વડોદરા બોટ દુર્ઘટના મામલે આવ્યો નવો વળાંક: દુર્ઘટનામાં સંડોવાયેલા 2 ફરાર આરોપીઓ આખરે પોલીસના હાથે ઝડપાયા

વડોદરા બોટ દુર્ઘટના મામલે આવ્યો નવો વળાંક, મોટો ખુલાસોઘટના બાદ પોલીસ પકડથી ભાગતા આરોપીઓની થઇ ધરપકડ, જાણો સમગ્ર મામલો

2 arrested in Harani boat accident : ગત 18 જાન્યુઆરીના રોજ વડોદરાના હરણી લેક ઝોન ખાતે થયેલ બોટ દુર્ઘટનામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના 12 નિર્દોષ બાળકો અને 2 ટીચરના મોત થયાં હતાં. ત્યારે આ મામલે પોલીસે આરોપીઓની ઝડપી તેમની પૂછપરછ કરી હતી. આરોપીઓ દ્વારા નિલેશ જૈનને સંચાલનનું કામ સોંપ્યાનો ખુલાસો થયો છે. જેમાં હરણી લેક ઝોનનું સંચાલન પરેશ શાહ અને તેનો પુત્ર વત્સલ શાહ કરતા હતા. આ ઉપરાંત એવો પણ ખુલાસો થયો હતો કે અન્ય ભાગીદારોની જાણ બહાર નિલેશ જૈનને કામ સોંપાયુ હતુ.

વધુ 2 આરોપીઓની ધરપકડ :

આ દુર્ઘટના મામલે પોલીસે સંચાલકો સહિત 19 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી 15 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં ગત રોજ પોલીસે મુંબઈ તરફ ભાગેલા વધુ 2 આરોપીઓની ધરપકડ છે. જેઓ કોટિયા પ્રોજેકટમાં ભાગીદાર હતા. જયારે મુખ્ય આરોપી ગોપાલ શાહ અને પરેશ શાહના રિમાન્ડ પુરા થતા પોલીસે બનેને કોર્ટ સમક્ષ રજૂ કરતા તેમને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે હજી પણ 4 આરોપી પોલીસની પકડથી દૂર છે. બોટ દુર્ઘટનામાં કુલ 21 આરોપી માંથી 17 આરોપી પોલીસ સકંજામાં છે.

17 આરોપીઓ સકંજામાં :

થોડા સમય પહેલા હાથ ધરવામાં આવેલ આરોપીઓની પુછપરછ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો પણ થયો હતો. જેમાં સામે આવ્યું હતું કે લેક ઝોનના ભાગીદારોને પોતાને જ બોટિંગના નિયમો વિશેની કઈ ખબર નહોતી, તેમને બોટીંગમાં શું જરૂરી હોય, બોટિંગ માટે કેવા પ્રકારનો સ્ટાફ રાખવો જોઈએ તેની કોઈપણ જાણકારી જ નહોતી. આ ઉપરાંત લેકમાં તેમના સંચાલન હેઠળ ચાલતી રાઇડ્સ માટે કેવા કેવા નિયમો હોવા જોઈએ તે જાણવાની તસ્દી સુદ્ધાં પણ તેમને લીધી નહોતી.

4 આરોપીઓ ફરાર :

ફક્ત એટલું જ નહિ, બોટિંગ સહિતના તમામ સ્ટાફની ભરી કરનાર નિલેશ જૈને પૈસા બચાવવાની લાલચે લાયકાત વગરના અને બિન અનુભવી સ્ટાફને પસંદ કર્યો હતો. આ ઉપરાંત સંચાલકોએ લાયસન્સો, વીમા કે પછી રજીસ્ટ્રેશન સુદ્ધાં પણ કરાવ્યું નહોતું. ત્યારે આ ઘટનાને લઈને FSL તપાસમાં સામે આવ્યું છે કે બોટમાં ક્ષમતા કરતા વધારે બાળકો બેસાડવાના કારણે બોટ પલ્ટી ગઈ હતી. હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

Niraj Patel