આ પ્રખ્યાત ઈનફ્લુએન્સરની ગોળી મારીને જાહેરમાં જ કરી દેવામાં આવી હત્યા.. ઘટનાનો લાઈવ વીડિયો CCTVમાં થયો કેદ, જુઓ

Om Fahad Dead : ગુજરાત સમેત દેશ અને દુનિયામાં હત્યાના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. અંગત અદાવતમાં કે કોઈ દુશમનીના કારણે આજે લોકો ધોળા દિવસે પણ કોઈની હત્યા કરતા જરા પણ અચકાતા નથી. આવી ઘણી ઘટનાઓના વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવતા હોય છે અને તેને જોઈને લોકોના પણ રૂંવાડા ઉભા થઇ જતા હોય છે. હાલ એક એવો જ મામલો સામે આવ્યો છે જેમાં એક સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.

ઇરાકી ટિકટોક સ્ટાર ઓમ ફહાદની મોડી રાત્રે પૂર્વી બગદાદના જોયુના જિલ્લામાં તેના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યાની આ ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ છે. હુમલાખોર કાળા કપડા અને હેલ્મેટ પહેરીને મોટરસાઇકલ પર આવ્યો હતો. આ હત્યાને અંજામ આપવા માટે, તે મોટરસાઇકલ પરથી નીચે ઉતર્યો અને ત્યાં પહેલેથી જ પાર્ક કરેલી એક કાળી SUV U તરફ ગયો. તેણે કારમાં બેઠેલા ઓમ ફહાદને ગોળી મારી હતી.

આ મામલે હત્યાકાંડની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ઓમ ફહાદનું અસલી નામ ગુફરન સાવદી છે. તે TikTok પર પૉપ ગીતો પર ડાન્સ કરતા વીડિયો બનાવે છે. જ્યાં તેના 5 લાખથી વધુ ફોલોઅર્સ છે. અગાઉ ફેબ્રુઆરી 2023માં તેને કોર્ટે છ મહિનાની જેલની સજા ફટકારી હતી. કોર્ટે સ્વીકાર્યું હતું કે તેના વીડિયોમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેના કેટલાક વીડિયોને 10 લાખથી વધુ વ્યૂઝ મળ્યા હતા.

જાન્યુઆરી 2023માં  ઈરાકી સમાજમાં નૈતિકતા અને પારિવારિક મૂલ્યોના રક્ષણને ટાંકીને, ઓમ ફહદ જેવા પ્રભાવશાળી લોકોની પોસ્ટની તપાસ કરવા માટે ઈરાકી ગૃહ મંત્રાલય દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી. અલ જઝીરાએ અહેવાલ આપ્યો કે એક ઓનલાઈન પ્લેટફોર્મ પણ બનાવવામાં આવ્યું છે જ્યાં ઈરાકી વપરાશકર્તાઓ આવી કોઈપણ પોસ્ટની જાણ કરી શકે છે. મંત્રાલયની કડકાઈ બાદ સોશિયલ મીડિયાના કેટલાક પ્રભાવશાળી લોકોએ માફી માંગી હતી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી કેટલીક સામગ્રી હટાવી દેવામાં આવી હતી.

Niraj Patel