આ જુગાડ બહાર ના જવો જોઇએ હો…ગરમીથી રાહત મેળવવાનો દેશી જુગાડ ! ખરાબ પડેલા પ્લાસ્ટિક ડ્રમનું બનાવી દીધુ કુલર, વીડિયો થયો વાયરલ

ગરમીમાં બસ થોડા પૈસા અને દેશી જુગાડથી ઘરમાં જ બનાવી લો AC જેવું ચાલવાવાળું કૂલર- જુઓ વીડિયો

Desi Jugaad: ઉત્તર ભારતમાં ઉનાળાની ઋતુમાં તાપમાન વધારે હોય છે. આ સમયે, દિલ્હી, યુપી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન સહિત નજીકના મોટાભાગના રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ સુધી પહોંચી જાય છે. આ ઉનાળાની મોસમ સામાન્ય રીતે માર્ચ-એપ્રિલથી જૂન-જુલાઈ સુધી ચાલે છે. તાપમાનમાં વધારાને કારણે લોકો ગરમીમાં ઘરની અંદર જ રહેવાનું પસંદ કરે છે.

આવી સ્થિતિમાં લોકો રાહત મેળવવા પંખા-કૂલર કે પછી એસીનો ઉપયોગ કરે છે. જો કે, વીજળીની કિંમતને જોતા લોકો કુલરનો ઉપયોગ કરે છે અને ઓછા વપરાશવાળા ઇલેક્ટ્રિકલ ગેજેટ્સનો ઉપયોગ કરે છે. ત્યારે હાલ એક એવો વીડિયો સામે આવ્યો છે, જે ઘણા લોકો કે જેની પાસે કુલર નથી હોતું અથવા તો તેમના બજેટમાં ઉચ્ચ ગુણવત્તાનું કુલર ખરીદવાના પૈસા નથી હોતા, તેમના માટે છે. એક વ્યક્તિએ દેશી જુગાડની મદદથી પાણીના ડ્રમને એક શાનદાર કુલરમાં બદલી નાખ્યુ.

આ માટે વ્યક્તિએ પાણીના ડ્રમ, પંખાની મોટર, પાણીનો પંપ, પાઇપ જેવી જરૂરી વસ્તુઓ લીધી અને પછી તેને એસેમ્બલ કરી. પહેલા તો તેણે ડ્રમની એક બાજુએ એક નાનું ગોળ કાણું કર્યું અને તેને પંખાની મોટર સાથે જોડી દીધું. પંખાની હવા અંદર પ્રવેશી શકે તે માટે ડ્રમની બીજી બાજુથી એક નાનું છિદ્ર કાપવામાં આવ્યું હતું. પાઇપ ડ્રમ હેઠળ મૂકવામાં આવી અને પંખો મોટર સાથે જોડ્યો. જ્યારે કુલર ચાલુ થયુ ત્યારે પંપ પણ ચાલુ થઇ ગયો અને જબરદસ્ત અંદાજમાં કુલર ચાલી પડ્યુ.

આ જુગાડ બળબળતી ગરમીમાં તમારા આસપાસના વાતાવરણને ACની જેમ ઠંડક આપશે. આ દેશી જુગાડ પદ્ધતિ તમને સસ્તામાં કૂલરની મજા માણવામાં મદદ કરશે. વીડિયો જોયા પછી એક યુઝરે લખ્યું, “આ એક સરળ અને અસરકારક રીત છે જેના દ્વારા તમે ઉનાળાના ગરમ દિવસોમાં ઠંડકથી રહી શકો છો.” એકે લખ્યું, “આ તમને સ્વચ્છ અને ઠંડુ વાતાવરણ પ્રદાન કરશે.” આ વીડિયો સામે આવ્યા બાદ હવે ઘણો વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Vicky Sharma (@vikramv5840)

Shah Jina