જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 21 એપ્રિલ : માતાજીની કૃપાથી આ બુધવારનો દિવસ 5 રાશિના જાતકો માટે રહેશે ખુબ જ શુભ, જાણો કેવો રહેશે તમારો દિવસ

1. મેષ – અ, લ ,ઈ (Aries): રાશિના જાતકોએ આજે ઘરમાં કોઈ ધાર્મિક ક્રિયાનું આયોજન કરી શકે છે. આજે તમને ભક્તિભાવમાં મન લાગતું જોવા મળશે. તમારો પરિવાર પણ તમને તેમાં પૂરતો સાથ સહકાર આપશે. પરણિત લોકો આજે કોઈ નવી વાત પોતાના પાર્ટનર સાથે શેર કરી શકશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ મધ્યમ રહેશે.
2.વૃષભ – બ, વ, ઉ (Taurus): વૃષભ રાશિના જાતકો આજે પ્રફુલ્લિત રહેશે. ઘણા સમયથી ચાલી આવતી મનની મૂંઝવણ આજે દૂર થતી જોવા મળશે. આજે તમે જીવનનો એક નવા અધ્યાયની શરૂઆત કરતા હશો તેવો અનુભવ કરશો. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર સાથે સારો સમય વિતાવી શકશે. પ્રેમી પંખીડાઓ આજે મળવા માટે રાહ જોઈ શકે છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ ખુશીમાં વીતશે. કોઈને આપેલા નાણાં પરત મળી શકે છે. આજે તમને તમારા રોકાણમાં પણ ફાયદો થતો જોવા મળશે. આજે નવા ધંધાની શરૂઆત કરવા માટેનો સારો દિવસ છે. પરણિત લોકોએન આજે પોતાના પાર્ટનરના ગુસ્સાનો સામનો કરવો પડી શેક છે. પ્રેમી પંખીડાઓ આજે એકબીજાને ખુશ કરવા માટે કોઈ ભેટ આપી શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer):કર્ક રાશિના જાતકોને જીવનમાં રોકાયી ગયેલી પ્રગતિમાં નવા રસ્તા મળશે, આજે તમે સમાજમાં તમારી એક આગવી ઓળખ સાબિત કરી શકશો, આજે તમારા માનમાં પણ વધારો થશે. પરણિત લોકો આજે ઘરમાં કોઈ નવી વસ્તુ લાવવાને લઈને ચર્ચા કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજે પોતાના સંબંધને આગળ વધારવા માટે ઘરમાં વાત કરવા માટેનો સારો અવસર છે.

5. સિંહ – મ, ટ (Leo): સિંહ રાશિના જાતકો આજે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આજે તમારા કામને લઈને તમારે સજાગ બનવાની જરૂર છે. કોઈના પ્રલોભનમાં આજે ના ફસાવવું. નહીં તો નુકશાન કરી બેસો છો. પરણિત લોકોએ આજે પોતાના પાર્ટનરને એવી કોઈ વાત ના કરવી જેનાથી મુશ્કેલી સર્જાઈ શકે. પ્રેમી પંખીડા માટે દિવસ સામાન્ય રહેશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): કન્યા રાશિના જાતકોએ આજના દિવસે પોતાના ખર્ચ ઉપર કાપ મુકવાની જરૂર છે. આજે તમને કોઈ પ્રશ્ન મૂંઝવી શકે છે, પરંતુ સાંજ સુધી તમને એ પ્રશ્નનું સમાધાન મળી જશે. કાર્યસ્થળ ઉપર આજનો દિવસ વ્યસ્ત રહેશે. પરણિત લોકોના જીવનમાં આજે કોઈ નવી ખુશી પાર્ટનર દ્વારા મળી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે મળીને કોઈ વાતે ચર્ચા કરશે.

7. તુલા – ર, ત (Libra): તુલા રાશિના જાતકોએ આજે થોડા સાવચેત રહેવાની જરૂર છે. આજે તમારી નજીક રહેલો વ્યક્તિ જ તમારું દુશ્મન બની શકે છે. આજે કોઈ તમને છેતરી પણ શકે છે. માટે આજે ખુબ જ સાવધાની રાખવી. નોકરીમાં પણ તમારા સહકર્મી તમારા સારાપણાનો ફાયદો ઉઠાવી શકે છે. પરણિત લોકો પોતાના પાર્ટનરને પોતાના દિલમાં રહેલી વાત કરી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે હળવાશના મૂળમાં જોવા મળશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકોએ આજે પોતાના ગુસ્સા ઉપર સંયમ રાખવાની જરૂર છે. આજે તમારા ગુસ્સા દ્વારા તમે કેટલાક સંબંધો બગાડી શકો છો. જેનો પછતાવો પણ તમને સમય જતા થઇ શકે છે. નોકરી ધંધામાં પણ તમારા વર્તનમાં આજે બદલાવ લાવવાની જરૂર છે. પરણિત લોકો આજે સાથે સારો સમય પસાર કરશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ સારો રહેશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): ધન રાશિના જાતકોએને આજે સાસરી તરફથી કોઈ દુઃખદ સમાચાર મળી શકે છે. જેના કારણે તમારું મન આજે કામની અંદર નહીં લાગે. આજે તમે પરિવારથી થોડા દૂર થશો. આજે દરેક કામ દિલથી કરવાના બદલે દિમાગથી કરવા જેથી ફાયદો મળશે. પરણિત લોકો આજે મૂંઝવણમાં નજર આવશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ મધ્યમ રહેશે.

10. મકર – જ, ખ (Capricorn): મકર રાશિના જાતકો આજે કોઈ નવા કામની શુભ શરૂઆત કરી શકે છે, આજે તમારા ગ્રહો તમારા પક્ષમાં હશે. જેના કારણે આજે તમારું કામ સફળ થશે. નોકરી કરતા લોકોને પણ આજે કોઈ લાભ થવાની સંભાવના છે. પરણિત લોકોના જીવનમાં આજે ખુશી આવશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ સારો રહેશે.
11. કુંભ – ગ, શ, સ (Aquarius): કુંભ રાશિના જાતકોનો આજનો દિવસ મધ્યમ રહેશે. સવારથી જ તમને કોઈ સમસ્યા સતાવી શકે છે, પરંતુ બપોર બાદ તમને એ સમસ્યાનું સમાધાન મળી જશે. આર્થિક રીતે આજનો દિવસ એટલો સારો નહીં રહે. પરણિત લોકોને આજે પોતાના પાર્ટનરનો સાથ મળી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે મુલાકાત કરી શકે છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ખુબ જ ખાસ રહેવાનો છે આજે તમને કોઈ જુના મિત્ર સાથે ભેટો પણ થઇ શકે છે. જે તમારા માટે લાભદાયક પણ બનશે. નવા ધંધામાં રોકાણ કરવા માટે આજનો દિવસ ખુબ જ સારો છે. ભવિષ્યમાં તમને તેના સારા લાભ મળશે. જીવનસાથી પાસેથી આજે તમને કોઈ વાતે જીવનઉપયોગી સલાહ મળી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ સારો રહેશે.