દુઃખદ: દરેક માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો, એક ભૂલ કરી અને 5 વર્ષના બાળકે ભૂલથી ઝેરી દવા પીતા થયું મૃત્યુ- જાણો વિગત
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના કિસ્સાઓ વધ્યા છે. જેમાં ઘણા લોકો કોઈને કોઈ કારણોને લઈને આપઘાત જેવા પગલાંઓ પણ ભરતા હોય છે. તો ઘણીવાર અકસ્માતની કેટલીક ઘટનાઓ પણ સામે આવતી હોય છે. જેમાં પણ ઘણા લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી છે જેને લઈને વાલીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. એક 5 વર્ષના માસુમ બાળકનું ભૂલમાં ઝેરી દવા પી લેતા મોત થયું છે.
નાના બાળકો ખુબ જ માસુમ હોય છે અને તે ક્યારેક રમતા રમતા કોઈ વસ્તુ ગળી જતા હોય છે તો ઘણીવાર કેટલાક બાળકો ભૂલમાં જ કોઈ વસ્તુ ખાઈ પણ લેતા હોય છે. આવી ઘણી ઘટનાઓમાં બાળક મોતને પણ ભેટતું હોય છે. ત્યારે હાલ એક તાજો જ મામલો કેશોદના બાલાગામમાંથી સામે આવ્યો છે.
બાલાગામમાં પોતાના મામાના ઘરે ફરવા માટે ગયેલા 5 વર્ષના માસુમ આયતાબ અહમદભાઈ મોજુદ્દીનભાઈ મલેક રમત રમતમાં ભૂલથી ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું છે. બાળક મૂળ ખીરસરા ગામનું હતું. બાળકના નિધનની જાણ થતા જ પરિવારજનો અને જ્ઞાતિના આગેવાનો તેને કેશોદમાં આવેલી સબ ડીસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા. પરંતુ ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યું.
ઘટનાની જાણ થતા જ કેશોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આ મામલે પોલીસ હાલ વધુ તપાસ હાથ ધરી છે. આવા કુમળા ફૂલ જેવા 5 વર્ષના બાળકના નિધન બાદ સમગ્ર પરિવારમાં પણ શોકનો માહોલ ફરી વળ્યો હતો. ત્યારે આવી ઘટના વાલીઓ માટે પણ લાલબત્તી સમાન કિસ્સો છે.