શેરબજારમાં રેકોર્ડ રેલીના છેલ્લા 3 વર્ષમાં ઘણા પેની સ્ટોક્સે જોરદાર રિટર્ન આપેલું છે. આ સસ્તા શેરોએ વર્ષ 2023 દરમિયાન 6000 ટકા સુધીનું વળતર આપ્યું છે. લોકો અમુક પેની સ્ટોકને જંગી આવકના સ્ત્રોત તરીકે માને છે. કોડીના ભાવે વેચાતા ઘણા પેની સ્ટોક્સે રોકાણકારોને બમ્પર વળતર આપ્યું છે.
આવો જ એક પેની શેર સકુમા એક્સપોર્ટ્સનો છે. લોકડાઉનમાં માર્ચ 2020માં 3.35 રૂપિયા પ્રતિ શેરના નીચલા સ્તરે પહોંચ્યા બાદ આ સ્મોલ કેપ સ્ટોકે રોકાણકારોને માલામાલ કરી દીધા છે. અત્રે જણાવવાનું કે હાલમાં સકુમા એક્સપોર્ટના શેર 27 રૂપિયાના સ્તરે છે. આ પ્રકારે છેલ્લા ચાર વર્ષમાં સ્મોલ કેપ સ્ટોકમાં 650 ટકાથી વધુની તેજી જોવા મળી છે.
સકુમા એક્સપોર્ટ્સના શેરની વાત કરીએ તો લાસ્ટ 6 મન્થમાં 50 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. આ દરમિયાન શેરોની કિંમત 17 રૂપિયાથી વધીને 25.35 રૂપિયા પ્રતિ શેર સુધી પહોંચી ગઈ છે. ગત એક વર્ષમાં આ મલ્ટીબેગર પેની સ્ટોક 13.75 રૂપિયા ચડીને 25.35 રૂપિયા પ્રતિ શેર પર પહોંચી ગયો છે. આ દરમિયાન તેમા અંદાજે 85 ટકાનો વધારો નોંધાય છે.
કંપનીએ કહ્યું કે વ્યવસાયિક અનુમાનોથી આગામી સીઝન માટે લગભગ 500 કરોડના કારોબારનો અંદાજો છે. અત્રે જણાવાનુંકે કંપનીના વાર્ષિક રાજસ્વમાં 11.19 ટકાનો વધારો જોવા મળ્યો છે અને હવે તે 3180 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. કંપનીના ત્રિમાસિક રાજસ્વમાં વર્ષ દર વર્ષ 9.59 ટકાનો વધારો નોંધાયો છે. જે 364.33 કરોડ સુધી પહોંચી ગયો.
(Disclaimer: અહીં રજુ કરેલી શેરની માહિતી પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)