બોલ્ડ અભિનેત્રી ગીતા બસરાએ કર્યો ધડાકો, ‘લેબર રૂમમાં મારુ બાળક આવતું હતું ત્યારે હરભજન ઉભા ઉભા….’

દીકરાના જન્મ સમયે ડિલીવરી રૂમમાં હરભજન સિંહ ઉભા ઉભા…હોટ ગીતાએ કર્યા મોટો ખુલાસો

પૂર્વ અભિનેત્રી ગીતા બસરા અને તેમના પતિ ક્રિકેટર હરભજન સિંહ 10 જુલાઇના રોજ બીજીવાર પેરેન્ટ્સ બન્યા છે. ગીતાએ બેબી બોયને જન્મ આપ્યો છે. આ પહેલા બંનેને એક દીકરી છે, જેનું નામ હિનાયા છે. હાલ તો ગીતા અને હરભજન સિંહ બંને ન્યુ બોર્ન બેબી સાથે સમય વીતાવી રહ્યા છે.

ગીતાએ હાલમાં દીકરો થવા પર હરભજન સિંહ અને દીકરી હિનાયાનું રિએક્શન જણાવ્યુ હતુ. આ સાથે ગીતાએ એ પણ જણાવ્યુ કે લેબર રૂમમાં હરભજન સિંહ તેમની સાથે જ હતા. અને તેઓ ત્યાં જ તેની તસવીરો પણ ક્લિક કરવા લાગ્યા હતા.

ગીતાએ ઇ ટાઇમ્સ સાથે વાત કરતા જણાવ્યુ કે, હરભજન મારી સાથે લેબર રૂમમાં હતા અને તેઓ તસવીરો ક્લિક કરવામાં લાગેલા હતા. તેમને બાળક ઘણુ પસંદ છે. ગીતાને જયારે પૂછવામાં આવ્યુ કે હરભજન દીકરો થવા પર ભાંગડા તો કરવા ન હતા લાગ્યા ને ? તો આ પર તેણે કહ્યુ કે, ના આવું તો ન હતુ પરંતુ બેબીને જોતા તેઓ સાતમા આસમાન પર હતા. ત્યારથી લઇને અત્યાર સુધી તેઓ એક્સાઇટેડ અને ખુશ છે.

ગીતા બસરાએ જણાવ્યુ કે, જયારે બેબીનો જન્મ થયો તો તેઓ ખુશીથી ઉછળી પડ્યા અને તેમની ખુશીનુ કોઇ ઠેકાણુ પણ નહતુ. વાતચીત દરમિયાન તેમણે આગળ કહ્યુ કે, મને લાગે છે કે હરભજન ઇચ્છશે કે તેમની જેમ જ તેમનો દીકરો ક્રિકેટર બને.

ભાઇને જોઇને દીકરીના રિએક્શન વિશે ગીતાએ જણાવ્યુ કે, હિનાયા તેના ભાઇને જ જોવામાં લાગી છએ. જેવી રીતે તે કોઇ રમકડું હોય પરંતુ તે સાથે તે ઘણી જવાબદાર પણ થઇ ગઇ છે ગીતાને જયારે પૂછવામાં આવ્યુ કે, ડાયપર કોણ બદલે છે, તો તેમણે કહ્યુ કે હરભજન. તેઓ કહે છે કે, હરભજનને હું કંઇ કહુ એ પહેલા જ તે બેબી પાસે ઊભા હોય છે.

તમને જણાવી દઇએ કે, ગીતા બસરા અને હરભજન સિંહે વર્ષ 2015માં લગ્ન કર્યા હતા અને વર્ષ 2016માં તેઓ દીકરી હિનાયાના પેરેન્ટ્સ બન્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Geeta Basra (@geetabasra)

Shah Jina