ક્રિકેટ જગતમાંથી આવ્યા દુખદ સમાચાર ! આ દિગ્ગજ ક્રિકેટરે અચાનક દુનિયાને કહ્યુ અલવિદા

પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન સઈદ અહેમદનું 86 વર્ષની વયે નિધન થયું છે. સઈદ અહેમદે 41 ટેસ્ટ મેચોમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું, જેમાં પાંચ સદી અને 16 અડધી સદીની મદદથી 2,991 રન બનાવ્યા. સઈદ અહેમદે તેમની જમણા હાથની ઓફ સ્પિન બોલિંગથી 22 વિકેટ પણ લીધી છે. સઈદ અહેમદે 1958માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતુ અને 1972-73ના પ્રવાસ દરમિયાન મેલબોર્નમાં પાકિસ્તાન માટે તેમણે છેલ્લી ટેસ્ટ રમી હતી.

સઈદ અહેમદ પાકિસ્તાનના છઠ્ઠા ટેસ્ટ કેપ્ટન હતા અને 1969માં ઈંગ્લેન્ડના રાષ્ટ્રીય પ્રવાસ દરમિયાન તેમણે હનીફ મોહમ્મદને ટીમના કેપ્ટન તરીકે સ્થાન આપ્યું હતું. સઈદ અહમદનો જન્મ 1937માં જલંધરમાં થયો હતો, જે તે સમયે બ્રિટિશ ભારતમાં હતો, જે હવે ભારતીય પંજાબનો ભાગ છે. સઈદ અહેમદે 20 વર્ષની ઉંમરે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બ્રિજટાઉન ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું, જ્યાં હનીફ મોહમ્મદે 970 મિનિટ સુધી બેટિંગ કર્યા બાદ 337 રન બનાવ્યા હતા.

ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ સઈદ અહેમદે પોતાની જાતને ક્રિકેટથી દૂર કરી લીધી હતી. સઈદ અહેમદ ઘણા વર્ષો સુધી લાહોરમાં એકલા રહેતા હતા. બગડતી તબિયતને કારણે તેમને વારંવાર હોસ્પિટલ જવું પડતું હતું. બુધવારે બપોરે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને થોડી જ વારમાં તેમનું નિધન થઇ ગયુ. સઈદ અહેમદના પરિવારમાં બે પુત્રો, એક પુત્રી અને સાવકા ભાઈ યુનિસ અહેમદ છે. યુનિસ અહેમદે પાકિસ્તાન માટે ચાર ટેસ્ટ રમી હતી. જો કે, સઈદ અહેમદનો કેપ્ટન તરીકેનો કાર્યકાળ માત્ર ત્રણ ટેસ્ટ જ રહ્યો હતો.

પીસીબીના અધ્યક્ષે શોક વ્યક્ત કરતા કહ્યું, ‘પૂર્વ ટેસ્ટ કેપ્ટનના નિધનથી પીસીબી દુખી છે અને સઈદ અહેમદના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે. તેણે પૂરા દિલથી પાકિસ્તાનની સેવા કરી અને PCB તેના રેકોર્ડ અને ટેસ્ટ ટીમની સેવાઓનું સન્માન કરે છે. જણાવી ધઇએ કે, સઈદને કેપ્ટન તરીકે પોતાની પ્રતિભા બતાવવાની વધુ તક મળી ન હતી. સઈદે પોતાની જોરદાર બેટિંગના કારણે ખૂબ જ ઝડપથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી હતી.

Shah Jina