185 મીટરની ઊંચાઈ પર એક સામાન્ય દોરડા પર ચાલીને આ યુવકે રચ્યો ઇતિહાસ, વીડિયો જોઈને રાડ પાડી ઉઠશો… જુઓ
A dangerous aerial tightrope stunt :દુનિયાભરમાં ઘણા એવા લોકો હોય છે જે દિલ0ધડક સ્ટન્ટ કરવા માટે જાણીતા હોય છે અને ઘણીવાર તેઓ એવા સ્ટન્ટ પણ કરતા હોય છે જેને જોઈને કોઈના પણ શ્વાસ અધ્ધર થઇ જાય. ત્યારે આવા સ્ટન્ટ કરીને તે અવનવા રેકોર્ડ પણ બનાવતા હોય છે. ત્યારે હાલ એવો જ એક રેકોર્ડ હાલમાં બન્યો જેનો વીડિયો જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય, આ દિલધડક કારનામુ કર્યું છે, એસ્ટોનિયાની સ્લેકલાઈન એથલીટ જાન રૂજે, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.
ઇન્સ્ટાગ્રામમાં વીડિયો થયો વાયરલ :
રુઝે પોતાના કારનામાનો વીડિયો પણ શેર કર્યો છે. તે 492 ફૂટના દોરડા પર ચાલીને એક બાજુથી બીજી તરફ ગયો. કતારમાં લુસેલ મરીના ખાતેના ટાવર્સની બંને બાજુ દોરડું બાંધવામાં આવ્યું હતું. જાન રૂઝે રવિવારે આ સફળતા મેળવી છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે હવામાં ગોથા મારતો જોઈ શકાય છે. તે ભારે પવન વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજુબાજુની કોઈ વસ્તુનો આધાર નથી. જમીનથી 185 મીટરની ઉંચાઈએ દોરડું બાંધવામાં આવ્યું છે. તેના પગની હિલચાલ અન્ય વીડિયોમાં જોઈ શકાય છે.
લોકોએ કહ્યું સુપરહિરો :
આ ક્રોસિંગ પૂર્ણ કરીને, તેણે વિશ્વની સૌથી લાંબી સિંગલ-બિલ્ડિંગ સ્લેકલાઇનનો રેકોર્ડ બનાવ્યો છે. રૂજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેના વીડિયો શેર કર્યા છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો તેના વીડિયો પર ઘણી કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ પણ આપી રહ્યા છે. આશ્ચર્ય પણ વ્યક્ત કરે છે. કેટલાક તેને સુપરહીરો કહી રહ્યા છે તો કેટલાક તેને જોખમો સામે લડતો માણસ કહી રહ્યા છે. ઘણા લોકોએ તેને અવિશ્વસનીય પણ ગણાવ્યું છે. તો બીજી તરફ કેટલાક લોકો તેના આ કૃત્યને પાગલપન ગણાવી રહ્યા છે.
View this post on Instagram
કેટલાકને જીવનું લાગ્યું જોખમ :
તેના વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે કહ્યું છે કે, ‘તમે માણસ નથી આ કેટલાક UFO વાળું કામ છે મિત્ર.’ અન્ય એક યુઝરે કહ્યું, ‘આ એક ક્રેઝી મોમેન્ટ છે, ઓહ માય ગોડ.’ ત્રીજા યુઝરે કહ્યું કે, ‘રેડ બુલ સ્ટંટ કરતી વખતે કોઈનું મૃત્યુ થાય તે થોડા સમયની વાત છે.’ ચોથા યુઝરે કહ્યું, ‘આવું પણ શા માટે? શું તમારા જીવનને જોખમમાં નાખવામાં અને અન્યને નુકસાન પહોંચાડવામાં મજા આવે છે? સ્વાર્થી લાગે છે.’