ખબર

ખુશખબરી: રક્ષાબંધનના દિવસે સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, જલ્દી વાંચી લો નવો ભાવ

સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને દેશવાસીઓ ખુબ જ ચિંતિત છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના કારણે અન્ય વસ્તુઓની મોંઘવારીમાં પણ વધારો થયો છે જેના કારણે મિડલ ક્લાસ માણસની કમર તૂટી ગઈ છે. હવે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને નાણામંત્રી નિર્મલા સીતારામણે નિવેદન આપ્યું છે.

નાણામંત્રીએ આ બાબતે જણાવ્યું કે હાલ પૂરતો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો શક્ય નથી. તેમને જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને કોઈ વચલો રસ્તો કાઢે તો કદાચ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે. તેમને એમ પણ જણાવ્યું કે એક્સાઈઝ ડ્યુટીમાં કોઈ કાપ કરવામાં આવી શકતો નથી.

નાણામંત્રીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ માટે કોંગ્રેસને જવાબદાર ગણાવતા કહ્યું કે, “સરકારી ખજાના પર યુપીએ સરકાર તરફથી જાહેર કરાયેલ તેલ બોન્ડો માટે કરવામાં આવેલ વ્યાજની ચૂકવણીનો બોજ છે. સરકારે અત્યાર સુધી ફક્ત ઓઈલ બોન્ડ પર છેલ્લા પાંચ વર્ષમાં 62 હજાર કરોડ રૂપિયા વ્યાજની ચૂકવણી કરી છે.”

આશરે એક મહિના બાદ આજે થોડાક રાહતના સમાચાર આવ્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. પણ અફસોસ કે ભાવ એટલો નથી ઘટ્યો કે જેથી તમને ફાયદો થઈ શકે. 35 દિવસ બાદ પેટ્રોલના ભાવમાં માત્ર 15 પૈસાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ડીઝલના ભાવમાં 19 પૈસાનો ઘટાડો નોંધાયો હતો.

આજે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 98.48 રૂપિયા રહ્યો હતો જ્યારે આજે ડીઝલનો ભાવ રૂપિયા 95.98 થયો હતો. તમને જણાવી દઈએ કે આપણા દેશમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઓડિશા, જમ્મુ કશ્મીર અને લદ્દાખ વગેરે પ્રદેશોમાં પેટ્રોલના ભાવે સેન્ચ્યુરી ફટકારી છે. દેશમાં કુલ 19 જેટલા રાજ્યો છે જયાં વિવિધ પ્રદેશોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિલિટર કરતાં પણ વધારે છે.

તમને જણાવી દઈએ કે થોડાક મહિનાઓ પહેલા ભારત દેશના સડક પરિવહન મંત્રી નિતિન ગડકરીએ રવિવારે નાગપુરમાં પહેલા કોમર્શિયલ LNG ફિલિંગ સ્ટેશનનું ઇદ્ઘાટન કર્યુ, આ દરમિયાન તેમણે કહ્યુ કે, LNG, CNG અને ઇથેનોલ જેવા વૈકલ્પિક ઇંધણના અધિક ઉપયોગથી પેટ્રોલ કિંમતોમાં વધારાથી રાહત મળશે. ગડકરીએ કહ્યુ કે, વાહન ઇંધણના રૂપમાં ઇથેનોલનો ઉપયોગ પેટ્રોલની તુલનામાં ઓછો calorific value છત્તાં ઓછામાં ઓછા  રૂપિયા પ્રતિ લિટર બચાાવવામાં મદદ કરશે.

LNGના આર્થિક લાભ પર પ્રકાાશ પાડતા ગડકરીએ કહ્યુ કે, આંકડાથી ખબર પડે છે કે એક પારંપારિક ટ્રક એન્જીનમાં બદલવાની ઔસત લાગત  લાખ રૂપિયા હતી. ટ્રક વર્ષમાં 98 હજાર કિમી ચાલે છે. આ માટે LNGમાં બદલ્યા બાદ 9-10 મહિનામાં પ્રતિ વાહન 11 લાખ રૂપિયાની બચત થશે.

નીતિન ગડકરીએ કહ્યુ કે, જલ્દી જ અમે લોકો પેટ્રોલ પંપ પર ઇથેનોલની સુવિધા આપીશુ, જે પેટ્રોલ-ડિઝલથી ઓછા ભાવ પર ઉપલબ્ધ થશે. ઇથેનોલ ગ્રાહકોને લગભગ 60–65 રૂપિયા લીટર મળશે. ગ્રીન ફ્યુલથી પ્રદુષણમાં ઘટાડો પણ થશે.