વાંકાનેરમાં માતા અને બે દીકરીએ એક સાથે જીવન ટૂંકાવી લીધું, પોતાના જ ઘરમાં ગળે ટુંપો ખાઈને જીવન લીલા સંકેલી લીધી

2 daughters and mother commit suicide : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના મામલાઓ સતત સમયે આવી રહ્યા છે. જેમાં કોઈ આર્થિક તંગીના કારણે તો કોઈ પારિવારિક ઝઘડાના કારણે પણ જીવન ટૂંકાવી લેતા હોય છે તો બીજી તરફ સામુહિક આપઘાતના મામલાઓ પણ સામે આવે છે, બે દિવસ પહેલા જ બોટાદમાં એક જ પરિવારના ચાર લોકોએ ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવી લીધું હોવાની ઘટના સમયે આવી હતી, ત્યારે હવે વાંકાનેરમાંથી વધુ એક સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે.

માતા અને બે દીકરીઓનો આપઘાત :

આ બાબતે પ્રપ્ત માહિતી અનુસાર વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટીમાં રહેતા 45 વર્ષીય મંજુલાબેન ખાંડેખા અને તેમની 21 વર્ષની દીકરી સેજલ અને 19 વર્ષની દીકરી અંજુએ એક સાથે જ પોતાના ઘરમાં ફાંસીના ફંદે લટકીને મોતને વહાલું કરી લીધું હતું. આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચારી મચી ગઈ હતી. મંજુલાબેનના પતિ ભરતભાઈ કપાસની ગાડી ઉતારવાની કામગીરી કરે છે, તેમનો એક દીકરો હતો અને તે ભણવામાં પણ ખુબ જ હોશિયાર હતો.

દીકરાના આપઘાતથી હતા અપસેટ :

પરંતુ તે એક સ્પર્ધાત્મક પરીક્ષાની ટીયારી કરી રહ્યો હતો અને 9 મહિના પૂર્વે જ નાપાસ થવાના ડરથી તેને પણ આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું હતું. જેના બાદ તેની માતા અને બંને બહેનો ગુમસુમ રહેવા લાગી હતી, અને ગતરોજ સવારે જ માતા અને બંને દીકરીઓએ અંતિમ પગલું ભરી લેતા સોસાયટીમાં પણ શોકનો માહોલ ફરી વળ્યો હતો. આ મામલે પોલીસે ગુન્હો નોંધીને આપઘાત પાછળનું સાચું કારણ શોધવાની તપાસ હાથ ધરી છે. હાલ તેમના મૃતદેહોને પોસ્ટરમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

બોટાદમાંથી પણ સામે આવી હતી ઘટના :

બોટાદમાંથી પણ એક આવી જ રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી હતી, જેમાં એક જ પરિવારના ચાર લોકોએ ટ્રેન નીચે પડતું મુકીને આપઘાત કરી લીધો હતો. તેમના આપઘાત પાછળનું પણ કારણ હજુ સુધી સામે નથી આવ્યું, પરંતુ આ પરિવાર 307ના ગુન્હામાં જેલમાં હતો અને 6 દિવસ પહેલા જ જામીન પર છૂટીને બહાર આવ્યો હતો. આ ચારેયની એક સાથે લાશ મળતા જ ચકચારી પણ મચી ગઈ હતી.

Niraj Patel