IPL 2024 : RCBએ ચાહકોને આપી મોટી ગિફ્ટ, સિઝનની શરૂઆત પહેલા જ બદલ્યુ નામ, જાણો નવું નામ

IPL 2024 પહેલા આખરે RCB એ બદલ્યુ નામ, હવે બેંગલોર નહિ પણ બેંગલુરુ….

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024) માં RCB એ પોતાનું નામ બદલી દીધુ છે. આ લીગની 16 સિઝન રમનાર રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) એ બેંગલોરની જગ્યાએ હવે પોતાનું નામ બેંગલુરુ કરી દીધુ છે. એટલે કે હવે ટીમની ઓળખ શહેરના નવા નામ બેંગલુરુ પર જ થશે. ફ્રેન્ચાઇઝીએ મંગળવારે તેની UNBOX પ્રોગ્રામ ટીમના નવા નામની જાહેરાત કરી. વર્ષ 2008માં આવેલી આ લીગમાં અગાઉ આરસીબી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરીકે જાણીતી હતી.

1 નવેમ્બર 2014થી કર્ણાટક સરકારે શહેરનું નામ બેંગ્લોરથી બદલીને બેંગલુરુ કર્યું, તેને સ્થાનિક ભાષાની નજીક લાવ્યું. ત્યારથી ક્રિકેટ ચાહકો આ ફ્રેન્ચાઇઝીને તેના નામમાં આ ફેરફાર કરવાની સલાહ આપતા રહ્યા. પરંતુ તેણે આઈપીએલની 16 સીઝન સુધી આ ફેરફાર કર્યો નહોતો અને હવે આખરે 2024 IPL પહેલા ટીમે તેના નામના ફેરફાર કરી દીધો છે. ફ્રેન્ચાઈઝી માટે મંગળવારનો દિવસ ખાસ હતો.

આ પ્રસંગે ટીમે નવા ગીત, જર્સી લોન્ચ અને ડાન્સ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ સાથે તાજેતરમાં વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ટાઇટલ જીતનાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મહિલા (RCBW) ટીમનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પુરૂષ ટીમના ખેલાડીઓએ મહિલા ટીમને ગાર્ડ ઓફ ઓનર પણ આપ્યું હતું. સ્મૃતિ મંધાનાની કપ્તાનીમાં ટીમે પહેલું ટાઈટલ જીત્યું છે.જણાવી દઈએ કે જો આઈપીએલમાં નામ બદલવાની ટીમોની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આવું કરનારી પ્રથમ ટીમ નથી.

આ પહેલા ત્રણ વર્ષ અગાઉ કિંગ્સ ઇલેવન પંજાબ તરીકે ઓળખાતી ફ્રેન્ચાઇઝીએ તેનું નામ બદલીને પંજાબ કિંગ્સ (PBKS) રાખ્યું હતું. દિલ્હીએ તેનું જૂનું નામ દિલ્હી ડેરડેવિલ્સ બદલીને દિલ્હી કેપિટલ્સ (DC) કર્યું. ટીમમાં JSWનું રોકાણ વધ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પહેલા પણ ટીમ રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ, જે હવે આ લીગનો ભાગ નથી, તેણે તેના નામમાંથી છેલ્લો અક્ષર S કાઢી નાખ્યો હતો.

Shah Jina