જ્યોતિષ શાસ્ત્ર

સાપ્તાહિક રાશિફળ: ૩ મે થી 9 મે, જાણો આ સપ્તાહમાં કોને થવાનો છે ધનલાભ અને કોના જીવનમાં આવશે પ્રગતિ

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકોને વર્તમાન સમય સારો ચાલી રહ્યો છે. ચારે બાજુ સકારાત્મકતાનું વાતાવરણના કારણે તમારા કાર્ય સરળતાથી પૂરા થઈ રહ્યા છે અને લાભની માત્રા પણ વધારે છે. આ સમયે તમને શેયર બજારમાં સમજી વિચારીને નિવેશ કરવાથી લાભ મળશે. અચાનક ધન લાભની આશા રાખી શકો છો. નવા પ્રેમ સંબંધની શરૂઆતી થઈ શકે છે. જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા રહેશે. અને એમની સફળતાથી તમને આનંદ થશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): વૃષભ રાશિના જાતકો આ અઠવાડિયે સંતાનના અભ્યાસ અને એમના લગ્ન સંબંધી પ્રશ્નો તમને ચિંતામાં નાખી શકે છે. જે જાતકને સંતાન નહી એને ગર્ભાધાન સંબંધી ચિંતા થઈ શકે છે. તમારી માનસિક શાંતિ અસ્થિર થઈ રહી શકે છે. એવું પ્રતીત થશે. ધર્મ કે કર્મથી સંબંધિત કોઈ પણ વિષયમાં એકાગ્રતાના અભાવ રહેશે. સ્વાસ્થયના ખાસ ધ્યાન રાખો કારણકે અત્યારે મૌસમી રોગ થવાની શકયતા છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): મિથુન રાશિના જાતકોને મન કામમાં લાગશે. કાર્ય સરળતાથી પૂર્ણ થવાના પ્રોફેશનલ ક્ષેત્રમાં તમારી પ્રશંસા થશે. સાથે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. નોકરીયાત લોકોની ઉન્નતિની શકયતાને પણ નકારી ન શકાય. તમારા નજીકી માણસોની તરફથી લાભ મળશે.નોકારીયાત જાતકોને કર્મચારીથી સારા સહયોગ મળશે. પિતા અને વડીલની કૃપાદૃષ્ટિનુ લાભ મળશે.

4. કર્ક – ડ, હ (Cancer):કર્ક રાશિના જાતકોને આ અઠવાડીએ જીવનસાથી સાથી મધુરતા રહેશે. ક્યાં બહાર જવાના યોગ પણ બનશે. લગ્નના માટે કોઈ સારો સંબંધ આવશે. સાથે જ ક્યાં વાત ચાલતી હોય તો એમાં ગતિવિધિ તેજ થશે. અઠવાડિયાના મધ્યભાગ બાધા કે તકલીફવાળું રહેશે. તમારા પિતાને અપયશ મળવાની શકયતા રહેશે. વિદ્યાર્થીને માસ્ટર ડિગ્રી મેળવાના પ્રયાસમાં વિલંબ થઈ શકે છે. લાંબી કે ધાર્મિક યાત્રામાં અવરોધ આવી શકે છે કે યાત્રા સ્થગિત થઈ શકે છે.

5. સિંહ – મ, ટ (Leo): સિંહ રાશિના જાતકોને આ અઠવાડિયે થોડી ચિંતા પરેશાની રહેશે. કોઈ કામમાં દિશાના યોગ્ય વિચાર કે અભાવમાં તમે લક્ષ્ય સુધી નહી પહોંચી શકશો. કોઈ વાતને સમજવામાં તમને વધારે સમય લાગી શકે છે. તમને ઉધારી-વસૂલી સંબંધી પ્રયાસનું પ્રતિફળ મળી શકે છે. તમારી માન-પ્રતિષ્ઠા કે કોઈ નુકશાન હોય એવા કોઈ પણ કાર્યથી દૂર રહો. ખાસ કરીને કાનૂની સમસ્યા તમને ઘેરશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): કન્યા રાશિના જાતકોનો નોકરી માટે પ્રગતિકારક સમય છે. મોજ-મસ્તી , શોખ માટે સમય સારો છે. વર્તમાન સમયમાં જીવનસાથી કે પ્રિય માણાસ સાથે સારા સંબંધ રહેશે. આ સમયે શુભ અને માંગલિક કાર્યમાં ખર્ચ થશે. તમારી દાન કરવાની વૃતિ વધશે , જેના કારણે દેવસ્થાન કે સારા કાર્યમાં તમે દાન કરશો. તમારી આવક મર્યાદિત રહેશે. જ્યારે એના વિપરીત ખર્ચ વધારે થશે.

7. તુલા – ર, ત (Libra): તુલા રાશિના જાતકોએ આ અઠવાડિયે થોડી ચિંતાપૂર્ણ રહેશે.આર્થિક બાબતો ઉપર પ્રભુતવ મેળવી શકશો. લોકો સાથે હળીમળી શકશો. તમે પ્રબળ લાગણીઓની અનુભૂતિ કરશો. તમારો સૌમ્ય અને માયાળુ સ્વભાવ કાર્યક્ષેત્રમાં તમને સફળતા અપાવશે. અઠવાડિયાનું મધ્યભાગ અશુભ લાગી રહ્યું છે. વૈશ્વિક સમસ્યાઓમાં રસપૂર્વક ભાગ લેશો. આ સમયે તમારો આંતરિક વિકાસ તમારા માટે ગૌણ બની રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકો અઠવાડિયાના પહેલા દિવસે આર્થિક બાબતે મિત્રોથી લાભ થશે. આ અઠવાડિયા ખર્ચની માત્રા વધારે રહેશે. મૌજ-મસ્તી પાછળ ખર્ચ થશે. આવક કરતા ખર્ચના સ્તર વધારે રહેશે. તમારી તબીયતમાં ઉતાર-ચઢાવ રહેશે. આંખોની તકલીફ કે માઈગ્રેનની સમસ્યા હોય તો ખાસ સાવધાની રાખો. અઠવાડિયાના મધ્યભાગ માનસિક દુવિધામાં વીતશે. વર્તમાન સમયમાં જીવનસાથી સાથે સંબંધમાં વિવાદ અને એનાથી જુદા થવાની શકયતા બની રહી છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): ધન રાશિના જાતકોને અઠવાડિયાના શરૂઆતી દિવસ તમને નાણાકીય ખેંચતાણ અનુભવાશે. પારિવારિક અને પ્રોફેશનક બન્ને રીતે શુભ ફળદાયી રહેશે અને તમે દરેક મોર્ચા પર સંતુલન બનાવી શકશો. ગુસ્સા પર નિયંત્રણ રાખો નહી તો પરિવારમાં વિવાદ કે મતભેદ રહેવાની શકયતા છે. ખરાબ લોકોની સંગતિમાં આવીને કોઈ ખરાબ ટેવમાં ન પડો એનું ખાસ ધ્યાન રાખો. પરિજનો સાથે કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરવાનું ટાળો.

10. મકર – જ, ખ (Capricorn): મકર રાશિના જાતકોને આ અઠવાડિયા તમારા બધા આર્થિક અને વ્યવસાયિક કાર્ય પૂરા થશે. આમ તો મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે યોગ્ય સમય નથી. ધંધા સંબંધી કોઈ નવા કાર્ય કે ઉદ્યમ શરૂ કરવા કે મોટું નિવેશ કરવાના સંબંધમાં કોઈ નિર્ણય ના લેવો. આ સમયે પરિવારમાં કોઈ કારણથી ઉત્સવ કે સ્નેહમિલન જેવા સમારોહનો આયોજન થશે. ભાઈ-બેન માટે મદદગાર થશે. તમારા પિતાના સ્વાસ્થયની ચિંતા રહેવાની શકયતા છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): કુંભ રાશિના જાતકો માટે અઠવાડિયાએ શરૂઆતી સમય આર્થિક પ્રગતિ , યાત્રા પ્રવાસ, અચાનક ધન લાભ, શેયર સટ્ટેબાજી અને લોટરીમાં લાભ કરતો હોઈ શકે છે. કાર્યક્ષેત્રથી સંબંધિત કોઈ નવા કાર્ય માટે યાત્રા કરવી પડી શકે છે. અઠવાડિયાનું મધ્યભાગ અશુભ લાગી રહ્યું છે. આ અઠવાડિયું તમારા માટે દુવિધાપૂર્વક ચિંતા , પરેશાની ઉભી કરતું અને સ્વાસ્થયના બાબતે પણ તકલીફ આપતું સિદ્ધ થઈ શકે છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): મીન રાશિના જાતકો માટે આ અઠવાડિયે તમારી રાશિ સામાન્ય ફળદાયી રહેશે. અઠવાડિયાનો પહેલો અને આખરે દિવસ કાર્યમાં સફળતા વાળું રહેશે. લોન, આર્થિક લાભ માટે પ્રયાસ કે જેના માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. એ કામ પણ અત્યારે પૂરો કરી શકશો. આમ તો અઠવાડિયાના મધ્ય તમારા માટે માનસિક ચિંતા, દુવિધા મુશ્કેલી ઉભું કરતા રહેશે. આત્મવિશ્વાસથી કામ કરવાથી તમારા થોડા કામ પૂરા થશે.