જમાઈના ત્રાસથી અમદાવાદમાં બાળક સાથે આખા પરિવારે સાબરમતીમાં ઝંપલાવ્યું, કિન્નરે સાડી નાખીને પરિવારને બચાવ્યો.. જુઓ

6 વર્ષના બાળક સાથે આખા પરિવારે સાબરમતીમાં ઝંપલાવ્યું, જમાઈના ત્રાસથી હતો પરેશાન, કિન્નરે સાડી નાખીને અડધા પરિવારને બચાવ્યો.. જાણો સમગ્ર મામલો

Family’s suicide attempt Ahmedabad : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક તંગીના કારણે મોતને વહાલું કરે છે, તો કોઈ પ્રેમ પ્રસંગોના કારણે મોતને વહાલું કરતું જોવા મળે. આ ઉપરાંત ઘણીવાર કોઈના ત્રાસના કારણે કોઈ જીવન ટૂંકાવી લે છે. આ સાથે ઘણીવાર સામુહિક આપઘાતના મામલાઓ પણ સામે આવતા હોય છે, ત્યારે હાલ એવો જ એક મામલો અમદાવાદમાંથી સામે આવ્યો છે, જ્યાં એક જ પરિવારના 4 સભ્યોએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ચંન્દ્રનગર પાસે આવેલા સાબરમતી રિવરફ્રન્ટના વૉક વે પરથી એક જ પરિવારના ચાર લોકોએ સામુહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બે મહિલા એક પુરુષો અને એક 6 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. આ સમયે રિવરફ્રન્ટ પર ઘણા લોકો હાજર હોવાના કારણે તેમને બચાવી લેવામાં આવ્યા હતા, ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મહેનત અને ફાયર બ્રિગેડ ટીમની કુશળતાથી આખા પરિવારને બચાવી લેવામાં આવ્યો.

આ ઘટનાને લઈને રિવરફ્રન્ટ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવતા જાણવા મળ્યું કે આખો પરિવાર ભુદરપુરા વિસ્તારની અંદર રહે છે. જેમાં પરિવારની દીકરીને તેનો પતિ દારૂ પીને અવાર નવાર ત્રાસ આપતો હતો, વારંવાર બંને વચ્ચે ઝઘડા થતા હતા અને તેનાથી કંટાળીને દીકરી પોતાના પિયરમાં આવી ગઈ હતી.

જેના બાદ માનસિક ત્રાસના લીધે મહિલાએ તેના દીકરા દીકરી અને પૌત્ર સાથે આપઘાત કરવા માટે રિવરફ્રન્ટ આવી પહોંચ્યા હતા. આ સમયે રિવરફ્રન્ટ પર એક કિન્નર પણ હાજર હતો અને તેને સમયસૂચકતા દાખવીને પોતાની સાડી નદીમાં નાખી અડધા પરિવારને બચાવી લીધો હતો. પુછપરછમાં એ પણ સામે આવ્યું છે કે મહિલાની દીકરીએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી, ત્યારે હવે આ મામલે તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Niraj Patel