બે બે ઘરવાળી વાળા યૂટયૂબર અરમાન મલિકની લાઈફમાં ડખો…એક પત્ની ભરી રહી છે કાન તો બીજી લગાવી રહી છે વાટ…જાણો સમગ્ર મામલો

યુટ્યુબર અરમાન મલિકે તેની બે પત્નીઓ કૃતિકા મલિક અને પાયલ મલિક સાથે બિગ બોસ OTT 3માં એન્ટ્રી કરી હતી. જો કે, પાયલ થોડા દિવસોમાં જ એલિમિનેટ થઇ ગઇ પરંતુ અરમાન-કૃતિકા હજુ પણ બિગ બોસ હાઉસમાં છે. જણાવી દઇએ કે, થોડા દિવસો પહેલા પાયલે તેના વ્લોગમાં શેર કર્યું હતું કે તે નકારાત્મક કમેન્ટ્સથી પરેશાન છે. જ્યારે તે તેના પર હતું ત્યારે તે સારું હતું, પરંતુ હવે તે તેના બાળકો સુધી પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં, જ્યારે અરમાન-કૃતિકા ઘરની બહાર આવશે, ત્યારે તે તેના ત્રણ બાળકોને લઈને તેમનાથી અલગ થઈ જશે.

હવે જોવાનું એ છે કે તે ખરેખર અરમાનથી છૂટાછેડા લે છે કે નહીં. પાયલ ભલે બિગબોસ હાઉસમાંથી બહાર નીકળી ગઇ હોય પરંતુ તે સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે અરમાન અને કૃતિકા માટે કપડાં મોકલ્યા હતા પણ અરમાનને કપડાં નહોતા મળ્યા. આ પછી લોકોએ તેને સોશિયલ મીડિયામાં કૃતિકા વિરૂદ્ધ ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો. પાયલ મલિકનો હાલમાં એક વ્લોગ વાયરલ થઇ રહ્યો છે જમાં અનેક લોકોએ કૉમેન્ટ કરી હતી અને આ કમેન્ટના પાયલે રિપ્લાય પણ આપ્યા હતા.

એક યુઝરે લખ્યું કે, “પાયલ તારી તો વાત જ નથી કરતા બંને તે ખોટું છે. સુરજ માટે અરમાને કહ્યું પણ તમારા વિશે કશું જ નથી કહ્યું. આ બે ઇજ્જતી છે. અરમાન-કૃતિકા સારું રમી રહ્યા છે, ઘર-બાળકો ભૂલી ગયા છે. ત્યારે આ કમેન્ટ પર પાયલે કહ્યુ- ત્યાં ઘણી વસ્તુઓ થતી હોય છે, એવું નથી કે તે મારી વાત નથી કરતા. તે જરૂર કરતા હશે પણ તે એક કલાકમાં નહિ આવતું હોય. એવું ના બને કે તેઓએ અઠવાડિયામાં એક વાર પણ મારી વાત ના કરી હોય.

પાયલે આગળ કહ્યુ- મે હમણાં એક વીડિયો જોયો હતો જેમાં અરમાને કહ્યુ હતુ કે પાયલ હોત તો મને ખાવાનું ન બનાવવા દેત. આ પછી પાયલે કહ્યું, કૃતિકાનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે મારી સાડી સના મકબૂલને આપે છે. આના પર એક યુઝરે લખ્યું હતું કે, “પાયલ, જઈને જુઓ કે કૃતિકા કેવી રીતે અરમાનના કાન ભરવાનું કામ કરે છે. તે એક નંબરની ચાલુ મહિલા છે. અરમાનના કપડાં નથી આવ્યા તો કહે છે કે, કેટલું સારું લાગે છે જ્યારે ઘરેથી કપડાં આવે છે. લાગે છે કે કોઈ તો છે જે તમને પ્રેમ કરે છે.

અરમાન કહે છે કે તેને લાગે છે કે મને તો ઘરવાળા ભૂલી ગયા છે. આને કાન ભરવાનું જ કહેવાય. આ ઉપરાંત યુઝરે એવું પણ કહ્યુ હતુ કે તેને ચાલાકીથી નામ લીધા વગર આ વસ્તુ પોઇન્ટ કર્યું. કોઈએ તેને કહ્યું કે, તું કેટલી સેલફિશ છો કે તારો સામાન આવી ગયો છે છતાં પણ તું આવું કરી રહી છે. કૃતિકા આખા ઘરમાં આ કહેતી ફરે છે છતાં તું કૃતિકાથી સિંપથી રાખે છે. કૃતિકા તારાથી જલે છે.” આના પર પાયલે જવાબ આપ્યો- તેણે આ સીન નથી જોયો.

જો તે સત્ય છે તો ગોલુએ સમજવું જોઈએ કે હું કપડાં જોઈ રહી છું. 4 બાળકો સંભાળી રહી છું. દુકાન પણ સંભાળુ છું. જો હું ગોલું માટે કપડાં મોકલી શકું તો અરમાન માટે કેમ નહીં. મેં અરમાન માટે ગોલું કરતા ડબલ કપડાં મોકલ્યા હતા. હું શું કરું કે અરમાન સુધી કપડાં નથી પહોંચ્યા તો. ચંદ્રિકા પણ કહી રહી હતી કે ભાઈ ગુસ્સો કરી રહ્યા હતા કે તેમના સુધી કપડાં નથી પહોંચ્યા. ગોલુએ સમજવું જોઈએ, તે ખોટુ કહેવાય.

Previous Article

અનંત-રાધિકા અંબાણીના ભવ્ય લગ્ન પર ઘરે બેઠા પાકિસ્તાનીઓને સલાહ, 'અલ્લાહ તમને પણ કાબિલ બનાવે...'

Next Article

વાલીઓ બાળકોને સાચવજો! ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, 88 કેસ-36ના મોત...4 વર્ષનું બાળક સંક્રમિત

error: Protected Content!