સૌથી મોટી દુર્ઘટના: MBBSના 7 7 સ્ટુડન્ટ્સ તડપી તડપીને મર્યા

છેલ્લા કેટલાય સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ઘણા લોકોના મોત પણ નિપજતા હોય છે. ઘણીવાર લોકો સ્પીડમાં ગાડી હંકારતા હોય છે ત્યારે જ તે સ્ટેયરીંગ ઉપરથી કાબુ ગુમાવે છે અને દુર્ઘટનાનો શિકાર બનતા હોય છે. હાલ આવા જ એક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે, જેમાં 7 મેડિકલના વિધાર્થીઓના મોત નિપજ્યા છે.

રૂંવાડા ઉભા કરી દેનારો આ અકસ્માત સર્જાયો છે મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં, જ્યાંથી મંગળાવરે સવારે એક ખુબ જ દર્દનાક દુર્ઘટનાની ખબર મળી. ગત રાત્રે પુલ ઉપરથી નદીમાં કાર પડવાના કારણે 7 મેડિકલ વિધાર્થિનીઓના દર્દનાક મોત નિપજ્યા હતા. જાણકારી પ્રમાણે વિધાર્થીઓ મહારાષ્ટ્રના દેવલીથી વર્ધા જિલ્લામાં જઈ રહ્યા હતા.

મૃતક વિધાર્થીઓમાં મોટાભાગના 20થી 35 વર્ષના જણાવવામાં આવી રહ્યા છે. ઘાયલોને વર્ધાના જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. હાલમાં બધા જ શબોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. વર્ધાના એસપી પ્રશાંત હોલ્કર દ્વારા જણાવવામાં આવ્યું કે સોમવારે રાત્રે લગભગ 11:30 વાગે સેલસુરા પાસે એક કાર પુલ ઉપરથી નીચે પડી ગઈ. ગાડીમાં બેઠેલા વિધાર્થીઓ વર્ધા જઈ રહ્યા હતા. દુર્ઘટના કેવી રીતે થઇ તેની તપાસ ચાલુ છે.

મૃતક વિધાર્થીઓમાં મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાના તીરોડા વિધાનસભા ક્ષેત્રના બીજેપી વિધાયક વિજય રહાંગદાલેનો દીકરો આવિશ્કારનું નામ પણ સામેલ છે. ઘટનામાં બધાના જ મૃત્યુ થઇ ગયા. આ દુર્ઘટના મોડી રાત્રે યવતમાલ વર્ધા માર્ગ ઉપર સેલસુરા નામની જગ્યા ઉપર ઘટી. પહેલી નજરમાં એમ લાગી રહ્યું હતું કે ડ્રાઈવરે કાર ઉપરથી નિયંત્રણ ખોઈ નાખ્યું, જેના કારણે 40 ફૂટ ઊંડી ખીણમાં વિધાર્થીઓની કાર ખાબકી ગઈ. જેના કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ.

Niraj Patel