દૂધીનું બેગ બનાવી ઉર્ફી જાવેદે બતાવી અતરંગી ફેશન, લોકો બોલ્યા- હવે ઘરે જઇ શાક બનાવી લેશે…

આ વખતે ઉર્ફી જાવેદના અતરંગી કપડાએ નહિ પણ હેંડબેંગે લૂંટી લાઇમલાઇટ, તમે પણ જોઇ કહેશો- આ શું છે ભાઇ ?

ઉર્ફી જાવેદ હંમેશા પોતાની આકર્ષક ફેશનથી બધાનું ધ્યાન ખેંચે છે. કપડામાં પ્રયોગ કર્યા પછી હવે ઉર્ફી જાવેદે તેની હેન્ડબેગ સાથે કંઈક એવું કર્યું કે બધા જોતા જ રહી ગયા. ઉર્ફી જાવેદ હંમેશા તેના લુક અને ફેશન સ્ટાઈલથી લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. ઉર્ફી તેની બોલ્ડ ફેશન સ્ટાઈલ માટે જાણીતી છે, પરંતુ આ વખતે તે તેના કપડાને કારણે નહીં પરંતુ તેની હેન્ડબેગને કારણે લાઇમલાઇટ મેળવી રહી છે.

ઉર્ફી જાવેદની બેગ જોયા પછી લાગે છે કે તેને પણ ‘પંચાયત 3’નો ફીવર ચઢી ગયો છે. વાસ્તવમાં ઉર્ફી જાવેદ ‘લૌકી’ હેન્ડબેગ સાથે જોવા મળી. ઉર્ફી જાવેદની ઘણી તસવીરો સામે આવી છે, જે વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તેનાો લુક નહિ પણ તેની દૂધીની હેન્ડબેગ બધાનું ધ્યાન ખેંચી રહી છે. ઉર્ફી જાવેદે પોતાની આ ખાસ બેગ સાથે અનેક પોઝ આપ્યા.

જ્યારે પેપ્સે ઉર્ફીને આ બેગ વિશે પૂછ્યું, ત્યારે અભિનેત્રીએ ખુલાસો કર્યો કે તે ‘પંચાયત’થી પ્રેરિત છે. જણાવી દઈએ કે વેબ સીરિઝ ‘પંચાયત 3’નું પ્રમોશન પણ દૂધી સાથે કરવામાં આવ્યું હતું. લુકની વાત કરીએ તો, આ દરમિયાન ઉર્ફી જાવેદ પોલ્કા ડોટ્સ સાથેનો મીની ડ્રેસ પહેરેલી જોવા મળી હતી, જેની સાથે તેણે ગ્રે પુલઓવર પહેર્યું હતું. ઉર્ફી જાવેદે સિલ્વર ઇયરિંગ્સ અને બ્લેક હીલ્સ સાથે તેનો લુક પૂર્ણ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઉર્ફી જાવેદે 2021માં વૂટના વિવાદાસ્પદ રિયાલિટી શો ‘બિગ બોસ ઓટીટી 1’થી ખ્યાતિ મેળવી હતી. ઉર્ફીએ બડે ભૈયા કી દુલ્હનિયા, ચંદ્ર નંદિની, મેરી દુર્ગા, સાત ફેરો કી હેરા ફેરી, બેપનાહ, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ જેવા ઘણા ડેઈલી સોપ્સમાં પણ કામ કર્યું છે. તે ટૂંક સમયમાં તેના રિયાલિટી શો ‘ફોલો કર લો યાર’ સાથે OTT સ્ક્રીન પર જોવા મળશે.

Shah Jina