IPL 2022: આ 5 દિગ્ગજ ખેલાડીઓ બની શકે છે અમદાવાદની ટીમના કેપ્ટન, એક તો છે ગુજરાતી

IPL 2022માં ટુર્નામેન્ટનો ઉત્સાહ અનેકગણો વધી જશે કારણ કે આવતા વર્ષે અમદાવાદ અને લખનૌના રૂપમાં બે નવી ટીમો ભાગ લેશે. આ 2 ફ્રેન્ચાઇઝીએ એક કોર ટીમ તૈયાર કરવાની છે, જેના માટે તેણે પહેલા કેપ્ટનની પસંદગી કરવી પડશે.

આ કંપનીઓને નવી ટીમો મળી
RP-SG ગ્રૂપે 7090 કરોડ રૂપિયામાં લખનૌની ફ્રેન્ચાઈઝી ખરીદી છે અને CVC કેપિટલે અમદાવાદની ટીમની માલિકી રૂ. 5166 કરોડમાં હસ્તગત કરી છે.

આ 5 ખેલાડીઓ અમદાવાદના કેપ્ટન બની શકે છે
CVC કેપિટલ એ આંતરરાષ્ટ્રીય રોકાણ ફર્મ છે જેણે નવી IPL ટીમો માટે બીજી સૌથી વધુ બોલી લગાવી છે. આ ટીમનું હોમ ગ્રાઉન્ડ અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હશે. ચાલો જાણીએ એવા કયા 5 ખેલાડીઓ છે જેમને અમદાવાદની ટીમનો કેપ્ટન બનાવી શકાય છે.

1. કેએલ રાહુલ
કેએલ રાહુલ આગામી સિઝનમાં અન્ય ટીમ સાથે જોડાઈ શકે છે અને તે પંજાબ કિંગ્સ છોડવાની યોજના બનાવી રહ્યો છે. આવી સ્થિતિમાં અમદાવાદ ફ્રેન્ચાઈઝી તેમના પર દાવ રમી શકે છે. તેનો અંગત રેકોર્ડ શાનદાર છે અને સાથે જ તે વિકેટકીપિંગની જવાબદારી પણ નિભાવી શકે છે. જો કે, લખનૌની ટીમ પણ તેના પર નજર રાખી રહી છે.

2. ડેવિડ વોર્નર
સનરાઇઝર્સ હૈદરાબાદ ડેવિડ વોર્નરની વિદાય નિશ્ચિત છે અને હવે કાંગારૂ બેટ્સમેને પહેલેથી જ કહ્યું છે કે તેઓ હરાજી પૂલમાં જશે. આવી સ્થિતિમાં અમદાવાદની ટીમ તેને કેપ્ટનશીપની જવાબદારી આપવાનું વિચારી શકે છે. વોર્નરે અત્યાર સુધીમાં IPLમાં 41.59ની એવરેજ અને લગભગ 140ના સ્ટ્રાઈક રેટથી 5449 રન બનાવ્યા છે, જેમાં 4 સદી અને 50 અડધી સદી સામેલ છે.

3. શ્રેયસ અય્યર:
શ્રેયસ અય્યર આવતા વર્ષે બીજી કોઈ ટીમ માટે રમતો જોવા મળી શકે છે કારણ કે તે ટીમનું નેતૃત્વ કરવા માંગે છે, કારણ કે દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝી ઋષભ પંતને કેપ્ટન તરીકે જાળવી રાખવાના મૂડમાં છે. આવી સ્થિતિમાં જો ઐય્યર હરાજી પૂલમાં આવે છે, તો પછી અમદાવાદની ટીમ તેના પર દાવ રમી શકે છે. અય્યરે વર્ષ 2020માં પોતાની કપ્તાની હેઠળ દિલ્હીની ટીમને પહેલીવાર IPL ફાઇનલમાં પહોંચાડી હતી. જો અમદાવાદના માલિકો લાંબા ગાળાના ભારતીય કેપ્ટનની શોધમાં હોય, તો 26 વર્ષીય અય્યર યોગ્ય પસંદગી સાબિત થઈ શકે છે.

4. એરોન ફિન્ચ:
એરોન ફિન્ચ ટી-20 ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન છે, ફિન્ચના અનુભવને જોતા અમદાવાદની ફ્રેન્ચાઇઝી ચોક્કસપણે તેના પર નજર રાખશે. તેના નેતૃત્વ કૌશલ્યનો ટીમને ફાયદો થઈ શકે છે. ફિન્ચ વર્ષ 2020માં RCBનો હિસ્સો હતો, પરંતુ 2021ની સિઝન પહેલા તેને બહાર કરી દીધો હતો. અમદાવાદની ટીમ ઈચ્છશે કે ફિન્ચના આધારે તેમને ટાઈટલ મળે. ફિન્ચના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ વખત ICC T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું હતું. આની અસર IPL 2022ની મેગા ઓક્શનમાં જોવા મળી શકે છે.

5. હાર્દિક પંડ્યા:
મુંબઈ ઈન્ડિયન્સથી અલગ થવાના સમાચાર બાદ હાર્દિક પંડ્યા અમદાવાદની ટીમ સાથે જોડાઈ શકે છે. હાર્દિક ગુજરાતના વડોદરા શહેરનો વતની છે, તેથી અમદાવાદની ફ્રેન્ચાઈઝી તેનો સમાવેશ કરીને તેના ચાહકોની સંખ્યા વધારવા માંગે છે અને તે જ સમયે તે ટીમને પણ મજબૂત બનાવશે. જો હાર્દિકને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવે તો કોઈને નવાઈ નહીં લાગે. હાર્દિકે IPL ઈતિહાસમાં 92 મેચ રમી છે જેમાં તેણે 27.33ની એવરેજ અને 153.91ની સ્ટ્રાઈક રેટથી 1476 રન બનાવ્યા છે. આ દરમિયાન હાર્દિકે 4 અડધી સદી પણ ફટકારી છે. તેનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર 91 હતો. બોલિંગની વાત કરીએ તો તેણે 31.26ની એવરેજ અને 9.06ના ઈકોનોમી રેટથી 42 વિકેટ ઝડપી છે.

YC