ખબર

ભારતમાં અહીંયા 12 વર્ષના છોકરાએ 17 વર્ષની છોકરીને બનાવી ગર્ભવતી, આગળ જે થયું એ અત્યંત ચોંકાવી દેશે

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર છોકરીઓ પર અત્યાચાર અને દુષ્કર્મના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર નાના વયની સગીરા પર પણ બળાત્કારના અનેક કિસ્સાઓ સામે આવે છે. ત્યારે હાલ ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 12 વર્ષના છોકરાની કિશોરીને ગર્ભવતી બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે 17 વર્ષની છોકરીએ એક બાળકીને જન્મ આપ્યો છે અને આ મામલે મહિલા પોલીસે આ કેસમાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સક્ ઓફેન્સ એક્ટ (POCSO) હેઠળ છોકરાની ધરપકડ કરી છે.

પ્રતિકાત્મક તસવીર

અહેવાલો અનુસાર, પીડિતાના નિવેદનના આધારે છોકરાની ધરપકડ કરવામાં આવી છે પરંતુ પોલીસ અધિકારીઓ અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તેની તપાસ કરી રહ્યા છે. પીડિતા અને આરોપી બંનેએ શાળા છોડી દીધી છે અને પાડોશમાં રહે છે. 17 વર્ષની યુવતીને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.તપાસમાં ડૉક્ટરોને જાણવા મળ્યું કે તે નવ મહિનાની ગર્ભવતી હતી અને તે જ દિવસે તેણે એક બાળકને જન્મ આપ્યો હતો.

ત્યારબાદ હોસ્પિટલે મહિલા પોલીસને આ ઘટનાની જાણ કરી, જેના પગલે ટીમે યુવતીની પૂછપરછ કરી. જણાવી દઇએ કે, આ મામલો તમિલનાડુના તંજાવુર જિલ્લામાંથી સામે આવ્યો છે. પોલીસ ઈન્સ્પેક્ટરએ TOIને જણાવ્યું કે બાળકી અને તેના માતા-પિતાને ડિલિવરી પહેલા આ બાબતની જાણ પણ નહોતી.

પ્રતિકાત્મક તસવીર

પોક્સો એક્ટ અલગ-અલગ ગુનાઓ માટે અલગ-અલગ સજાની જોગવાઈ કરે છે. આ બધા સિવાય પોક્સો એક્ટમાં એક બીજી બાબત છે અને તે કાયદામાં એવી જોગવાઈ છે કે યૌન શોષણની ઘટનાના એક વર્ષની અંદર ટ્રાયલ પૂર્ણ થવી જોઈએ. આ સિવાય જો કોઈ સગીર સાથે તેની મરજીથી પણ સંબંધ બાંધવામાં આવ્યા હોય તો તેને પણ બળાત્કારની શ્રેણીમાં રાખવામાં આવે છે.