હાઇ કોલેસ્ટ્રોલ તરફ ઇશારો કરે છે પગના આ લક્ષણો…ભૂલથી પણ ના કરો ઇગ્નોર નહિ તો પડી શકો છો ગંભીર પરેશાનીમાં…

નવા જમાનામાં લાઇફસ્ટાઇલ સંબંધિત બીમારીઓ એટલી ઝડપથી ફેલાઈ રહી છે કે તેનો ઉકેલ લાવવો શક્ય નથી. કોલેસ્ટ્રોલ લેવલનું વધતુ સ્તર એ આ બીમારીઓમાંથી એક છે. હાઈ કોલેસ્ટ્રોલને કારણે હ્રદયરોગ, હાઈ બીપી, ડાયાબિટીસ અને સ્થૂળતાની સાથે અનેક રોગો થાય છે. આવી સ્થિતિમાં, આરોગ્ય નિષ્ણાતો હંમેશા હાઇ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવાના પ્રયાસો પર ભાર મૂકતા આવ્યા છે.

શરીરમાં હાઇ કોલેસ્ટ્રોલના ઘણા સંકેતો છે, પરંતુ પગની ત્વચામાં ફેરફાર આવવો એ પણ આનો સટીક સંકેત છે. ચાલો જાણીએ કે જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે ત્યારે પગ પર કયા પ્રકારના સંકેતો જોવા મળે છે. જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે, ત્યારે પગની ત્વચાનો રંગ બદલાવા લાગે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે જ્યારે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી જાય છે ત્યારે તેની અસર શરીરમાં બ્લડ સર્ક્યુલેશન પર પડે છે અને ઓક્સિજન પગ સુધી યોગ્ય રીતે પહોંચતું નથી.

આવી સ્થિતિમાં પગની ત્વચાનો રંગ જાંબલી અથવા આછો વાદળી દેખાવા લાગે છે. કોલેસ્ટ્રોલ વધવાને કારણે પગમાં દુખાવો થવો એ એક સામાન્ય લક્ષણ છે. જ્યારે કોલેસ્ટ્રોલ વધે છે, ત્યારે રક્ત પરિભ્રમણ પૂરતું નથી અને તેના કારણે પગમાં દુખાવો થાય છે અને ક્યારેક પગ સુન્ન થવા લાગે છે. આવી સ્થિતિમાં, આ લક્ષણોને અવગણવાને બદલે તમારે ડૉક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ.

જો તમારા તળિયા દરેક ઋતુ અને દરેક વાતાવરણમાં ઠંડા રહેતા હોય તો તે શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાના સંકેત છે. હાઇ કોલેસ્ટ્રોલના કિસ્સામાં આવું થાય છે, એટલે તેને અવગણવું ખતરનાક સાબિત થઇ શકે છે. જો પગમાં ઈજા પહોંચી હોય અને સાજા થવામાં લાંબો સમય લાગે તો પણ સાવચેત રહેવું જોઈએ. જ્યારે પગમાં કોલેસ્ટ્રોલ વધી જવાને કારણે લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી ત્યારે પગમાં થયેલા ઘા ઝડપથી રૂઝાતા નથી. આવી સ્થિતિમાં તબીબી તપાસ કરાવવી જરૂરી છે.

(Disclaimer: ઉપરોક્ત માહિતી જાણકારી પર આધારિત છે, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

Previous Article

ફાસ્ટ ફૂડ ટ્રક બાદ હવે આવી ગયું ફાસ્ટ રેસ્ટોરન્ટ, આનંદ મહિન્દ્રા પણ કારીગરી જોઈને રહી ગયા હેરાન, શેર કર્યો વીડિયો, જુઓ

Next Article

ચોટીલા ડુંગર પર કેમ કોઇ નથી કરતુ રાત્રિ રોકાણ ? જાણો રહસ્ય

error: Protected Content!