દાળમાં લગાવે છે 24 કેરેટ સોનાનો તડકો, દુબઇમાં આ રેસ્ટોરન્ટમાં પીરસાય છે આ ડીશ- જાણો કિંમત

આ રેસ્ટોરન્ટની દાળમાં લગાવવામાં આવે છે 24 કેરેટ ગોલ્ડનો તડકો, વીડિયોએ ઇન્ટરનેટની જનતાને કરી હેરાન

દુબઈમાં સેલિબ્રિટી શેફ રણવીર બરારનું પહેલુ રેસ્ટોરન્ટ કશ્કન એક ખાસ વાનગીને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય બની ગયુ છે. લાકડાના બોક્સમાં બાઉલમાં દાળ પીરસવામાં આવી રહી છે અને દાળમાં 24 કેરેટ સોનાનો તડકો લગાવવામાં આવી રહ્યો હોવાનો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ‘દાલ કશ્કન’ તરીકે ઓળખાતી વિશેષ વાનગી રેસ્ટોરન્ટના વિશિષ્ટ ખાદ્ય પદાર્થોમાંની એક છે.

આની કિંમત 58 દિરહામ એટલે કે અંદાજે ₹1,300 છે. જે વીડિયો સામે આવ્યો છે, તેમાં રેસ્ટોરન્ટના સર્વર બાઉલમાં રાખેલ સોનાનો પાવડર જોઇ શકાય છે. આ પછી તેને દાળ સાથે ભેળવવામાં આને છે, અને તેને લાકડાના બોક્સમાં પીરસવામાં આવે છે. સર્વર ગ્રાહકને વાનગીની વિશેષતા પણ સમજાવે છે. આ દાળને લાકડાના બોક્સમાં પીરસવામાં આવે છે.

વિડિયોના કેપ્શનમાં લખ્યું છે, “24 કેરેટ સોનાના તડકા વાળી દાલ કશ્કનમાં રણવીર બરાર, દુબઈ ફેસ્ટિવ સિટી મોલ.” આ વડિયો સામે આવ્યા બાદથી લોકો અલગ અલગ કમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું, “શું બેવકૂફી છે?” બીજાએ કહ્યું, “મૂર્ખતાની પરાકાષ્ઠા.”

અન્ય એક યૂઝરે લખ્યું, “જે લોકોને આ પરવડી શકે, હું તેમને પૂછવા માંગુ છું શા માટે?” અન્ય એક યુઝરે કહ્યું, “આપણા શરીરને સોનાની જરૂર નથી. પાણીનું એક ટીપું આ સોના કરતાં 1000 ગણું સારું છે.” વીડિયો જોયા બાદ એક યુઝરે તો લખ્યું- અમીર લોકોને મૂર્ખ બનાવવાની રીત.

 

View this post on Instagram

 

A post shared by Mehul Hingu (@streetfoodrecipe)

Shah Jina