તમારા બાળકોને મોબાઈલ આપતા પહેલા જોઈ લો, બાળકે મોબાઈલ હાથમાં લઈને કર્યું એવું કે તરત જ થયો બ્લાસ્ટ, લોહીલુહાણ હાલતમાં બાળક…

દેશભરમાં ધોમધખતી ગરમી ચાલી રહી છે અને આવા સમયે મોબાઈલની અંદર બ્લાસ્ટ થવાની ઘણી ઘટનાઓ સામે આવે છે, મોબાઈલ બ્લાસ્ટને કારણે ઘણા લોકો મોતને પણ ભેટે તેવા સમાચાર સામે આવતા રહે છે તો ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થતા હોય છે, ત્યારે આજના સમયમાં મોટાભાગના બાળકો પણ મોબાઈલ ઉપર સતત ગેમ રમતા હોય છે.

વાલીઓ પણ પોતાના બાળકો હેરાન ના કરે તે માટે થઈને તેમના હાથમાં મોબાઈલ પકડાવી દેતા હોય છે, પરંતુ ઘણીવાર બાળકોના હાથમાં રહેલો મોબાઈલ તેમના માટે જીવલેણ પણ બની શકે છે, હાલ એવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક બાળકના હાથમાં જ મોબાઈલ ફાટતા તે લોહીલુહાણ થઇ ગયો હતો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.

આ મામલો સામે આવ્યો છે છતરપુરમાંથી. જ્યાં 8 વર્ષના છોકરાને મોબાઈલની બેટરી સાથે રમવું ભારે પડી ગયું. બેટરીમાં વિસ્ફોટ થતાં એક માસુમ બાળક ગંભીર રીતે ઘવાયો, બાળકને આંખમાં ગંભીર ઈજા થઈ છે. જિલ્લા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ બાળકને ગ્વાલિયરની ગજરાજા મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો છે.

ઘટના સિટી પોલીસ સ્ટેશનના નઝરબાગ વિસ્તારની છે. ચિન્ટુ ખાનનો 8 વર્ષનો બાળક ઇસ્તખાર ખાન મોબાઇલની બેટરી સાથે રમી રહ્યો હતો. રમતી વખતે ઇસ્તખારે મોબાઇલની બેટરી ચાર્જ કરવા માટે ચાર્જર લગાવ્યું ન હતું અને સીધો વીજળીનો વાયર નાખ્યો હતો, સીધો વીજ પુરવઠો આવતાં બેટરી ફાટી ગઇ હતી.

જિલ્લા હોસ્પિટલના ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ જીએલ અહિરવારે જણાવ્યું હતું કે બાળકને જમણી આંખમાં ગંભીર ઈજા થઈ હતી. જેની સારવાર અહીં શક્ય ન હોવાથી બાળકને પ્રાથમિક સારવાર બાદ સારી સારવાર માટે ગ્વાલિયર મેડિકલમાં રિફર કરવામાં આવ્યો છે. બાળકોને આવા અકસ્માતોથી બચાવવા માટે વાલીઓએ બાળકોને મોબાઈલ અને આવા ઉપકરણોથી દૂર રાખવા જોઈએ. તેમને બિનજરૂરી પ્રવૃત્તિઓ કરવાથી રોકો, જેથી તેઓ આવી દુર્ઘટનાનો શિકાર ન બને.

Niraj Patel