૫૦ ની ઉમર પાર કરી કરી છતાંય ફિગર અત્યારે ૨૫ વર્ષની છોકરી જેવું દેખાય છે, જુઓ તસવીરો
બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એકથી એક સુંદર અને સ્ટાઈલિશ અભિનેત્રીઓ છે જેમણે પોતાના અભિનયના સિવાય પોતાની સુંદરતા અને ફેશન સ્ટાઇલથી પણ ખાસ નામના મેળવી છે. અમુક અભિનેત્રીઓ એવી પણ છે કે જેઓ 50ની ઉંમર પાર કરી ચુકી છે
છતાં પણ આજની યુવાન અભિનેત્રીઓને ટક્કર આપે છે. તેની સુંદરતા આજે પણ યથાવત છે, જેની સામે આજની દમદાર અભિનેત્રીઓ પણ ફિક્કી છે. આવો તો તમને જણાવીએ 50ને પાર કરી ચુકેલી સુંદર અભિનેત્રીઓ વિશે.
1. તબ્બુ:
1970માં જન્મેલી તબ્બુ આજે 50 વર્ષની થઇ ચુકી છે. તેની સુંદરતા અને ફિટનેસ તેની ઉંમરને પણ માત આપે છે. તબ્બુ દરેક પ્રકારના આઉટફિટમાં ખુબ જ સુંદર લાગે છે.
2. ભાગ્યશ્રી:
સલમાન ખાન સાથે ફિલ્મ મૈને પ્યાર કિયા દ્વારા ડેબ્યુ કરનારી 51 વર્ષની ભાગ્યશ્રીએ જો કે અમુક જ ફિલ્મોમાં કામ કર્યું છે પણ તેની સુંદરતા અને ફિટનેસની ચર્ચા દ્વારા તે લોકોના દિલોમાં રાજ કરે છે.ભાગયશ્રી પોતાની ફિટનેસ પર ખુબ ધ્યાન આપે છે અને જીમમાં યોગા કે વ્યાયામ કરતી તસ્વીરો પણ શેર કરતી રહે છે.
3. હેમા માલિની:
ડ્રિમ ગર્લ હેમા માલિની પોતાના સમયની સફળ અભિનેત્રીઓમાંની એક છે. 71 વર્ષની ઉંમરે પણ હેમા ખુબ જ સુંદર દેખાય છે.
4. માધુરી દીક્ષિત:
90ના દશકની ટોપ અભિનેત્રીઓમાં શામિલ ધક ધક ગર્લ માધુરી દીક્ષિતની સુંદરતાના આજે પણ લોકો દીવાના છે. 53 વર્ષની ઉંમરે પણ માધુરી ફેશનેબલ અને સ્ટાઇલીશ દેખાય છે.
5. રેખા:
સદાબહાર અભિનેત્રી રેખાની સુંદરતા તો દરેકને લુભાવનારી છે, આ ઉંમરે પણ તે ખુબ સ્ટાઈલિશ છે.તેની સુંદરતા તેની ઉંમરને પણ પાછળ છોડી દે છે. 66 વર્ષની રેખા હંમેશા સુંદર સુંદર સાડીઓમાં જોવા મળે છે જેમાં તે લાજવાબ લાગે છે.
6. સંગીતા બિજલાની:
સલમાન ખાનનો પહેલો પ્રેમ માનવામાં આવતી અભિનેત્રી સંગીતા બિજલાની ભલે ફિલ્મોથી દૂર હોય પણ તે પોતાના દેખાવ અને સુંદરતાને લીધે આજે પણ લોકો વચ્ચે ચર્ચિત છે. તમને જાણીને નવાઈ લાગશે કે સંગીતાની ઉંમર 59 વર્ષ છે.