ઇન્ટરનેટ પર ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે, જેમાં એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય તો ઘણીવાર એવી ઘટનાઓ પણ સામે આવે છે જેને જોઈને આપણે પેટ પકડીને હસવા લાગીએ. ત્યારે ટ્રાફિક નિયમોના પાલન માટે ઘણા લોકો એવા કામ કરતા હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. હાલ એક ટેણીયાનો એવો વીડિયો સામે આવ્યો છે જેમાં તે એક બકરી ઉપર હેલ્મેટ પહેરીને બેઠેલો જોવા મળે છે.
હવે અમે તમને જે વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ તે જોઈને સૌથી પહેલા તમે વિચારશો કે બાળકોનું દિમાગ આટલું તેજ કેવી રીતે હોઈ શકે છે અને આ જોઈને તમે તમારા હાસ્ય પર કાબૂ નહીં રાખી શકો. આ વીડિયો એક બાળકનો છે, જે બકરીની સવારી કરી રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ખાલી મેદાનમાં એક બાળક હેલ્મેટ પહેરીને બકરી પર બેઠો છે અને બકરી પણ ખૂબ મસ્તીથી ચાલી રહી છે.
જે રીતે લોકો ઘોડા પર બેસે છે તે રીતે બાળક હેલ્મેટ પહેરીને બકરી પર બેઠો છે. બાળકની સ્ટાઈલ જોઈને લાગે છે કે તે ઘોડા પર સવાર થઈ રહ્યો છે. આ સિવાય બાળકે બકરીના ગળામાં એક ગમછાને ફસાવીને બંને છેડા પોતાના હાથથી પકડ્યા છે. પરંતુ થોડે દૂર ગયા પછી તમે જોશો કે બાળકનો પગ જમીન પર ફસાઈ ગયો અને ખરાબ રીતે નીચે પડી ગયો.
View this post on Instagram
આ વીડિયો જોવામાં ખૂબ જ મજેદાર છે અને લોકો તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર વીડિયો a_k_r_16k નામના પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. આ વીડિયો પર લોકો ઘણી ફની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- પહેલા કારનું મેન્ટેનન્સ કરાવો. બીજાએ લખ્યું- પ્રાણીઓને આ રીતે હેરાન કરવું ખૂબ જ ખોટું છે.