RCBના WPL 2024 ચેમ્પિયન બનતા જ ભાગેડુ વિજય માલ્યાએ કહ્યું, “જો RCB મેન્સ ટીમ IPL જીતે તો…”

‘જો RCB મેન્સ ટીમ…’ RCB ફિમેલ ટીમના ખિતાબ જીત્યા બાદ ભાગેડુ વિજય માલ્યાએ કર્યુ આવું રિએક્ટ, વાયરલ થઇ ગઇ પોસ્ટ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ વિમેન્સ પ્રીમિયર લીગ 2024 (WPL 2024) નું ટાઇટલ જીતીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ ટાઈટલ જીતથી ચાહકોમાં એક અલગ જ આનંદ હતો, કારણ કે તેમની ટીમે 16 વર્ષમાં પ્રથમ વખત ટ્રોફી જીતી હતી. ટીમના ભૂતપૂર્વ માલિક વિજય માલ્યાએ પણ RCBની આ જીત પર ખુશી વ્યક્ત કરી હતી, પરંતુ તે તેને ઊંધી પડી ગઇ.

ચાહકોએ વિજયને ખૂબ ખરી ખોટી સંભળાવી. વાસ્તવમાં, RCBની જીત પછી ફ્રેન્ચાઇઝીના ભૂતપૂર્વ માલિક માલ્યાએ ટ્વિટર પર લખ્યુ- WPL જીતવા પર RCB ટીમને હાર્દિક શુભકામનાઓ. આ બે ગણુ શાનદાર હશે જો મેન્સ RCB ટીમ IPL જીતે, જે લાંબા સમયથી લંબિત છે. ગુડ લક. બસ પછી શું હતુ વિજય માલ્યાની આ પોસ્ટ બાદ ચાહકોએ તેની ક્લાસ લઇ લીધી. એક યુઝરે લખ્યું, “હું તારી ખાલ ઉધેડી દઇશ”, SBIના કર્મચારીઓ કદાચ આ જ વિચારી રહ્યા હશે.

અન્ય એક યુઝરે લખ્યું કે, “માલ્યા, ટ્રોફી ઉપાડવા ભારત આવો, કોઈ કંઈ નહીં કહે.” અન્ય એક યુઝરે ગુસ્સે ભરાયેલા ઈમોજી સાથે લખ્યું, “પૈસા પાછા કર.” જણાવી દઈએ કે RCBએ ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ ટીમને હરાવીને ટાઈટલ જીત્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની ટીમે સારી શરૂઆત છતાં 18.3 ઓવરમાં 113 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ લક્ષ્યનો પીછો કરતા આરસીબીએ 19.3 ઓવરમાં જીત મેળવી હતી. આરસીબીનો 8 વિકેટે વિજય થયો હતો.

Previous Article

યુઝી ચહલની પત્ની ધનશ્રીનો ટ્રોલર્સ પર ફૂટ્યો ગુસ્સો, થઇ ઇમોશનલ, બોલી- મારો પરિવાર...

Next Article

બોલિવુડના ખ્યાતનામ સિંગર હિમેશ રેશમિયાએ કર્યા કષ્ટભંજન દાદાના દર્શન

error: Protected Content!