આ ખૂબસૂરત ઠગ સુંદરીએ કેનેડાના વિઝા મેટરમાં લાખો રૂપિયા પડાવી લીધા, 100 કરોડનું કૌભાંડ- જાણો સમગ્ર મામલો
આજકાલ ગુજરાતીઓને વિદેશ જવાનું ઘણુ ઘેલુ લાગ્યુ છે. ઘણા વિદ્યાર્થીઓ ભણવા તો ઘણા કમાવવા જતા હોય છે. કેટલાક તો કોઇ પણ ભોગે એટલે કે કાયદેસર અને ગેરકાયદેસર વિદેશ પહોંચવા માગતા હોય છે અને વિદેશ જઇ ડોલરો કમાવવાની લ્હાયમાં એજન્ટોના લફડામાં પણ ફસાતા હોય છે. ત્યારે ગુજરાતીઓની જેમ પંજાબીઓ પણ અમેરિકા કે કેનેડા જવા માટે ગમે તે કરવા તૈયાર રહેતા હોય છે. જો કે, આવા લોકો સાથે ક્યારેક ફ્રોડ પણ થઇ જાય છે અને છેલ્લે પછી તેમને રોવાનો વારો આવે છે.
પંજાબમાં આવા જ એક કેસમાં 700થી વધુ લોકોને કેનેડાના વિઝા ફટાફટ અપાવવાનો વાયદો કરી 100 કરોડ રૂપિયા જેટલી ઠગાઈ કરનારી એક મહિલા હાલ ચર્ચામાં છે. તેનું નામ ક્રિસ્પી ખેરા છે, જેણે તેના પતિ સાથે મળીને આ કાંડ કર્યો હતો. મોહાલી, પંચકુલા તેમજ ચંડીગઢમાં ક્રિસ્પી અને તેના પતિ દેવિન્દર સિંહ ગિલ સામે ઠગાઈના 42 જેટલા કેસ નોંધાયા છે. ક્રિસ્પીનો પતિ તો જેલમાં છે પણ તે કેનેડા ફરાર થઈ ગઈ હોવાનો દાવો કોર્ટમાં કરવામાં આવ્યો છે.
ક્રિસ્પી ઘણા સમયથી ભાગેડું હતી અને તે વિદેશ ભાગી જાય તેવી પણ આશંકા હોવાથી પોલીસે તેની સામે લૂક-આઉટ સર્ક્યુલર ઈશ્યૂ કર્યો હતો. જો કે, તેમ છત્તાં પણ તે 14 એપ્રિલ 2023ના રોજ કેનેડા ભાગી ગઈ હોવાનો ફરિયાદ પક્ષના વકીલે દાવો કર્યો છે. સેંકડો વિદ્યાર્થીઓ સાથે કરોડોની છેતરપિંડી કરીને ફરાર થઈ ગયેલ ક્રિસ્પી ખેરાના કેસમાં એડવોકેટ વરિન્દર સિંહે પ્રેસ કોન્ફરન્સ યોજીને અધિકારીઓને ભીંસમાં મૂકતા ગંભીર આક્ષેપો કર્યા છે.
તેમણે કહ્યું કે સેંકડો બાળકો પાસેથી લગભગ 100 કરોડની છેતરપિંડી કર્યા પછી એક મહિલા કોઈ મોટા અધિકારીની મિલીભગત વિના માત્ર શહેરથી જ નહીં પરંતુ દેશમાંથી પણ કેવી રીતે ભાગી ગઈ, જ્યારે ક્રિસ્પી વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યુ અને 50,000 રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું. તેણે ડીજીપી પંજાબને ફરિયાદ પણ કરી છે, જેમાં ક્રિસ્પી ખેરાને ભારત લાવવા અમે ભગાવવામાં મદદ કરનારા પોલીસ અધિકારીઓ સામે કેસ નોંધવાની માંગણી કરી છે. એક તરફ સરકારે ક્રિસ્પી ખેરા પર 50 હજારનું ઈનામ જાહેર કર્યું છે,
તો બીજી બાજુ તે ઓનલાઈન ગૂગલ મીડિયા મીટ પર પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાના પરના આરોપોને પાયાવિહોણા ગણાવી રહી છે. ક્રિસ્પીએ જણાવ્યું હતું કે સેંકડો વિદ્યાર્થીઓ સાથે 100 કરોડની છેતરપિંડીનો આરોપ માત્ર તેમના દ્વારા તપાસ એજન્સીઓ સાથે એક IPS વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા કેસ પરથી ધ્યાન હટાવવા માટે મીડિયામાં મૂકવામાં આવી રહ્યો છે. તેના પતિને પણ ખોટા કેસમાં જેલમાં રાખવામાં આવ્યો છે. ક્રિસ્પીનું કહેવું છે કે તમામ ફરિયાદો અને આક્ષેપોનો હેતુ માત્ર આઈપીએસ વિરુદ્ધ આપવામાં આવેલી ફરિયાદમાં સમાધાન મેળવવાનો છે.
બીજી તરફ 100 કરોડની છેતરપિંડીની વાત કરીએ તો માત્ર વકીલો જ આ વાત કહી રહ્યા છે. 100 કરોડની છેતરપિંડી વિશે ન તો કોર્ટ કે પોલીસ કે તપાસ એજન્સી કંઈ બોલી નથી. આઠ લાખના માત્ર એક કેસમાં પોલીસ દ્વારા કોર્ટમાં ચલણ રજૂ કરવામાં આવ્યું છે. તેમના જીવને ખતરો છે, તેથી સુરક્ષા અને વીડિયો કોન્ફરન્સિંગને લઈને હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી છે. પોતાના જીવને ખતરો હોવાને કારણે તે સુરક્ષિત જગ્યાએ રહી રહી છે, જ્યારે સમય આવશે ત્યારે તે જલ્દી જ બધાની સામે આવશે.
એડવોકેટ વરિન્દર સિંહ દ્વારા કોર્ટમાં જણાવાયુ કે ક્રિસ્પી વાયા અબુ ધાબી થઈને 14 એપ્રિલ 2023ના રોજ કેનેડા નાસી ગઈ. પોલીસે તેના પર 50 હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું, દેશભરના એરપોર્ટ્સ પર પણ તેના વિરૂદ્ધ લૂક-આઉટ સર્ક્યુલર ઈશ્યૂ કરાઇ હતી અને તેમ છત્તાં પણ તે કેવી રીતે ભાગી ગઈ. ક્રિસ્પીએ પતિ સાથે મળીને જે 700 જેટલા લોકોને ઠગ્યા હતા અને તેમાંથી મોટાભાગના સ્ટૂડન્ટ વિઝા પર વિદેશ જવા ઈચ્છતા લોકો હતા.
ક્રિસ્પી હાલ તો વાનકુંવરમાં જલસા કરી રહી હોવાનો દાવો વકીલે કોર્ટ સમક્ષ કર્યો અને તેના ફોટોગ્રાફ્સ પણ રજૂ કર્યા હતા. તેમણે પંજાબના ડીજીપી ઉપરાંત, ભારતમાં આવેલી કેનેડિયન કોન્સ્યુલેટ અને એર કેનેડાને પણ આ મામલે ફરિયાદ કરી છે. લોકોને ઠગીને ક્રિસ્પી અને તેના પતિએ જે કમાણી કરી હતી તેનાથી તેમણે પંજાબમાં કરોડોની પ્રોપર્ટી ખરીદી હોવાનો પણ તેમના પર આક્ષેપ કરાયો છેઆ પહેલા ક્રિસ્પીના પતિને જેલમાં વીઆઈપી ફેસિલિટી આપવા બદલ બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
જણાવી દઇએ કે, માર્ચ 2022માં ક્રિસ્પીને પકડવા પોલીસ એક ફ્લેટ પર પહોંચી, જો કે પોલીસની એક ટીમ બિલ્ડિંગની નીચે ઉભી હતી તે વખતે ક્રિસ્પી કારમાં પોતાના ડ્રાઈવર સાથે નીકળતી જોવા મળી હતી. પોલીસે ગાડીને રોકવાનો ઈશારો કરતા ક્રિસ્પીએ ડ્રાઈવરને કાર ભગાવવા કહ્યું અને તે સમયે એક પોલીસકર્મીને ટક્કર પણ વાગી હતી. આ મામલે ક્રિસ્પી અને તેના ડ્રાઈવર વિરૂદ્ધ તે વખતે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.
તસવીરો સૌજન્ય આભાર : આઇએમ ગુજરાત