કોરોનાની વેક્સિન લીધા પછી બે વર્ષમાં મૃત્યુને ભેટશો ? જાણો ‘નોબલ વિજેતા’નાં વાયરલ દાવાની હકીકત

સોશિયલ મીડિયા પર ફ્રાંસીસી નોબલ પુરસ્કાર વિજેતા લ્યુક મોન્ટૈનિયરના નામથી એક સોશિયલ પોસ્ટ ઝડપથી વાયરલ થઇ રહી છે. આ પોસ્ટમાં નોબેલ પુરસ્કાર વિજેતાના હવાલાથી કહેવામાં આવ્યુ છે કે, જે લોકોએ પણ કોરોના વેક્સિન લીધી છે તેમની મોત 2 વર્ષમાં થઇ જશે. જો કે, આ દાવો પૂરી રીતે ખોટો છે.

લાઇફસાઇટ નામની એક કેનેડાની વેબસાઇટે નોબેલ વિજેતા અને ફ્રેંચ વાયરલોજિસ્ટ લૂચ મોન્ટેનિયરના હવાલાથી એક ખબર છપાઇ, જે અનુસાર નોબેલ વિજેતાએ મોટા પાયે વેક્સિનેશનને લઇને આગાહ કર્યુ છે અને કહ્યુ કે, વેક્સિન લગાવવી ઐતિહાસિક ભૂલ હશે કારણ કે તેનાથી નવા વેરિયંટ પેદા થશે અને આ વેરિયંટ્સથી વધુ મોત થશે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ફ્રાંસના વાયરલોજિસ્ટે તેમના દાવાને લઇને એંટીબોડી-ડિપેંડેંટ એટલે કે એડીઅના સિંદ્રાત હવાલે કરી છે. વર્ષ 2008માં નોબેલ જીતનારનું કહેવુ છે કે, વેક્સિનને કારણે જ નવા વેરિયંટ પેદા થશે.

PIB ફેક્ટ ચેકે આ બાબતને ખોટી જણાવતા ટ્વીટ કરી છે તેમાં લખવામાં આવ્યુ છે કે, સોશિયલ મીડિયા પર કોરોના વેક્સિનને લઇને ફ્રાંસીસી નોબેલ પુરસ્કાર વિજોતાને કથિત રીતે ઉદ્ધત કરતા એક ઇમેજ વાયરલ થઇ રહી છે. આ ઇમેજમાં કરવામાં આવેલ દાવો પૂરી રીતે ખોટો છે. કોવિડ વેક્સિન પૂરી રીતે સુરક્ષિત છે. આ મેસેજને ફોરવર્ડ ના કરો.

Shah Jina