શું ફરીથી પ્રેગ્નેટ છે એશ્વર્યા રાય ? પતિ અને દીકરી સાથે નાઇટ આઉટની તસવીરો વાયરલ થતા જ લોકો પૂછવા લાગ્યા સવાલ

ઐશ્વર્યાને જોતા જ યુઝર્સે બોલી ઉઠ્યા, આ પ્રેગ્નન્ટ છે કે શું? અભિષેક બચ્ચન પત્ની ને દીકરી સાથે નાઇટ આઉટ પર નીકળ્યો

અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન બોલિવૂડના પ્રખ્યાત સ્ટાર્સમાંના એક છે. જ્યારે પણ તે ઘરની બહાર આવે છે અથવા તો શહેરની બહાર જાય છે, ત્યારે તે પેપરાજીના કેમેરામાં કેદ થઇ જતા હોય છે. ત્યારે હાલમાં જ અભિષેક પત્ની ઐશ્વર્યા અને પુત્રી આરાધ્યા સાથે નાઈટ આઉટ પર ગયો હતો. અભિષેક બચ્ચન પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન અને પુત્રી આરાધ્યા બચ્ચન સાથે શનિવારે રાત્રે એક નાઈટ આઉટ પર BKC એટલે કે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ પહોંચ્યા હતા. જ્યાં ચાહકો તેમને જોઈને ખૂબ જ ખુશ થયા હતા. ત્રણેય રાત માટે કેઝ્યુઅલ સ્ટાઇલિશ કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળ્યા હતા.

જ્યારે અભિષેક બેજ ટ્રાઉઝર અને જાંબલી હૂડી પહેરેલો જોવા મળ્યો હતો, ત્યારે ઐશ્વર્યાએ પટ્ટાવાળી શર્ટ સાથે વાદળી ડેનિમ પેન્ટ પહેર્યું હતું. ત્યાં, આરાધ્યા વાદળી ટી-શર્ટ અને વાદળી ડેનિમ પેન્ટ પહેરેલી જોવા મળી હતી. ત્રણેયે કોરોનાને ધ્યાને લઇ માસ્ક પહેર્યા હતા.વર્ષ 2000માં ફિલ્મ ‘રેફ્યુજી’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિષેક બચ્ચને વર્ષ 2007માં ‘મિસ વર્લ્ડ’ બનેલી અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 4 વર્ષ પછી, વર્ષ 2011માં, અભિષેક અને ઐશ્વર્યા એક સુંદર પુત્રી આરાધ્યા બચ્ચનના માતા-પિતા બન્યા.

બંને પોતાની દીકરીને ખૂબ પ્રેમ કરે છે. ઐશ્વર્યા રાય ઘણીવાર તેની પુત્રી સાથે જોવા મળે છે અને તેની સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. 2 એપ્રિલની રાત્રે અભિષેક બચ્ચન તેની પત્ની ઐશ્વર્યા અને પુત્રી આરાધ્યા સાથે પારિવારિક સમય વિતાવતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેને પેપરાજીઓએ પોતાના કેમેરામાં ત્રણેયને કેદ કરી લીધા હતા. આ અગાઉ, 17 માર્ચ 2022ના રોજ, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની પુત્રી આરાધ્યા બચ્ચન મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

ત્રણેય ફેમિલી વેકેશન પર જઈ રહ્યા હતા. હંમેશની જેમ, ત્રણેય તેમના એરપોર્ટ લુકમાં સ્ટાઇલિશ લાગતા હતા. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ ઐશ્વર્યા રાય અને આરાધ્યાની એક સુંદર તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી હતી. વાયરલ તસવીરમાં ઐશ્વર્યા અને આરાધ્યા પૂલમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા.હંમેશા દીકરીનું ધ્યાન રાખનારી ઐશ્વર્યા ફરી એકવાર આરાધ્યાનો હાથ પકડીને જોવા મળી હતી. આ દરમિયાન આરાધ્યા ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી.

ઐશ્વર્યા રાયને લૂઝ ફિટિંગ આઉટફિટ્સમાં જોઈને લોકો તેના માતા બનવાની વાતો કરવા લાગ્યા હતા. તેનો લુક જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે ઐશ્વર્યા પ્રેગ્નેટ છે. આ પહેલીવાર નથી જ્યારે ઐશ્વર્યાની પ્રેગ્નન્સીને લઈને સવાલો ઉભા થયા હોય. આ અફવા આ પહેલા પણ ઘણી વખત ઉડી ચુકી છે, જે હંમેશા ખોટી સાબિત થતી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઐશ્વર્યા છેલ્લે રાજકુમાર રાવ અને અનિલ કપૂર સાથે ફિલ્મ ‘ફન્ને ખાં’માં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyanvideos)

ત્યારબાદ તે જાણીતા ફિલ્મ નિર્માતા મણિરત્નમની સાથે ‘પોનીયિન સેલવાન’માં જોવા મળશે. અભિનેત્રી આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે. બીજી તરફ અભિષેક હાલમાં તેની આગામી ‘દસવી’નું પ્રમોશન કરી રહ્યો છે, જેમાં તે નિમરત કૌર અને યામી ગૌતમ સાથે જોવા મળશે. તે છેલ્લે ચિત્રાંગદા સાથે ‘બોબ બિશ્વાસ’માં જોવા મળ્યો હતો.

Shah Jina