કોરોના મહામારી અને લોકડાઉનના કારણે ઘણા લોકોના રોજગાર ધંધા છીનવાઈ ગયા છે, તો ઘણા લોકોની નોકરીઓ પણ ચાલી ગઈ છે, એવામાં ઘણા લોકો આજે આર્થિક મંદીનો સામનો કરવા માટે મજબુર બની ગયા છે, માત્ર સામાન્ય માણસો જ નહીં ટીવીના કેટલાક સિતારોઓ પણ આ મહામારીના કારણે બેકાર બન્યા છે અને તેમની પાસે પણ કામ નથી અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.
ટીવી ઉપર ભગવાન શ્રી રામનો પ્રખ્યાત થનારા અભિનેતા આશિષ શર્મા હાલ અભિનય છોડી અને ખેતી કરવાનો નિર્ણય કર્યો છે અને તે પોતાના રાજસ્થાન સ્થિત પોતાના ગામમાં પહોંચી ગયા છે. “સિયા કે રામ” અને “રંગરસીયા” જેવા ટીવી શોમાં કામ કરી ચૂકેલા આશિષ માને છે કે કોરોના મહામારી ના કારણે હવે તે જિંદગીની સાચી ખુશોઓનો આનંદ ઉઠાવી રહ્યા છે. તે હવે સંપૂર્ણ રીતે ખેતી વાડી ઉપર ધ્યાન આપી રહ્યા છે.
આશિષે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “કોરોના કાળમાં લાગેલા લોકડાઉન દરમિયાન લોકોને રોજગારને લઈને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આ બધું જોઈને મેં પણ એ નિર્ણય કર્યો છે કે હું મારા મૂળ સુધી પાછો ફરીશ અને એક ખેડૂત બનીશ. વર્ષોથી અમારા ઘરનું પ્રોફેશન ખેતી રહ્યું છે. પરંતુ મુંબઈ જવાના કારણે હું તેનાથી દૂર ચાલ્યો ગયો હતો. જેના કારણે મેં પરત ફરીને એક ઉપયોગી જિંદગી જીવવાનો નિર્ણય કર્યો છે.
તેને આ દરમિયાન જણાવ્યું કે તેનું જયપુરની પાસે એક ફાર્મ છે. ત્યાં લગભગ 40 એકડ જમીન છે. આ જમીન ઉપર તે ખેતી કરે છે. આ ઉપરાંત અભિનેતા પાસે લગભગ 40 ગાયો પણ છે. તમને જણાવી દઈએ કે જલ્દી જ આશિષ કરણ રાજદાનની ફિલ્મ “હિન્દુત્વ”માં પણ નજર આવશે.