યુઝી ચહલની પત્ની ધનશ્રીનો ટ્રોલર્સ પર ફૂટ્યો ગુસ્સો, થઇ ઇમોશનલ, બોલી- મારો પરિવાર…

યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રીને આવ્યો ગુસ્સો ! ટ્રોલર્સને સંભળાવી ખરી-ખોટી, કહ્યુ- મારા પરિવાર પર ખરાબ અસર પજી પડે છે

‘ના ભૂલો કે હું પણ તમારી માં-બહેન…’ ધનશ્રી વર્માનો નફરત ફેલાવવા વાળાને જડબાતોડ જવાબ, બોલી- ફાઇટર છું…

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. બંને અવાર નવાર તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતા રહે છે. ધનશ્રી અને ચહલ તાજેતરમાં જ ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જાના સ્ટેજ પર એકસાથે જોવા મળ્યા હતા. ધનશ્રીએ તેના કોરિયોગ્રાફર પ્રતીક ઉત્તેકર સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તે બાદ ટ્રોલર્સે તેને નિશાન બનાવી હતી.

એવા અહેવાલો હતા કે તેમની અને યુઝવેન્દ્ર ચહલ વચ્ચે કંઈ સારું નથી ચાલી રહ્યું. ચહલના ચાહકોને આ તસવીર બિલકુલ પસંદ ન આવી અને તેઓએ તેની આકરી ટીકા કરી. તે સમયે તો ધનશ્રી વર્મા ચૂપ રહી હતી પરંતુ હવે તેણે એક વીડિયો જાહેર કરીને નફરત ફેલાવનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. ધનશ્રીએ ટ્રોલ કરનારાઓને યાદ અપાવ્યું કે તે પણ તેની માતા અને બહેનની જેમ એક મહિલા છે. ટ્રોલ્સના કારણે તેનો પરિવાર પ્રભાવિત થયો છે. ધનશ્રી વર્માએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે.

વીડિયોમાં ધનશ્રીએ કહ્યું- તે થોડા સમય માટે સોશિયલ મીડિયામાંથી બ્રેક લઈ રહી છે જેથી તે પોતાના મનને શાંત રાખી શકે. તેણે ટ્રોલ કરનારાઓને નફરત ફેલાવવાનું બંધ કરવા વિનંતી કરી કારણ કે તેનાથી તેના પરિવારને અસર થાય છે.ધનશ્રીએ કહ્યું, ‘હું મારા જીવનમાં ક્યારેય ટ્રોલ કે મીમ્સથી પ્રભાવિત નથી થઈ. આ વખતે તેની અસર મારા અને મારા પરિવાર પર પડી છે. તમે આ વિશે શું મહેસૂસ કરી રહ્યા છો ? કેટલાક નિર્ણયો કે રાય સામે રાખવાની તુલનામાં પૂછવું અને પહેલા માણસ બનવું આટલું સરળ છે.

તમને બધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમારા વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે. પરંતુ તમે લોકો ભૂલી જાઓ કે અમારો પણ એક પરિવાર છે.’ યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ ચાહકોને વિનંતી કરી હતી કે લોકોએ નફરત ફેલાવવાનું બંધ કરવું પડશે. તેણે કહ્યું કે જો તે બધા પોતાની પ્રતિભા અને કૌશલ્ય પર ધ્યાન આપે તો સારું રહેશે. ધનશ્રીએ કહ્યું કે તે આ માધ્યમની મદદ લઈ રહી છે જેથી અમે બધાનું મનોરંજન કરી શકીએ. પરંતુ અમે એવું નથી કરતા. તમારે લોકોએ એ ન ભૂલવું જોઈએ કે હું પણ એક સ્ત્રી છું.

તમારી બહેન, માતા, મિત્ર, પત્ની એ બધા જ એક મહિલા છે. આવી સ્થિતિમાં આ યોગ્ય નથી. હું ફાઇટર છું. હું ક્યારેય હાર માનતી નથી. હું આ વખતે પણ હાર માનીશ નહીં. હું સકારાત્મક રહીશ. ધનશ્રી વર્માનો આ વીડિયો જોઈને ટ્રોલ કરનારા ચોક્કસ ચોંકી જશે. જણાવી દઇએ કે, ધનશ્રી વર્માને ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જામાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી મળી હતી. તે ટોપ 5 ફાઇનલિસ્ટમાંની એક હતી. અંગત જીવનની વાત કરીએ તો ચહલ અને ધનશ્રીએ વર્ષ 2020માં લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9)

Shah Jina