ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી કૃણાલ પંડ્યાએ શાનદાર અંદાજમાં ઉજવ્યો તેનો જન્મ દિવસ, તસવીરો થઇ વાયરલ

ખુબ જ ગરીબીમાંથી બહાર આવીને પોતાનું આગવું નામ કરનારા પંડ્યા બ્રધર્સને આજે કોઈ ઓળખની જરૂર નથી રહી. પોતાના શાનદાર પ્રદર્શનના કારણે બંને ભાઈ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાએ ભારતીય ટીમમાં પોતાની જગ્યા બનાવી છે. આજે પંડ્યા બ્રધર્સ ખુબ જ લક્ઝુરિયસ લાઈફ જીવે છે અને તેમની પાસે તમામ પ્રકારની સુખ સાહેબી છે.

હાલમાં જ કૃણાલ પંડ્યાએ પોતાના 31માં જન્મ દિવસની ઉજવણી કરી, જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. કૃણાલનો જન્મ 24 માર્ચ 1991ના રોજ થયો હતો. તેમના દિવંગત પિતા હિમાંશુ પંડ્યાએ બંને ભાઈઓને ક્રિકેટર બનાવવામાં ઘણી મહેનત કરી હતી.

કૃણાલ પંડ્યાનો જન્મ દિવસ ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો, તેના જન્મ દિવસ નિમિત્તે ખાસ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેની ઘણી તસવીરો સામે આવી છે. કૃણાલ પંડ્યાના ભાભી અને હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક તસવીરો શેર કરી છે.

આ ઉપરાંત બીજી પણ કેટલીક તસવીરો કૃણાલની પત્ની પંખુડી શર્માએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં શેર કરી છે. જેમાં કૃણાલનો જન્મ દિવસ ખુબ જ ધામધૂમથી મનાવવામાં આવતો જોવા મળી રહ્યો છે. કૃણાલ કેક કાપી રહ્યો છે અને પંખુડીને પોતાના હાથે ખવડાવતો જોવા મળે છે.

કૃણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યાએ તેમના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે. તે બેટ ભાડે લઈને ક્રિકેટ રમતા હતા. આ સાથે તે પેટ ભરવા માટે મેગી ખાતા હતા. પરંતુ આજે કૃણાલ ખૂબ જ સફળ ક્રિકેટર છે. ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી અને આઈપીએલમાં શાનદાર પ્રદર્શને કૃણાલ પંડ્યાને સફળ બનાવ્યો. કૃણાલે IPLમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં જગ્યા બનાવી હતી.

કૃણાલ પંડ્યા ઉપર IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા પ્રથમ દાવ લગાવવામાં આવ્યો હતો. ક્રુણાલે વર્ષ 2016માં મુંબઈ તરફથી IPLમાં ડેબ્યૂ કર્યું હતું. પહેલી જ મેચમાં આ ડાબા હાથના બેટ્સમેને 11 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી અણનમ 20 રન બનાવ્યા હતા. આ પછી આ ડાબોડી સ્પિનરે 4 ઓવરમાં માત્ર 20 રન આપીને વિકેટ પણ લીધી હતી. મુંબઈ તરફથી આ ખેલાડીએ 84 આઈપીએલ મેચ રમી છે. તેણે 1143 રન બનાવવા ઉપરાંત 51 વિકેટ પણ લીધી હતી.

તેને વર્ષ 2018માં IPLમાં સતત સારા પ્રદર્શનનો પુરસ્કાર ત્યારે મળ્યો જ્યારે તેને ટીમ ઈન્ડિયા તરફથી ફોન આવ્યો. તેણે 4 નવેમ્બર 2018ના રોજ ઈડન ગાર્ડન્સ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ટી20 બાદ તેને ગયા વર્ષે વનડેમાં ડેબ્યૂ કરવાની તક પણ મળી હતી. કૃણાલે ભારત માટે 19 T20 અને 5 ODI મેચ રમી છે.

કૃણાલ પંડ્યા IPLની વર્તમાન સિઝનથી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ નથી. તેને ટીમે રિટેઈન કર્યો ન હતો. વર્તમાન સિઝન માટે તેને લખનઉ સુપર જાયન્ટ્સે 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. એટલે કે, તે 4 ગણો મોંઘો વેચાયો. જોકે તેને ગત સિઝન કરતાં ઓછા પૈસા મળ્યા હતા. 2021માં તેને મુંબઈથી 8.8 કરોડ રૂપિયા મળ્યા હતા.

Niraj Patel