ધાર્મિક-દુનિયા

22 મે 2019 એકદંતાય સંકટ ચતુર્થી વ્રત પૂજા વિધિ તેમજ ચંદ્ર ઉદયનો સમય

કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે સંકટ ચતુર્થી આવે છે. તેમજ આ દિવસે બુધવાર હોવાથી તેના મહિમા અલગ છે. સંકટ ચતુર્થી એટલે કે સંકટ હરા ચતુર્થીનો પર્વ ભગવાન ગણેશજીને સમર્પિત છે. સંકટ ચલ તો તેનો અર્થ સંકટ હરનારી ચતુર્થી. શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. તેમજ આ દિવસે વ્રત રાખવાથી ભગવાન ગણેશજીની કૃપાથી વ્યક્તિને વિદ્યા બળ બુદ્ધિનું વરદાન પ્રાપ્ત થાય છે.

Image Source

સંકષ્ટી ચતુર્થીની તિથિ ચંદ્ર ઉદય શુભ મુહૂર્ત:-

 • વર્ષ 2019માં 22 મે બુધવારના દિવસે સંકટ ચતુર્થી આવે છે.
 • તિથિ આરંભ 22 મે બુધવારે બપોરે 1:40 મિનિટ પર
 • તિથિ સમાપ્ત 23 મે ગુરૂવાર 2:40 મિનિટ પર
 • ચંદ્ર ઉદયનો સમય રાત્રે 10 :35 મિનિટ.
Image Source

સંકટ ચતુર્થી વ્રત પૂજા વિધિ:-

 • ચતુર્થી વ્રત સંકટ હરનારા ભગવાન ગણેશનું પૂજન અર્ચન કરવામાં આવે છે.
 • આ દિવસે ભક્તો ભગવાન ગણેશજીની માટે ઉપવાસ રાખે છે. તેમજ સંકટમાંથી મુક્તિ મેળવવા માટે વ્રત રાખે છે.
 • આ દિવસે અમુક સ્ત્રીઓને નિર્જળ વ્રત પણ રાખે છે.
 • વહેલા ઊઠીને સ્નાન કરીને વ્રતનો સંકલ્પ કરવો જોઈએ ત્યારબાદ મંદિરને ગંગાજળથી સહ પાણીથી સ્વચ્છ કરીને ભગવાન ગણેશજીની પ્રતિમાને લાલ અથવા પીળા વસ્ત્ર પર બિરાજમાન કરવા જોઈએ.
 • તેમજ ભગવાનની પૂજા-અર્ચના કરવી ભગવાન આગળ દીવો અગરબત્તી કરવા તેમ જ દૂર્વા અને કુમકુમ ચડાવવું. અને ગણપતિના ભોગમાં લાડુનો પ્રસાદ ધરાવવો.
 • માન્યતા છે કે ભગવાન ગણેશજીને દુર્વા ખૂબ જ પ્રિય છે એટલા માસી પૂજાના સમયે દુર્વા અવશ્ય અર્પણ કરવી. તેમજ ઓમ નમો ગણપતિ નિ એક માળા કરવી.
 • ત્યારબાદ ચંદ્ર ઉદય પછી ઉપવાસ તોડવો.
Image Source

ચંદ્ર દર્શન પૂજન વિધિ:-

 • ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રદર્શનની પૂજાનું વિશેષ મહત્વ છે.
 • ચંદ્ર ઉદય પર ચંદ્રમાને દૂધ અને પાણીનું અર્ધ્ય આપી. દૂર્વા અર્પિત કરવી જોઈએ
 • ચંદ્રમાને આરતી કરી ચંદ્રદેવને સુખ-સમૃદ્ધિની કામના કરી વ્રત પૂર્ણ કરવુ.
 • શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણેશજી ચંદ્રમાને પોતાના મસ્તક પર ધારણ કર્યું હતું. માટે આ દિવસે ચંદ્રમાની પૂજા કરવામાં આવે છે.
Image Source

સંકટ ચતુર્થીનું મહત્વ:-

 • એવું માનવામાં આવે છે કે ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીની વિધિ-વિધાનથી પૂજા તેમજ ચંદ્રદર્શન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.
 • વ્રત પૂર્ણ કરવું જોઈએ એવું કહેવામાં આવે છે કે વ્યક્તિ આદિવાસી શ્રદ્ધા ભાવપૂર્વક પ્રત રાખે છે તેમ જ કથા સાંભળે છે તો ભગવાન ગણેશજીની કૃપાથી તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને તેના જીવનમાં જ ચાલી રહેલી પરેશાનીનો અંત આવે છે.
 • અને વ્યક્તિને બળ બુદ્ધિ વિદ્યા અને સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks