94 વર્ષના આ દાદીએ સર્જ્યો રેકોર્ડ: વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતીને રોશન કર્યો ત્રિરંગો

94 વર્ષની દાદીનો વિદેશમાં વાગ્યો ડંકો, ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું નામ કર્યું રોશન

બુઢાપો ખુબ જ કષ્ટદાયક હોય છે અને આ વાક્ય તમે પણ તમારા વડીલો કે ઘરડા લોકો પાસેથી  સાંભળી હશે. પણ દેશની 94 વર્ષની દાદી ભગવાની દેવી ડાંગરએ આ કથનને ખોટી સાબિત કરી બતાવી છે. ભગવાની દેવી માટે ઉંમર માત્ર એક આંકડો જ છે તે તેમણે સાબિત કરી બતાવ્યું છે.જે ઉંમરમાં લોકો સારી રીતે ઉઠી કે બેસી પણ નથી શકતા તે ઉંમરમાં ભગવાની દેવીએ વિદેશમાં ભારતના ત્રિરંગાનું માન વધાર્યું છે. ભગવાની દેવીએ વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં સિનીયર સીટીઝન કેટેગરીમાં 100 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યું અને પછી શૉટપૂટમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે.

ફિનલેન્ડના ટેમ્પરેમાં વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં ‘સ્પ્રિન્ટર દાદી’ ભગવાની દેવીએ 100 મીટર સ્પ્રિન્ટ ઇવેન્ટમાં આ કમાલ કરી દેખાડ્યો છે. તેમણે 24.74 સેકન્ડના ટાઈમની સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધું છે અને સાથે  જ શોટપૂટ એટલે કે ગોળાફેંકમાં પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે. ત્રિરંગા વાળી જર્સી પહેરીને, જેના પર ઇન્ડિયા લખેલું છે અને મેડલ દેખાડતી ભગવાની દેવીની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ છે અને લોકો તેમને ખુબ ખુબ શુભકામનાઓ આપી રહ્યા છે.

જો કે આ પહેલી વાર નથી કે ભગવાની દેવીએ આવા મેડલ જીત્યા હોય, આ પહેલા પણ તે ઘણા પદક પોતાના નામે કરી ચુકી છે.ભગવાની દેવીએ પહેલા પણ ચેન્નાઇમાં આયોજિત રાષ્ટ્રીય માસ્ટર્સ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં ત્રણ સવર્ણ પદક પોતાના નામે કર્યા હતા. જેના બાદ તેમને વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ 2022 માટે ક્વોલિફાઈડ કરવામાં આવી હતી.

ભગવાની દેવીની તસ્વીર સોશિયલ મીડિયા પર સામે આવી છે અને દરેક કોઈ તેમની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે. મિનિસ્ટ્રી ઓફ યુથ અફેયર્સ એન્ડ સ્પોર્ટ્સના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર તેની આ તસ્વીર પોસ્ટ કરવામાં આવી છે અને મિનિસ્ટ્રીના તરફથી લખવમાં આવ્યું કે,”ભારતની 94 વર્ષની ભગવાની દેવીએ એકવાર ફરીથી બતાવી દીધું કે ઉંમર તો માત્ર એક આંકડો જ છે. તેમણે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યું છે. વાસ્તવમાં ખુબ જ સાહસિક પ્રદર્શન છે”.

Krishna Patel