પતિ સાથે ડિનર ડેટ પર ગયેલી ગર્ભવતી દીપિકા પાદુકોણ ભીડમાં ફસાઇ, રણવીર સિંહે આવી રીતે કરી પ્રોટેક્ટ…મેટરનિટી લુકે ખેંચ્યુ ધ્યાન

પ્રેગ્નેટ દીપિકા પાદુકોણ સાથે ડિનર ડેટ પર નીકળ્યો રણવીર સિંહ, દીપિકાએ એવો ડ્રેસ પહેર્યો કે જોતા જ ચોંકી ઉઠશો, જુઓ તસવીરો

બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ આ દિવસોમાં તેના પ્રેગ્નેંસી પીરિયડને એન્જોય કરી રહી છે. દીપિકાને અવાર નવાર પતિ તેમજ પરિવાર સાથે ક્યાંકને ક્યાંક સ્પોટ કરવામાં આવે છે. ત્યારે હાલમાં જ રાત્રે મોમ ટુ બી દીપિકા તેના પતિ અને સાસુૃ-સસરા સાથે ડિનર ડેટ પર ગઈ હતી, જ્યાં તે તેના લુકથી બધાનું ધ્યાન આકર્ષિત કરતી જોવા મળી.

હવે અભિનેત્રીની આ તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે દીપિકા પાદુકોણ રેડ ચેક આઉટફિટમાં ખૂબ જ શાનદાર લાગી રહી છે. આ લૂઝ ડ્રેસમાં તે તેના બેબી બમ્પને પણ ફ્લોન્ટ કરતી જોવા મળી. તેણે પોતાનો લુક ટ્રાસપરન્ટ ચશ્મા અને લો બન સાથે કમ્પ્લીટ કર્યો હતો.

આ દરમિયાન રણવીર સિંહ સફેદ શર્ટ, ડેનિમ પેન્ટ અને માથા પર વાદળી કેપમાં જોવા મળ્યો હતો અને ડેશિંગ લાગી રહ્યો હતો. એક્ટર તેની પત્નીની ખૂબ જ કાળજી રાખતો પણ જોવા મળ્યો. આ ઉપરાંત તે દીપિકાને ભીડથી પ્રોટેક્ટ કરતો પણ જોવા મળ્યો. જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા.

હવે લગ્નના છ વર્ષ બાદ કપલ પોતાના પ્રથમ બાળકનું આ દુનિયામાં સ્વાગત કરવા ખૂબ જ ઉત્સાહિત છે. દીપવીર (દીપિકા અને રણવીર) સપ્ટેમ્બર 2024માં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરશે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, દીપિકા પાદુકોણની સિંઘમ અગેઇન રિલીઝ માટે તૈયાર છે, જેમાં તે શક્તિ શેટ્ટીના રોલમાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina