સતત મોબાઈલ લઈને બેસી રહેતા 15 વર્ષના દીકરાનો મોબાઈલ લઇ લીધો તેની મમ્મીએ, પછી દીકરાએ ઘરમાં જે કર્યું તેની કોઈએ કલ્પના પણ નહિ કરી હોય, જુઓ વીડિયો

આજના બાળકોમાં મોબાઈલની આદત એવી વ્યાપી ગઈ છે કે દરેક સમયે તેમને મોબાઈલ જોઈએ અને મોબાઈલ વિના તેમને એક મિનિટ પણ ચાલતું નથી. એવામાં જો આ બાળકોને કોઈ મોબાઈલ સાઈડમાં મૂકી અને કોઈ કામ કરવાનું કહે અથવા મોબાઈલ બાબતે કઈ કહે તો તે તરત ગુસ્સે પણ થઇ જતા હોય છે. ઘણા એવા કિસ્સાઓ પણ સામે આવી ગયા છે કે બાળકો પાસેથી મોબાઈલ લઇ લેતા તે ગુસ્સે ભરાઈ અને કોઈની હત્યા પણ કરી દેતા હોય છે.

ત્યારે હાલ આવો જ એક મામલો સામે આવ્યો છે જેનો વીડિયો પણ ઇન્ટરનેટ ઉપર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. માતા-પિતા નાનપણથી જ બાળકોને મોબાઈલની આદત કેળવે છે. જ્યારે તે રડે ત્યારે તેની સામે મોબાઈલ મૂકી દે. આવી સ્થિતિમાં બાળક પણ મોબાઈલનું વ્યસની બની જાય છે. પછી શું, જ્યારે માતા-પિતા તેને મોબાઈલથી દૂર લઈ જાય છે, ત્યારે તે રડવા લાગે છે. અને હા, જો મોબાઈલ પાછો ન મળે તો ખાવાનું છોડી દેવાની ધમકી પણ આપે છે. પરંતુ એક બાળકે તેની માતાએ ફોન લઇ લીધા બાદ એવો હંગામો મચાવ્યો કે તેનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે.

આ વીડિયો 2.18 મિનિટનો છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે એક ઘર અસ્ત-વ્યસ્ત હાલતમાં છે. જમીન પર ઘણી વસ્તુઓ તૂટી ગઈ છે. એવું લાગે છે કે ખૂબ જ જોરદાર ધરતીકંપ આવ્યો હોય. પરંતુ આ બધી તોડફોડ એક 15 વર્ષના છોકરાએ કરી હતી… કારણ કે તેની માતાએ તેની પાસેથી ફોન લઈ લીધો હતો. તમે જોઈ શકો છો કે ઘરની તમામ વસ્તુઓ જેમ કે ફ્રીજ, ટીવી, સોફા વગેરે તૂટી ફૂટીને નવરા થઇ ગયા છે.

આ વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ 16 સપ્ટેમ્બરે શેર કર્યો હતો. તેમણે કેપ્શનમાં કહ્યું “15 વર્ષના બાળકે ઘરમાં આ તબાહી સર્જી કારણ કે તેની માતાએ તેનો મોબાઈલ ફોન લઈ લીધો હતો. આ દ્રશ્ય જોઈને સ્પષ્ટ થાય છે કે માતા-પિતાએ આજની પેઢીને મોબાઈલની લતથી દૂર રહેવા અને લાગણીઓ તેમજ ક્રિયાઓ પર નિયંત્રણ રાખવાનું શીખવવું કેટલું જરૂરી છે.” ઘણા લોકો આ વીડિયોને જોઈને પોતાના અલગ અલગ પ્રતિભાવ આપી રહ્યા છે. જોકે આ વીડિયો ક્યાંનો છે તેના વિશેની કોઈ સ્પષ્ટતા નથી થઇ.

Niraj Patel