ફાસ્ટ ફૂડ ટ્રક બાદ હવે આવી ગયું ફાસ્ટ રેસ્ટોરન્ટ, આનંદ મહિન્દ્રા પણ કારીગરી જોઈને રહી ગયા હેરાન, શેર કર્યો વીડિયો, જુઓ

આનંદ મહિન્દ્રાએ શેર કર્યો હરતા ફરતા રેસ્ટોરન્ટનો વીડિયો, લોકો પણ રહી ગયા હેરાન, બોલ્યા.. ભારતમાં ક્યારે આવશે ? જુઓ

Food Truck That Turns Into Restaurant : આજે દરેક દિશામાં તમને પ્રગતિ જોવા મળી રહી છે. કોઈપણ વ્યવસાય હોય આધુનિક ટેક્નોલોજી દ્વારા આ વ્યવસાય ખુબ જ આગળ પણ નીકળી રહ્યા છે. તમે બજારમાં જાવ ત્યારે તમને વિવિધ પ્રકારની ફૂડ ટ્રક પણ જોવા મળતી હશે, જે રોડના કિનારે જ ઉભા રહીને તમને ટેસ્ટી ફૂડ પીરસે છે. પરંતુ હાલ એક એવો વીડિયો સામે આવ્યો છે જેને આનંદ મહિન્દ્રાને પણ હેરાન કરી દીધા છે. આ વીડિયોમાં ફૂડ ટ્રક નહિ પરંતુ ફાસ્ટ રેસ્ટોરન્ટ જોવા મળી રહ્યું છે.

આનંદ મહિન્દ્રાએ શેર કર્યો વીડિયો :

આનંદ મહિન્દ્રા દેશના જાણીતા ઉદ્યોગપતિ છે. પરંતુ તે સોશિયલ મીડિયા પર તેની મજબૂત હાજરી માટે પણ જાણીતો છે. આનંદ મહિન્દ્રા X પર ખૂબ જ સક્રિય છે અને દરરોજ રસપ્રદ અને માહિતીપ્રદ સામગ્રી શેર કરે છે જે લોકોને ખૂબ ગમે છે. આનંદ મહિન્દ્રાએ હવે એક જૂનો વીડિયો શેર કર્યો છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમણે ચાઈનીઝ ફૂડ ટ્રકનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તમે જોશો કે એક ટ્રક છે જે થોડી જ મિનિટોમાં સંપૂર્ણ રીતે રેસ્ટોરન્ટમાં પરિવર્તિત થઈ જાય છે.

ટ્રકમાં ઉભું કર્યું રેસ્ટોરન્ટ :

પ્રથમ ટ્રકનો ગેટ ખુલે છે જે રેસ્ટોરન્ટની સીડી બની જાય છે. આ પછી, ટ્રક ચારે બાજુથી એક પછી એક ખુલવા લાગે છે અને તે હોટેલ જેવો દેખાવા લાગે છે. 24 સેકન્ડનો આ વીડિયો જોયા પછી તમે પણ પહેલીવાર વિચારશો કે શું આ શક્ય છે. પરંતુ ચીનમાં આ બિલકુલ શક્ય છે. આ શેર કરતી વખતે આનંદ મહિન્દ્રાએ કેપ્શનમાં લખ્યું છે  “ફાસ્ટ ફૂડ, ફૂડ ટ્રક્સ અને હવે ફાસ્ટ રેસ્ટોરન્ટ્સ. એક નવું બિઝનેસ મોડલ છે જે સમગ્ર રેસ્ટોરન્ટને સ્થાનથી મુક્ત કરે છે. બજાર જ્યાં હોય ત્યાં જાય છે.”

વીડિયોથી સૌ કોઈ પ્રભાવિત :

આ વીડિયોને અત્યાર સુધી 3 લાખ 65 હજારથી વધુ લોકોએ તેને જોયો છે અને ઘણા લોકોએ તેના પર કમેન્ટ પણ કરી છે. લોકોને આ નવી ટેક્નોલોજી ખૂબ જ પસંદ આવી રહી છે. એક યુઝરે ટિપ્પણી કરી છે – એક જ સમયે ફ્લેક્સિબલ અને મૂવિંગ બંને. અન્ય યુઝરે કોમેન્ટ કરી છે – હવે ફાસ્ટ હોસ્પિટલ આવવાની છે. ત્રીજા યુઝરે લખ્યું- આ ફાસ્ટ ફૂડ વેચનાર તેના મેનેજર કરતા વધુ કમાતો હોવો જોઈએ. ચોથા યુઝરે લખ્યું છે – વાહ, આ એક સરસ વિચાર છે. તે તાર્કિક રીતે પણ સાચું છે.

Niraj Patel