ખબર

રાજકોટના 16 વર્ષના ઉદ્યોગપતિના દીકરાને એવું તો શું દુઃખ પડ્યું કે આ ઉંમરે જ તેણે પોતાની જિંદગીનો અંત લાવી દીધો ? ગળે ટુંપો ખાઈને કર્યો આપઘાત

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. ઘણા લોકો આર્થિક તંગીના કારણે મોતને વહાલું કરતા હોય છે, તો ઘણા લોકો પ્રેમ પ્રસંગો અને પારિવારિક ઝઘડાના કારણે પણ આપઘાત કરી લેતા હોય છે. તો ઘણા નાની ઉંમરના બાળકો પણ પરીક્ષામાં નાપાસ થવાના ડરથી કે તેમાંથી કોઈ નાની મોટી ભૂલ થઇ જવાના કારણે પણ આપઘાત કરી લેતા હોય છે, ત્યારે હાલ એવી જ એક ઘટના રાજકોટના જેતલસરમાંથી સામે આવી છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર જેતલસર ગામમાં રહેતા NRI રસિકભાઈ ગોંડલિયાના ભત્રીજા સિબિલ ગોંડલીયાના 16 વર્ષના દીકરા આર્યને થોડા દિવસ પહેલા જ કોઈ અગમ્ય કારણોસર ઘરની અંદર ગળે ટુંપો ખાઈને આપઘાત કરી લેતા પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતા જ આવી ગઈ અને લાશનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

આર્યનના આવા પગલાં બાદ તેનો પરિવાર પણ ઊંડા આઘાતમાં આવી ગયો હતો. જેના કારણે પોલીસને પણ તપાસમાં વિલંબ થઇ રહ્યો છે. આર્યને આવું શું કામ કર્યું તે અંગે કોઈને ખબર નથી. આર્યન સુખી સંપન્ન પરિવારમાંથી હતો અને તેને કોઈ બાબતે ચિંતા નહોતી, ના તે કોઈ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો હતો, તે છતાં પણ તેને આપઘાત જેવું ભયાનક પગલું કેમ ભર્યું તે પણ એક રહસ્ય બની ગયું છે.

(પ્રતીકાત્મક તસવીર)

આર્યનના પરિવારજનોએ તેને ક્યારેય અભ્યાસ માટે પણ દબાણ નથી કર્યું. તેના મિત્ર વર્તુળમાં પણ પોલીસે પુછપરછ કરી હતી પરંતુ કોઈ કારણ સામે ના વાત પોલીસ પણ આ મામલે મૂંઝાઈ છે કે આખરે આર્યને આવું પગલું શું કામ ભર્યું. તરુણાવસ્થા છોડીને યુવાવસ્થા તરફ જઈ રહેલા આર્યને આ રીતે અચાનક અગમ્ય કારણોસર ઘરે ગળે ટુંપો ખાઈને આપઘાત કરી લેતા ગામમાં અરેરાટી સાથે શોક ફેલાયો છે.