‘ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો…’ BF શિખુના હાથોમાં હાથ નાખી ઇટલીના રસ્તા પર ફરતી જોવા મળી જાહ્નવી કપૂર

યુરોપની ગલીઓમાં હાથોમાં હાથ નાખી મસ્તી કરતા જોવા મળ્યા જાહ્નવી કપૂર અને આ વ્યક્તિ, હોટ ફિગર દેખાઈ રહ્યું છે, જુઓ PHOTOS

બોલિવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર તેની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. તે ઘણા વર્ષોથી શિખર પહારિયાને ડેટ કરી રહી છે, એક સમય હતો જ્યારે આ કપલ દુનિયાની નજરથી છુપાઈને રહેતુ જો કે હવે તેઓ ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે. ઘણી વખત જાહ્નવી તેના ગળામાં શિખુ નામનું લોકેટ પહેરેલી જોવા મળે છે.

તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ એક્ટ્રેસ જાહ્નવી કપૂર હાલમાં ફિલ્મની સફળતાનો આનંદ માણી રહી છે. આ ફિલ્મમાં જાહ્નવી રાજકુમાર રાવ સાથે મોટા પડદા પર જોવા મળી રહી છે. ફિલ્મને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

ત્યારે હાલમાં જાહ્નવીએ ઇન્સ્ટાગ્રામ પર તેના પાર્ટનર સાથેના કેટલાક રોમેન્ટિક ફોટા શેર કર્યા છે, જે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા ગ્રાન્ડ પ્રિ-વેડિંગ ફંક્શનના હોવાનું કહેવાઇ રહ્યુ છે. અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન ક્રુઝ પર થયું હતું. જે ઈટાલીથી શરૂ થઈને ફ્રાન્સના કાન્સ શહેરમાં સમાપ્ત થયુ.

આ ફંક્શનમાં જાહ્નવી તેના બોયફ્રેન્ડ સાથે સામેલ થઇ હતી અને કપલે ઘણો સમય સાથે વિતાવ્યો. ત્યારે હવે જાહ્નવીએ ઘણી તસવીરો શેર કરી છે જેમાંથી બે તસવીરમાં તે તેના બોયફ્રેન્ડ શિખર સાથે હાથોમાં હાથ નાખી મસ્તી કરતી જોવા મળી રહી છે. આ સિવાય જાહ્નવીએ તેની સોલો તસવીરો પણ પોસ્ટ કરી છે જેમાં તે ખૂબ જ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે.

એક તસવીરમાં એક્ટ્રેસ રેડ અને વ્હાઇટ કોર્સેટ ડ્રેસમાં તેના કિલર કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. જાહ્નવીએ તેના બોયફ્રેન્ડ શિખર સાથે યુરોપમાં ખૂબ જ મસ્તી કરી હતી. શિખર સાથેની તસવીરોમાં જાહ્નવી યલો શોર્ટ ડ્રેસમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.

તસવીરો શેર કરતી વખતે જાહ્નવીએ લખ્યું, ‘આ બેસ્ટ વીકેન્ડ હતો. આટલા પ્રેમ અને યાદો માટે આભાર’ જાહ્નવી કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો, આગામી સમયમાં તે સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆર સાથે ‘દેવરા’માં જોવા મળશે. આ સિવાય પણ તેની પાસે ઘણા પ્રોજેક્ટ્સ છે.

Previous Article

પતિ સાથે ડિનર ડેટ પર ગયેલી ગર્ભવતી દીપિકા પાદુકોણ ભીડમાં ફસાઇ, રણવીર સિંહે આવી રીતે કરી પ્રોટેક્ટ...મેટરનિટી લુકે ખેંચ્યુ ધ્યાન

Next Article

46 ડિગ્રી ગરમીમાં ઠંડા-ઠંડા કુલ-કુલનો અહેસાસ અપાવી રહી છે મૌની રોય, બાલીમાં મસ્તી કરતી જોવા મળી એક્ટ્રેસ

error: Protected Content!