બહેનની હલ્દીમાં ડાંસ કરતા કરતા યુવતિ જમીન પર પડી, થયુ મોત- લગ્નની ખુશીઓ વચ્ચે ફેલાયો માતમ, કારણ હેરાન કરી દેનારુ

30 સેકન્ડમાં આવ્યુ મોત ! દુલ્હનની હલ્દી રસ્મમાં DJ પર ડાંસ કરી રહી હતી બહેન, અચાનક પડી અને ઉઠી જ નહિ

ઉત્તર પ્રદેશના મેરઠમાંથી એક યુવતિના મોતનો મામલો સામે આવ્યો છે અને આ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. એવી ખબર છે કે ડાન્સ કરતી વખતે યુવતીનું મોત નીપજ્યું, જેના પછી લગ્નવાળા ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો. હલ્દી સેરેમની દરમિયાન દુલ્હનની બહેન ડાન્સ કરી રહી હતી, અને અચાનક પડી ગઈ. તે બાદ તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ.

ડાન્સ દરમિયાન મોતનો વીડિયો મોબાઈલમાં રેકોર્ડ થયો હતો. જે બાદ હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટના મેરઠના લિસાડી પોલીસ સ્ટેશન વિસ્તારના અહમદનગર વિસ્તારમાં બની હતી, જ્યાં ડાન્સ કરતી વખતે રિમશા નામની યુવતીનું મોત થયું.

ઘરમાં લગ્નની ખુશીઓ મનાઇ રહી હતી પણ અચાનક જ કન્યાની બહેનનું મોત થતાં લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે યુવતી ડાન્સ વખતે અચાનક બેહોશ થઈ ગઈ અને મોતને ભેટી.

Shah Jina