‘ભારત સેમીફાઇનલ જઇ રહ્યુ છે…’ બસ આટલુ બોલી ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યો કમેંટેટર- વાયરલ થયો વીડિયો

‘ભારત સેમીફાઇનલ જઇ રહ્યુ છે…’ બસ આટલુ બોલી ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યો કમેંટેટર, વીડિયો જોઇ ભારતીય થશે ભાવુક

ભારતીય પુરુષ હોકી ટીમે ફરી એકવાર ઈતિહાસ રચ્યો. ક્વાર્ટર ફાઇનલમાં બ્રિટનને હરાવીને ટીમે સતત બીજી વખત ઓલિમ્પિકની સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. આ રોમાંચક મેચમાં ભારતીય ગોલકીપર પીઆર શ્રીજેશે શાનદાર પ્રદર્શન કરતા ટીમને જીત અપાવી. ભારતની મેચ જીતતાની સાથે જ દેશમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.

રમતપ્રેમીઓ નાચવા લાગ્યા અને કોમેન્ટેટર્સ પણ પોતાને દૂર ન રાખી શક્યા, જેઓ ભારતમાં ઓલિમ્પિકના સત્તાવાર પ્રસારણકર્તા જિયો સિનેમા માટે કોમેન્ટ્રી કરી રહ્યા હતા. ભારતીય હોકી ટીમ જીતતાની સાથે જ તે ભાવુક થઈ ગયા હતા. કમેંટ્રી કરતી વખતે તેમની આંખોમાંથી ખુશીના આંસુ આવી ગયા. લોકોને સુનીલ તનેજાની કોમેન્ટ્રી ખૂબ પસંદ છે.

ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન તેમનો અવાજ હિન્દી કોમેન્ટ્રીની જાન બનેલી છે. તે લોકોને સરળ ભાષામાં રમત સમજાવે છે. શૂટઆઉટમાં શ્રીજેશે જેવો જ બીજા ગોલને અટકાવ્યો કે દરેક જગ્યાએથી ભારતની જીતનો અવાજ સંભળાયો. જો કે, આ દરમિયાન, કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા હોકીના સૌથી પ્રતિષ્ઠિત કોમેન્ટેટર સુનીલ તનેજાનો અવાજ આવતો હતો પણ પળવાર માટે કોઈએ એક ક્ષણ માટે ધ્યાન આપ્યું નહીં.

તેમનો અવાજ ઘૂંટાઈ ગયો હતો અને તે વધારે બોલી પણ નહોતા શકતા. આ જીતના આનંદમાં તેઓ થોડી ક્ષણો માટે ભાવુક બની ગયા હતા. ત્યારબાદ તેમણે પોતાની જાતને તૈયાર કરી અને શ્રીજેશની તારીખમાં શબ્દોના બાણ છોડવાનું શરૂ કર્યું.

Previous Article

શ્રાવણના સોમવારે મોટો અકસ્માત : ડીજે હાઇટેંશન તારની ચપેટમાં આવ્યુ, 8 કાવડિયોના મોત

Next Article

ઓગસ્ટમાં આવી ગઈ ખુશખબર: 11 ઓગસ્ટ આ રાશિના લોકો માટે આનંદના સમાચાર, તિજોરી છલકાઈ જશે, જાણો વધુ

error: Protected Content!