મહિન્દ્રા સ્કોર્પિયોમાંથી નીકળ્યા 18 લોકો, દેસી લોકોનો જુગાડ જોઇ યુઝર્સ આનંદ મહિન્દ્રાને કહેવા લાગ્યા મનની વાત
7 સીટર મહિન્દ્રા સ્કોર્પિયોમાંથી એક-એક કરી ઉતર્યા એટલા લોકો કે ગણતા ગણતા ગણતરી પણ ભૂલી જશો- જુઓ વીડિયો
ભારતીયો વચ્ચે ‘મહિન્દ્રા સ્કોર્પિયો’ કાર એક અલગ જ આકર્ષણ ધરાવે છે. આ કારમાં 5 થી 9 લોકોનું બેસવું સામાન્ય બાબત છે. પરંતુ કેટલાક લોકોએ સ્કોર્પિયોમાં એટલા બધા લોકોને બેસાડી દીધા કે વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો. વાયરલ થઇ રહેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે 1 મહિન્દ્રા સ્કોર્પિયોમાંથી એક એક કરી 18 લોકો બહાર આવ્યા.
જ્યારે સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયો જોયો તો તેઓ દંગ રહી ગયા અને કહેવા લાગ્યા કે ભારતીયો સારી રીતે એડજસ્ટ કરવાનું જાણે છે. જ્યારે કેટલાક લોકોએ તો આનંદ મહિન્દ્રાને ટેગ કરી દીધા. આ વીડિયોને 4 માર્ચે X પર શેર કરવામાં આવ્યો હતો, જેની સાથે કેપ્શન ળકવામાં આવ્યુ- “જ્યારે દેશી લોકો લગ્ન અથવા કોઇ ફંક્શનમાં જાય.”
જણાવી દઇએ કે, વાયરલ થઈ રહેલા વિડિયોમાં એક વ્યક્તિ કારમાંથી બહાર આવતા લોકોની સંખ્યા ગણતો જોવા મળી રહ્યો છે, જે 18 છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતાની સાથે જ વાયરલ થઇ ગયો અને સોશિયલ મીડિયા યુઝર્સ પણ વીડિયો જોઇ ખુશ થઇ ગયા.
Desi people when they go to any marriage or function pic.twitter.com/L2yyYWHARJ
— narsa. (@rathor7_) March 4, 2024