અભિનેતા મલ્હાર ઠાકર અને ગાયિકા સાંત્વની ત્રિવેદીના અવાજમાં રજૂ થયેલ “આત્માની ઓળખ” ભજને યુવાનમાં ભક્તિનો નવો સંચાર કર્યો

મલ્હાર અને સાંત્વનીનું આ ભજન તમને અલૌકિક દુનિયાની સફર કરાવશે !!

ગુજરાતી સુપર સ્ટાર મલ્હાર ઠાકર અને સુમધુર ગાયિકા સાંત્વની ત્રિવેદી દ્વારા રજૂ કરવામાં આવેલા આત્માની ઓળખને મળી રહ્યો છે બહોળો પ્રતિશાદ મળી રહ્યો છે. પ્રાચીન ભજન આત્માની ઓળખને નવા સંગીત સાથે યુવાનોમાં પણ એક નવી ઓળખ મળી રહી છે.

ગુજરાતી ફિલ્મ કલાકાર મલ્હાર ઠક્કર અને યુવા ગાયિકા સાંત્વની ત્રિવેદી ધ્વારા રજુ કરવામાં આવ્યું પ્રાચીન ભજન લોકોએ ખુબ જ વધાવ્યું. ફિલ્મ નિર્માતા જીગર ચૌહાણ અને સંગીતકાર રાહુલ મુંજારિયા દ્વારા આ પ્રાચીન ભજન આત્માની ઓળખને જીવંત કર્યું છે.

ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર મલ્હાર ઠક્કરને લઈને ફિલ્મ નિર્માતા જીગર ચૌહાણે ગજરાતી પ્રાચીન ભજન આત્માની ઓળખ થોડા સમય પહેલા ક્રિસ્ટલ કલર્સ ઇવેન્ટ સ્ટુડિયો ચેનલ પર લોન્ચ કર્યું હતું, જે ચાહકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યું છે.

યુવા ગાયિકા સાંત્વની ત્રિવેદીના સુમધુર અવાજમાં ગવાયેલા ગીત નવી પેઢીને પસંદ આવે એવા સંગીત સાથે યુવાનોમાં ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે. આ ગીત આત્માની ઓળખ પ્રાચીન સમયમાં ઘણા બધા કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. ઉપરાંત મિરાબાઈ એ પણ આ ગીતને પ્રસ્તુત કર્યાની લોક વાયીકા છે. ૮૪ લાખ અવતાર પછી આત્મા સાથેની ઓળખ “હંસલો અને બગલાનો ભેદ” એવા અનેક વિષય આ ગીતમાં ખુબ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે.

આ ગીતને યુવાનોની સાથે સાથે વડીલોમાં પણ ખુબ લોક પ્રિય બની રહ્યું છે. સંગીત કલાકાર રાહુલ મુંજારિયા એ મલ્હાર ઠક્કર જેવા ખુબ પરિપક્વ અભિનેતા એ પોતાના અભિનયથી આ ગીતને ખુબ સુંદર રીતે પ્રસ્તુત કર્યું છે. આજના સમયમાં યુવાનોમાં ખુબ લોકપ્રિય અને પોતાના ફોક ફ્યુઝન ગીતોથી લોક પ્રિય બનેલા ગાયિકા સાંત્વની ત્રિવેદી ધ્વારા આ ગીતને મધુર આવાજ દર્શાવવામાં આવ્યું.

આ ગીતને ફિલ્માંકન કરવામાં આવ્યું ઝીઝુંવાડા ગામમાં જ્યાં ના લોકોનો ખુબ સુંદર પ્રતિસાદ મળ્યો.જે રીતે આ ગીતને લોકો તરફથી પ્રેમ મળી રહ્યો છે એ મુજબ આ ગીત ઘણા રેકોર્ડ તોડવાની દિશામાં આગળ વધી રહ્યુ છે. તમે પણ નિહાળો આ સુમધુર ગીતને…

Niraj Patel