ એટેકના કારણે મોત થયા છે.

કર્ણાટકના હનુર તાલુકાના 30 વર્ષીય એક ચાહકે અભિનેતાના નિધનના સમાચાર સાંભળ્યા કે તરત જ તેને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેનું મોત થયું. તેની ઓળખ મુનિયપ્પા તરીકે થઈ છે, જે એક ખેડૂત હતો. મુનિયપ્પા તેમની પાછળ પત્ની અને બે બાળકો છોડી ગયા છે. આ સિવાય હાર્ટ એટેકથી મૃત્યુ પામનાર ચાહક બેલગાવીના શિંદોલી ગામનો રહેવાસી છે. તેની ઓળખ પરશુરામ દેમન્નવર તરીકે થઈ છે.

Image source

મીડિયા રીપોર્ટ અનુસાર, પુનીત રાજકુમારના નિધનની માહિતી મળ્યા પછી, તે ખૂબ જ દુઃખી હતો અને ટીવીની સામે માત્ર રડતો હતો. આ પછી અપ્પાના ચાહકને રાત્રે 11 વાગે હૃદયરોગનો હુમલો આવ્યો અને તેનું અવસાન થયું. અભિનેતાની મોતના સમાચાર આવ્યા બાદ કર્ણાટકના બેલગવી જિલ્લાના અથાનીના એક યુવકે આત્મહત્યા કરી લીધી છે.

એક અભિનેતા હોવાની સાથે, મલ્ટી ટેલેન્ટેડ પુનીત રાજકુમાર પ્લેબેક સિંગર, ટીવી પ્રસ્તુતકર્તા, નિર્માતા પણ હતા. પુનીત રાજકુમાર કન્નડ સિનેમામાં તેમના યોગદાન માટે જાણીતા હતા. તેઓ 29 ફિલ્મોમાં મુખ્ય અભિનેતા હતા. બાળ કલાકાર તરીકે તેણે ઘણી ફિલ્મો કરી. Vasantha Geetha, Bhagyavantha, Chalisuva Modagalu, Eradu Nakshatragalu, Bettada Hoovu ફિલ્મોમાં તેમના મજબૂત અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

પુનીતના નિધનની જાણ થતા જ ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ચાહકો તેમની એક ઝલક જોવા માટે ઉત્સુક થઈ રહ્યા છે. હાલ તેમનો પાર્થિવ દેહ બેંગલુરુના કાંતિરવા સ્ટેડિયમમાં રાખવામાં આવ્યો છે. અભિનેતાના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે ભારે ભીડ ઉમટી રહી છે. ભીડને કાબૂમાં રાખવા માટે ઘણા વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.