અભિષેક બચ્ચને ભરી મહેફિલમાં કર્યો ગજબનો ડાન્સ, ઐશ્વર્યા અને આરાધ્યાએ પણ લગાવ્યા ઠુમકા, પછી મિસ વર્લ્ડને આપી એવી કિસ કે જુઓ વીડિયો

IIFA 2022માં આ વખતે સ્ટાર્સની ભરમાર જોવા મળી. ઘણા સ્ટાર્સે તેમના શાનદાર અભિનયથી એવોર્ડ નાઈટમાં આગ લગાવી દીધી હતી. અભિષેક બચ્ચને પણ IIFAમાં પોતાના રોકિંગ ડાન્સ પરફોર્મન્સથી બધાના દિલ જીતી લીધા હતા. પરંતુ અભિષેકના ડાન્સ પરફોર્મન્સના કારણે ઐશ્વર્યા રાય ચર્ચામાં છે.

સોશિયલ મીડિયા પર અભિષેક બચ્ચનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં અભિષેક તેના ડાન્સ પરફોર્મન્સ દરમિયાન સ્ટેજ પરથી નીચે ઉતરે છે અને તેની લેડી લવ ઐશ્વર્યા રાય અને પુત્રી આરાધ્યાની સામે જોરદાર ડાન્સ કરે છે. અભિષેકને ધમાકેદાર ડાન્સ કરતા જોઈને ઐશ્વર્યા પોતાની જાતને કાબૂમાં રાખી શકતી નથી અને તે સીટ પર બેસીને પૂરા જોશથી ડાન્સ કરવા લાગે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે અભિષેકને ડાન્સ કરતા જોઈને તેની દીકરી આરાધ્યા પણ પોતાને ડાન્સ કરતા રોકી શકતી નથી. IIFA એવોર્ડ્સમાં બચ્ચન પરિવારને આ રીતે ડાન્સ કરતો જોવો એ ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછું નથી. આ વીડિયો ખરેખર ચાહકોને ફેમેલી ગોલ્સ આપી રહ્યો છે. પરિવારે એકબીજાને કેવી રીતે ટેકો આપવો આ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

એવોર્ડ શો દરમિયાન અભિષેક ‘હેપ્પી ન્યૂ યર’ના ‘ઈન્ડિયા વાલે’ અને ‘દસવી’ના ‘માચા મચા’ જેવા ગીતો પર ડાન્સ કરતો જોવા મળ્યો, જે અદભૂત સાબિત થયો. અભિનેતા બાદમાં સ્ટેજ પરથી નીચે આવ્યો અને તેને તેના પરિવાર ઐશ્વર્યા અને તેમની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે ડાન્સ કરાવ્યો. આ દરમિયાન અભિષેક બચ્ચનનું પરફોર્મન્સ જોઈને ઐશ્વર્યાને પણ હાઈ એનર્જી મળી હતી અને તે બેસીને જબરદસ્ત રીતે ઝૂલતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by IIFA Awards (@iifa)

અભિષેક અને ઐશ્વર્યાની ટ્યુનિંગ અને કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. પરંતુ આઈફા 2022માં અભિનેત્રીને તેના ડ્રેસ અને લુકને લઈને ફરી એકવાર ટ્રોલ થવી પડી છે. બ્લેક ગાઉન, રેડ લિપસ્ટિક અને મિડલ પાર્ટેડ હેરસ્ટાઈલમાં ઐશ્વર્યાનો લુક ફેન્સને અજીબ લાગી રહ્યો છે. ઘણા યુઝર્સનું કહેવું છે કે ઐશ્વર્યા દરેક ઈવેન્ટમાં એક જ લુક કેરી કરે છે અને તેણે હવે કંઈક નવું કરવું જોઈએ.

Niraj Patel