આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 8 ડિસેમ્બર 2019

0
Advertisement

1. મેષ – અ,લ,ઈ (Aries):
આજે અનેક મુશ્કેલીઓનો સામનો થશે. આજે ચિંતામાં વધારો થશે. ઘરમાં કોઈના સ્વાસ્થ્ય પર અસર થશે. આજે તમને અચાનક ધનલાભ થવાના યોગ છે. આજે રોકાણ કરવાની ઉત્તમ તક તમારી સામે આવશે. જો કોઈ જમીન ખરીદવા માટેનો પ્લાન કરી રહ્યા છો તો આજનો સમય તમારી માટે યોગ્ય છે.

તમારા વડીલોના સાથ સહકારથી આજે સારું રોકાણ કરી શકશો. ભવિષ્યમાં તેનાથી અનેક લાભ થશે. નોકરી કરતા મિત્રોએ આજે ઓફિસમાં વધારે પડતું કામ કરવું પડશે પણ એ કામ તમને અઢળક લાભ કરાવશે.
શુભ અંક : ૫
શુભ રંગ : નારંગી

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
વાતાવરણને કારણે સ્વાસ્થ્યની કાળજી રાખજો નહિ તો કોઈ ગંભીર બીમારી થઇ શકે છે. આજે તમને તમારા જીવનસાથી તરફથી તમને ભરપુર પ્રેમ મળશે. નાનકડો પ્રવાસ કરવાની તક મળી શકે છે. એ પ્રવાસના કારણે તમને ભવિષ્યમાં ઘણો આર્થીક લાભ થવાની શક્યતા છે. આજે બહારનું ખાવા પીવામાં થોડી સાવધાની રાખવી. ઘણા સમયથી અટકી ગયેલા પૈસા આજે પાછા મળશે. અને તમે નહિ વિચાર્યું હોય એવી જગ્યાએથી તમને ધનલાભ થશે. રોકાણ માટેની કોઈપણ તક આવે તો તેમાં પૈસા રોકતા પહેલા ફાયદો અને નુકશાન જોઇને જ પૈસા રોક્જો.
શુભ અંક :૫
શુભ રંગ : આસમાની

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજનો દિવસ મિશ્ર ફળદાયી છે તમારા પ્રિયજન આજે તમારાથી નારાજ રહેશે. ઘરમાં કે નોકરીના સ્થળે કોઈ તમારાથી દુખી ના થાય તેની તકેદારી રાખજો. આજે વાણી અને વર્તન પર કાબુ રાખવાની જરૂરત છે. આજે તમારી જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી પાછળ ખર્ચ થશે. આજે ખર્ચ કરો ત્યારે વધારાની વસ્તુઓ પાછળ ખર્ચ ના થઇ જાય તેની તકેદારી રાખજો. આજે બની શકે તો જીવનસાથીને નાનકડી ભેટ આપો તમારા લગ્નજીવનમાં આનંદ છવાઈ જશે. સાંજનો સમય પરિવાર સાથે અથવા તો નજીકના મિત્રો સાથે વિતાવો.
શુભ અંક : ૪
શુભ રંગ : પીળો

4. કર્ક – ડ,હ (Cancer):
આજે નાની નાની વાતો તમને પરેશાન કરી મુકશે તો કોઈપણ જાતના તાણ વગર દરેક લોકો સાથે વાત કરો. તમારી અંદરની શક્તિ આજે તમારે ઓળખવાની છે જેના કારણે તમે લોકોના ટોળામાંથી અલગ તમારી છાપ બનાવી શકશો. તમારી વાણી અને વર્તન પણ કાબુ રાખો, કોઈને દુઃખ થાય અને પછી પસ્તાવો કરવો એવું ના બને. આજે જે મળ્યું છે એનાથી ખુશ થાવ. દરેક વાતે કોઈની ભૂલ કાઢવી એવો સ્વભાવ બદલી નાખો. આજે માતા પિતા તરફથી તમને ધનલાભ થવાના યોગ છે. રોકાણ કવા માટેનો યોગ્ય સમય છે. જે પણ ફિલ્ડમાં પૈસા રોકો તો જે તે વિષયના અનુભવી પાસેથી સલાહ લેવાનું રાખજો.
શુભ અંક : ૫
શુભ રંગ : ગુલાબી

5. સિંહ – મ,ટ (Lio):
આ રાશિના જાતકોએ સફળ થવા અને સતત આગળ વધવા માટે જૂની વાતોને ભૂલવી જોઈએ. નકારાત્મકતાને દૂર કરવા માટે ખોટા વિચારો મનમાં લાવશો નહિ. તમારા ગુરુજન અથવા કોઈ સંતના ચરણમાં બેસીને કથા કીર્તન કરી શકો. સંતાનોનો સ્વભાવ તમને આજે વિચલિત કરશે. આજે ઓફિસમાં તમારા ખુબ વખાણ થશે તમે કરેલા પ્રોજેક્ટ કાર્યથી તમારી કંપનીને લાભ થશે અને તમને પણ પ્રમોશન મળવાના યોગ છે. દુરના અને ઘણા સમયથી ના મળ્યા હોય એવા મિત્રોનો કોન્ટેક્ટ કરો. જૂની વાતો યાદ કરીને તમારો આખા દિવસનો થાક ઉતરી જશે.
શુભ અંક : ૬
શુભ રંગ : ગુલાબી

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
જેટલું તમે પૈસા પાછળ દોડશો એ તમારાથી દૂર જશે તેની પાછળ ભાગશો નહિ. પૈસા કમાવવા માટે મહેનત કરો. તમારી ઈમાનદારી તમને સાચી સફળતાનો સ્વાદ ચખાડશે. આજે કામ કરવાની જગ્યાએ લોકો તમને હાનિ પહોચાડી શકે છે. રસ્તો ઓળંગતા તકેદારી રાખવી અકસ્માતના યોગ બની રહ્યા છે. આજે વાણી અને વર્તન પર થોડો કાબુ રાખવો. કામનું ટેન્શન કામના સ્થળ પર મુકીને ઘરે આવો. પરિવારના સભ્યો પર નાહકનો ગુસ્સો ના થઇ જતા. આવતીકાલ માટે આજથી જ તૈયારી કરો. માનસિક રીતે કોઈપણ સમસ્યાનો સામનો કરવા તૈયાર રહો.
શુભ અંક : ૨
શુભ રંગ : વાદળી

7. તુલા – ર,ત (Libra):
આજનો દિવસ વેપારીઓ માટે ખુબ સારો છે. વેપારમાં વૃદ્ધિ અને તેના કારણે વિદેશ યાત્રા પણ કરવાના યોગ છે. નોકરી કરતા મિત્રોએ આજે ઓફિસમાં ખુબ તકેદારી રાખીને કામ કરવાનું છે તમારું કરેલું કામ કોઈ બગાડે નહિ તેનું ધ્યાન રાખજો. તમારી દરેકની ઉપર બહુ જલદી ભરોસો કરવાની આદત બદલવાનો સમય આવી ગયો છે. જીવનસાથી સાથે નાની નાની વાતને લઈને અણબનાવ બનવાના યોગ છે. આજે કોઈ એવી વ્યક્તિ સાથે મુલાકાત થશે જે તમે વિચાર્યું પણ નહિ હોય. આજે લોકો તમારા વિચારોની મજાક ઉડાવશે. એવા લોકોને બહુ ધ્યાનમાં ના લેતા તમે તમારું કામ ઈમાનદારીથી કરો.
શુભ અંક : ૩
શુભ રંગ : જાંબલી

8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
જો તમને લોકોની વાતોમાં વચ્ચે બોલવાની કે પછી કોઈના ઝઘડામાં પડવાની આદત છે તો છોડી દેજો, ક્યાંક તમારી માટે અનેક મુસીબત ઉભી ના થાય તેની તકેદારી રાખજો. આજે તમને ચાહનાર વ્યક્તિ તમારી સમક્ષ આવશે, આજની સાંજ તમારા જીવનની યાદગાર સાંજ બની રહેશે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો આજે પ્રેમ પ્રસ્તાવ આપી શકો છો પણ સાથે કોઈ લાલ રંગમાં લપેટાયેલી ગીફ્ટ લઈને જજો. આજે પૈસા કમાવવા માટેની અનેક તક આવશે તો ભવિષ્યમાં તમને કેટલો ફાયદો થવાનો છે એ જોઇને પૈસાનું રોકાણ કરજો. આજે બહારનું અથવા ખુલ્લું ખાવાનું ખાવાથી સંભાળજો.
શુભ અંક : ૪
શુભ રંગ : જાંબલી

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
જે પણ મિત્રો આજે ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન છે તેઓ કોઈની કરેલી ભૂલની સજા બીજા કોઈને કરશે અને પછી પસ્તાવો કરશે તો પહેલાથી તકેદારી રાખજો. આજે તમારા ગુસ્સાને કાબુમાં રાખો. નાની નાની વાતે તમે જેવીરીતે લોકો પર આક્ષેપ કરો છો એ આદત સારી નથી. તમારા વાણી વર્તનથી આજે તમારી નજીકનું કોઈ તમારાથી નારાજ થઇ જશે. તમે જેટલા વિચારો સારા કરશો એટલું વધારે સારી રીતે કામ કરી શકશો. તમારા જીવનસાથીને તમારા દરેક નિર્ણયમાં સામેલ કરો અને તેમની મંજૂરી પણ જરૂર લેજો.
શુભ અંક : ૫
શુભ રંગ : લીલો

10. મકર – જ, ખ (Capricorn):
આજે કામનું ભારણ વધારે હશે, નોકરી કરતા મિત્રો માટે અને વેપારી મિત્રો માટે પણ આજનો દિવસ વધારે મહેનત વાળો રહેશે. આજે જે મિત્રો કોઈ સાહસનું નવું કામ કરવા માંગે છે તો આજથી શરૂઆત કરી શકો છો. તમારી બહેન અને દિકરીઓને આજે પૈસા કે વસ્તુ ગીફ્ટ આપો તમારો આવનારો સમય સાનુકુળ થઇ જશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ શુભ છે તેઓ જે ફિલ્ડમાં જવા માંગે છે તેનો સાચો રસ્તો આજે તમને મળશે અનુભવી લોકોના સંપર્કમાં આવશો. આજની સાંજ તમને માથાનો દુખાવો રહેશે તો તમારા બાળકો સાથે સમય વિતાવો.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
ઘણા સમયથી જે મિત્રો પોતાનું ઘર કે પછી સ્થાયી મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છે તેઓ આજે ટોકન આપી શકે છે. આજે કોઈ પણ સારા કે મોટા પ્રોજેક્ટ માટે ઘરેથી નીકળો ત્યારે મંદિરે દીવો જરૂર કરજો અને માતા પિતાના આશીર્વાદ લેવાનું ચુકતા નહિ. સ્વાસ્થ્યની તમારે વધારે કાળજી રાખવાની છે. સાંજના સમયે પેટનો દુખાવો કે પછી ગેસ અથવા એસીડીટી જેવી તકલીફ થઇ શકે છે. આજે રાત તમારા જીવનની એક યાદગાર રાત બનીને રહેશે. જીવનસાથીને નાની નાની સરપ્રાઈઝ ગીફ્ટ આપો.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
લાંબા સમયની બીમારી અને દુખાવાને દૂર કરવા માટે તમારે આજથી જ કસરત કે પછી યોગ કરવાની શરૂઆત કરવાની છે. જો આજથી આની શરૂઆત નહિ કરો તો થોડા સમયમાં બીમારી તમારા શરીરમાં ઘર કરી જશે. તમારા જીવનસાથીને અવગણશો નહિ એ પણ તમારા જીવનનો ભાગ છે. આજે તમારે કોઈપણ નાની નાની વાતે ગુસ્સે થવાની બિલકુલ જરૂરત નથી. તમારો એ ગુસ્સો ક્યાંક મોટા ઝઘડાનું સ્વરૂપ ના લઇ લે એ ધ્યાન રાખો. આજે તમારા કોર્ટ અને કચેરીને લગતા કામનો અંત આવી શકે છે. તમારા કોઈ સારા મિત્રની સાથે મળીને તમારું ભારે મન હળવું કરવાનો સમય છે તો આ પળને ગુમાવશો નહિ અને મળો તમારા જુના મિત્રોને.
શુભ અંક : ૨
શુભ રંગ : નારંગી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષે રસ્તા પર વાહન ચલાવો ત્યારે અને રસ્તો ઓળંગો ત્યારે ખાસ ધ્યાન રાખજો. એક અકસ્માત થવાની પણ સંભાવના છે. આ વર્ષે તમારે પરિવારના સ્વાસ્થ્ય સાથે તમારા સ્વાસ્થ્યની પણ કાળજી લેજો. કોઈપણ નાનામાં નાની બીમારીને અવગણતા નહિ નહિ તો એ તમારા શરીરમાં ઘર કરી જશે.

નોકરી-ધંધો – આ વર્ષે પૈસા કમાવવા માટે ઘણી બધી તક સામે ચાલી ને આવશે તમારે જરૂરત છે ફક્ત યોગ્ય સાવચેતી રાખીને એ તક જડ્પવાની. તમારે મિત્રો અને વડીલોની સલાહથી અમુક પ્રોજેક્ટ શરુ કરવાના છે. નવા પ્રોજેક્ટ માટે પણ આ વર્ષ તમારી માટે સારો સમય છે.

કૌટુંબિક-પારિવારિક – આ વર્ષે દિવાળી પછી પરિવાર સાથે કોઈ લાંબા પ્રવાસે જવાના યોગ બની રહ્યા છે. યાત્રા દરમિયાન વડીલોની તબિયત અને જરૂરી કાગળ સાચવીને રાખો. જો લાંબા સમયથી કોઈ સગા વહાલા સાથે તમારે અબોલા ચાલી રહ્યા છે તો તેનો અંત તમારે જ લાવવાનો રહેશે. માફી માંગી રહ્યા છે એ તો માફી આપો અને જો તમારે માફી માંગવી પડે તો પહેલ કરવામાં કાઈ ખોટું નથી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here